ગેમ શા માટે બનવવામાં આવી છે?
- કોઈપણ વસ્તુ મોઢે કરવાની જુદી જુદી રીત હોય છે તેમની એક રીત એ પણ છે કે તેને રસપ્રદ બનાવવામાં આવે.
- ઘણા બધા સર્વે અનુસાર એમ જાણવામાં આવ્યું છે કે અત્યારના સમય પ્રમાણે ગેમ રમવાથી ફાયદો થતો હોય છે અને ઘણું બધું મુખપાઠ થઇ જતું હોય છે.
- આ પ્રકારની ગેમ બનાવીને મૂક્યા પછી ઘણા બધા લોકોને ફાયદો પણ થયો છે તે માટે આ ગેમ બનાવી છે.
- ઘણા લોકો ના એવા પણ પ્રતિભાવો આવ્યા છે કે આ ગેમ વારંવાર રમ્યા પછી તેમના બાળકોએસત્સંગદિક્ષાના શ્લોકો ફટાફટ મુખ પાઠ કર્યા છે.
- આમ આ ગેમ જ્યારે પણ સમય મળે ત્યારે આપ રમી શકો છો જેનાથી આપણે તે પદ, કીર્તન, પ્રાર્થના,શ્લોક મોઢે થઇ જશે.
- ઘણા બાળકોને મુખપાઠ કરવું કંટાળાજનક લાગતું હતું તે આ ગેમના માધ્યમથી સરળ લાગ્યું અને તેમને ઘણા બધા શ્લોકો મોંઢે કરી નાખ્યા.
આપ શું કરી શકો?
- જ્યારે પણ સમય મળે ત્યારે ગેમ રમીયે.
- જો ગેમ અંગે કોઈ પ્રશ્ન હોય તો Community એડમીનને પૂછી લઈએ જેથી તેનું સમાધાન થઇ જાય,કૃપા કરીને જે પ્રશ્ન વેલીડ હોય તે જ પૂછવા વિંનતી ઘણા હરિભક્તો ગ્રુપની પોસ્ટ જોતા નથી અને ડાયરેક્ટ મેસેજ કરી દેતા હોય છે,માટે એકવાર ગ્રુપની પોસ્ટ જોયા પછી જ મેસેજ કરશો.


0 comments