હરિભક્તો માટે ગ્રહણ પાલન અંગેની માહિતી
તા. ૦૪-૦૯-૨૦૨૫, રવિવારના દિવસે સમગ્ર ભારત દેશમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાવાનું છે.
આ ગ્રહણના દિને હરિભક્તોએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તેની માહિતી નીચે પ્રમાણે છે :
ગ્રહણ વેધની શરૂઆત : તા. ૦૪-૦૯-૨૦૨૫, રવિવાર બપોરે ૧૨.૫૦
ગ્રહણ સ્પશની શરૂઆત: તા. ૦૦-૦૯-૨૦૨૫, રવિવારે રાત્રે ૯.૫૯
ગ્રહણ મુક્તિ: તા. ૦૮-૦૯-૨૦૨૫, સોમવારે સવારે ૧.૨૦
૧. તા. ૦૪-૦૯-૨૦૨૫, રવિવારની બપોરે ૧૨.૪૫ વાગ્યાથી ગ્રહણનો વેધ બેસે છે તેથી તે પછી
જમી શકાય નહીં, ફક્ત પાણી પી શકાય.
૨. બાળકો, વૃદ્ધો, અશક્તો, સગર્ભા સ્ત્રીઓ અને બીમાર માટે તા. ૦૦-૦૯-૨૦૨૫, રવિવારે રાત્રે
૮.૧૫ વાગ્યાથી ગ્રહણનો વેધ બેસે છે. તેઓએ ત્યારબાદ જમવું નહીં.
૩. ગ્રહણના સમયે (રવિવાર રાત્રે ૯.૫૪ થી સોમવાર સવારે ૧.૨૪) ઘરમાં ઊન, કંતાન, રેક્ઝીન
કે પ્લાસ્ટીકનાં આસનોને અડવામાં બાધ નથી. આ ચાર પ્રકારના વસ્ત્ર સિવાયના વસ્ત્રનોં ગ્રહણ
દરમ્યાન સ્પર્શ થાય તો ગ્રહણ બાદ તેને ધોવા પડે.
૪. ગ્રહણના વેધ દરમ્યાન ઘર મંદિરમાં ઠાકોરજીના આરતી, થાળ વગેરે થઈ શકે.
૫. વેધ દરમ્યાન ઠાકોરજીને ધરાવેલ થાળની પ્રસાદી આપણે લઈ શકાય નહીં, માટે તે થાળ ગાયને
ખવડાવવો.
૬. રાંધેલ તમામ ખોરાક ગ્રહણ સ્પર્શ પહેલાં કાઢી નાખવો.
7. ગ્રહણના સમયે (રવિવાર રાત્રે ૯.૫૯ થી સોમવાર સવારે ૧.૨૦)પોતાના ઘરે સમૂહમાં ભજન,
વાંચન કરવાં અથવા સાંપ્રદાયિક વીડિયો નિહાળવી, પરંતુ આ સમયે સૂવું નહીં, અવશ્ય
જાગરણ કરવું, અન્ય કામકાજ પણ ન કરવાં.
૮. ગ્રહણ પૂર્ણ થયા બાદ (સોમવારે સવારે ૧.૨૪) સવરત્ર (પહેરેલાં વસ્ત્ર સહિત) સ્નાન કરી
ભોજન કરી શકાય.
૯. શિક્ષાપત્રી તથા સત્સંગ દિક્ષા ગ્રંથના આદેશ મુજબ ગ્રહણ પૂર્ણ થયા બાદ હરિભક્તોએ
યથાશક્તિ ઠાકોરજીને દાન આપવું.


0 comments