પ્રાપ્તિનો વિચાર સ્વરૂપનિષ્ઠાની સાથે જોડાયેલું છે.
પ્રાપ્તિનો વિચાર કરવાથી શું ફાયદો થાય છે?
- પ્રાપ્તિનો વિચાર કરવાથી સત્સંગનુ સુખ મળે છે
- જીવમાં બળ આવે છે
- જીવમાં એકાંતિકપણું સિદ્ધ થાય છે.
- મોક્ષનુ મુખ્ય કાર્ય, અક્ષરધામની પ્રાપ્તિ થાય છે
- ભગવાન અને ગુરુનો રાજીપો પ્રાપ્ત થાય છે.
આપણ બહુ મોટી પ્રાપ્તિ થઇ ગઈ છે એટલા માટે જ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે,પ્રાપ્તિ નો વિચાર કરવો એ આપણો અધિકાર છે અને ફરજ છે.
પરમ પૂજય મહંતસ્વામી મહારાજ પ્રાપ્તિ નો વિચાર કઈ રીતે કરવો તે માટે જે માર્ગદર્શન આપ્યું છે એ સમજીશું,
પ્રાપ્તિનો વિચાર ૨ વિભાગમાં સમજી શકાય:
પ્રાપ્તિને સમજવા માટેનું અનિવાર્ય સાધન એટલે વિશ્વાસ
સત્પુરુષના સ્વરુપ નો નિશ્ચય શેનાથી થાય? - વચનામૃત આધારે
ગઢડા અંત્ય ૨૭
શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”
ગઢડા મધ્ય ૧૩
અને આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદ્ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.
મહંત સ્વામી મહારાજ આ અંગે કહે છે કે,
પ્રાપ્તિ સમજવી હોય તો એમાં તર્ક વિતર્ક કામ માં નથી આવતા , શાસ્ત્રો પણ કામમાં નથી આવતા, શાસ્ત્રો સમજાવનારા જોઈએ.મહારાજે કહ્યું જે ભક્તિ વાળો ના હોય એય ભાગવત માંથી પણ ભગવાન નિરાકાર સાંજે એટલે શાસ્ત્રો પણ કામ માં નથી આવતા, અનુભવ પણ કામ માં નથી આવતા,કેમકે આપનો અનુભવ પારલૌકિક ક્યાં છે,અપને પ્રમુખસ્વામી, યોગી બાપા જોડે રહ્યા એવા કોઈ અનુભવ નથી થયા ,રૂંવાડા માં બ્રહ્માંડ ઉડાડ્યું છે, જે ભગવાનપણું સિદ્ધ થાય એય આપણને અનુભવ નથી, અનુભવ થયા હશે,હજાર સાધનો કરો તો પણ આ પુરુષ ના સમજાય, મનુષ્યરૂપે છે એટલે બહુ મુશ્કેલ છે તેવી વાત...
- વચનમાં વિશ્વાસ હોય તો મહારાજનો મહિમા સમજાય મુક્તાનંદ સ્વામીના દ્રષ્ટાંત દ્વારા
- જેને જેને સ્વરૂપનિષ્ઠા દ્રઢ થઇ છે તે વિશ્વાશ થઇ છે...
- મહંતસ્વામી મહારાજ કહે છે વિશ્વાસ ની ઘણી કક્ષા હોય છે ૧૦%, ૨૦... ૧૦૦%
3 રીતે વિશ્વાસ થાય..
મહંતસ્વામી મહારાજ કહે છે કે,પ્રાપ્તિને સમજવા માટે પહેલા બુદ્ધિનો ઉપયોગ કરવો, પછી બુદ્ધિને બંધ કરવી અને ફરીથી બુદ્ધિ નો ઉપયોગ કરવો....
1. પ્રાપ્તિનો વિચાર કરતા પહેલા પ્રાર્થના કરવી જોઈએ.
2. ૨ રીતે વિચાર કરીયે
- અસાધારણ કાર્યો
- દિવ્ય ઐશ્વર્ય,
- સર્વજ્ઞતા
- ધામમાં લઇ જાય
- દિવ્ય પ્રભાવ
નિર્મળતા
- નિર્વાસનિકતા
- વર્તનની દ્રઢતા
- અહંશૂન્યતા
- નિર્દભપણું
- અજાતશત્રુતા
- નિર્મત્સરતા
- શુદ્ધભાવ
0 comments