બાલાસોર રેલ દુર્ઘટના માટે મહંતસ્વામી મહારાજે કેવી રીતે પ્રાર્થના કરી?



ઉલ્લેખનીય છે કે બી.એ.પી.એસ સંસ્થના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અત્યારે લંડનમાં વિચરણ કરી રહ્યા છે.
૩૧ મેના રોજ તેમને તાવ અને શરદી થઇ હતી અત્યારે તબિયત સારી છે પણ ઉંમરના લીધે થોડી અશક્તિ પણ જણાઈ રહી છે, તેમને જયારે આ રેલ દુર્ઘટનાની ખબર પડી ત્યારે તેમને પોતાની પુજામાં તેમજ રોજિંદી ક્રિયા દરમ્યાન ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. આ ઉપરાંત જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને દુઃખ સહન કરવાનું બળ મળે અને ઘાયલ થયેલા લોકો જલ્દીથી જલ્દી સાજા થઇ જાય તે માટે પોતે તેમજ સંસ્થાના તમામ મંદિરોમાં તેમજ તમામ સત્સંગીઓ પોતે પોતાની પૂજામાં ધૂન પ્રાર્થના કરે તેવી આજ્ઞા કરી છે.

0 comments