જય સ્વામિનારાયણ ગેમ કેવી રીતે રમવી તે માટે માત્ર ૩ સ્ટેપ ફોલોવ કરવું જોઈએ.
1. ગ્રુપમાં આપેલ લિંક Click કરશો.
આપણું નેટ Slow હશે તો ગેમ ખુલતા વાર થશે તો રાહ જોશો.
गुरुं ब्रह्मस्वरूपं तु विना न संभवेद् भवे।
तत्त्वतो ब्रह्मविद्यायाः साक्षात्कारो हि जीवने॥२२॥
ગુરું બ્રહ્મસ્વરૂપં તુ વિના ન સંભવેદ્ ભવે।
તત્ત્વતો બ્રહ્મવિદ્યાયાઃ સાક્ષાત્કારો હિ જીવને॥૨૨॥
Gurum Brahmaswarūpam tu vinā na sambhaved bhave ।
Tattvato brahmavidyāyāh sākṣhātkāro hi jīvane ॥22॥
1. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.
2. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.
नोत्तमो निर्विकल्पश्च निश्चयः परमात्मनः।
न स्वात्मब्रह्मभावोऽपि ब्रह्माऽक्षरं गुरुं विना॥२३॥
નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ।
ન સ્વાત્મબ્રહ્મભાવોઽપિ બ્રહ્માઽક્ષરં ગુરું વિના॥૨૩॥
Nottamo nirvikalpash-cha nishchayah Paramātmanaha ।
Na svātma-brahma-bhāvo’pi Brahmā’kṣharam gurum vinā ॥23॥
1. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.
2. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.
શ્રીહરિ જય જય જય જયકારી... ꠶ટેક
અક્ષરધામના ધામી તમે છો, પુરુષોત્તમ પરબ્રહ્મ હરિ છો;
ભક્તજનોના ભવભયહારી... શ્રીહરિ꠶ ૧
પ્રગટ હરિ ગુરુ દર્શન આપો, પ્રભુ તવ નામના જપીએ જાપો;
તવ મૂરતિ નિત્ય હૃદયે ધારી... શ્રીહરિ꠶ ૨
સદ્બુદ્ધિ સદ્ગુણ પ્રભુ આપો, અભય કર મુજ શિર પર સ્થાપો;
વિઘ્ન સકળને સદ્ય વિદારી... શ્રીહરિ꠶ ૩
શાસ્ત્રી મહારાજના ગુણ નિત્ય ગાવું, યોગીજી મહારાજના ગુણ નિત્ય ગાવું,
પ્રમુખસ્વામીના ગુણ નિત્ય ગાવું,
મહંતસ્વામીના ગુણ નિત્ય ગાવું, તવ ચરણોમાં શિશ નમાવું;
આશિષ વચન દ્યો આનંદકારી... શ્રીહરિ꠶ ૪
સંત સમાગમ કીજે, હો નિશદિન... ꠶ટેક
માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે... હો꠶ ૧
અંતર કપટ મેટકે અપના, લે ઉનકું મન દીજે... હો꠶ ૨
ભવદુઃખ ટળે બળે સબ દુષ્ક્રીત, સબવિધિ કારજ સીજે... હો꠶ ૩
બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફલ કરી લીજે... હો꠶ ૪
હે હરિ હરિ પ્રભુ કરુણા કરી,
નરનારી ઉગારવાને નરતનુ ધરી... ꠶ટેક
અક્ષરધામી છો બહુનામી, સ્વતંત્ર સર્વાધાર;
કળિમળ બળ જે પ્રબળ થયો, હરિ તેના છો હરનાર... ꠶૧
અસુર અધર્મી મહા કુકર્મી, દેતા જનને દુઃખ;
મૂળથી તેનાં કુળ ઉખાડી, સંતને દીધાં સુખ... ꠶૨
વાદી હરાવ્યા બંધ કરાવ્યા, હિંસામય બહુ યાગ;
દારૂ માટી ચોરી અવેરી, તેહ કરાવ્યાં ત્યાગ... ꠶૩
પાજ ધર્મની આજ શું બાંધી, લીધી અરિની લાજ;
ધન ત્રિય ત્યાગી સાધુ કીધા, સર્વોપરી મહારાજ... ꠶૪
વિશ્વવિહારી અજ અવિકારી, અવતારી અલબેલ;
કલ્પતરુ છો સુખ દેવામાં છોગાળા રંગછેલ... ꠶૫
(૧) પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચ્ચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્ચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. (લો. પ : ઇન્દ્રિયો - અંતઃકરણ જીત્યાનું)
(૨) જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા. એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દઢ પાયો થાય છે. અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દઢ પાયો નથી. (લો. ૫)
(૩) ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. (લો. ૬ : સંગ - શુદ્ધિનું)
(૪) જો દેહાભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને 'હું' તો દેહથી નોખો જે આત્મા તે છું. એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વ ગુણમાત્ર આવે છે. (લો. ૬)
(૫) અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. (લો. ૧૨ : છ પ્રકારના નિશ્ચયનું - સવિકલ્પ નિર્વિકલ્પ નિશ્ચયનું)
(૧) માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. (કારિ. ૧૦ : નાડી જોયાનું - તપનું)
(૨) અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. (કારિ. ૧૦)
(૩) અને અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ. (કારિ. ૧૦)
(૪) માટે જેને ભગવાનને વિષે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહિ. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. (કારિ. ૧૧ : પ્રેમના લક્ષણનું)
(૫) તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે, ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમ જ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખ્યનું મટકું ભરીએ એટલી વાર પણ છેટે રહેતા નથી. (કારિ. ૧૧)
જય સ્વામિનારાયણ ગેમ કેવી રીતે રમવી તે માટે માત્ર ૩ સ્ટેપ ફોલોવ કરવું જોઈએ. 1. ગ્રુપમાં આપેલ લિંક Click કરશો. 2. Start બટન પર ક્લિક કરશો. 3....
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates