ચાલો માનો મળી છે મોટી વાત - કીર્તન વાંચીએ અને સાથે સાથે ગાઇયે- વિડીઓના માધ્યમથી
મહંતસ્વામી મહારાજના મુખે ગવાયેલું આ પદ
માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મા હારજો રે;
કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજો રે... ૧
સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજો રે;
રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજો રે... ૨
લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે;
કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજો રે... ૧
સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજો રે;
રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજો રે... ૨
લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે;
નહિ તો દુઃખનો ઊગત ડાભ, માની લેજો એ મર્મને રે... ૩
આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખને રે;
એમ કહે નિષ્કુળાનંદ, રખે મૂકતા એવા સુખને રે... ૪
ચાલો આપણે પણ આ પદ ગાઇયે
આ કીર્તન સાંભળ્યા પછી આપને શું લાગે છે સ્વામી શું સમજાવે છે?આપનો ઉતર આપ આ ફોર્મ ભરીને આપી શકો છો.
0 comments