પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સેવાનો ચમત્કાર
✔️ અમદાવાદને આંગણે શતાબ્દી મહોત્સવની તૈયારીઓ છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે ત્યારે ત્યાં ડેકોરેશન વિભાગમાં છેલ્લા ૬ મહિનાથી સેવા આપી રહેલા એક સ્વયંસેવક હરિભક્ત મહેન્દ્રભાઇ પટેલ કે જેઓ ૬૩ વર્ષનાં છે અને પરિવાર સાથે ગાંધીનગર રહે છે.
હાલમાં તેઓ અતિ જોખમી એવી ઓપન હાર્ટ બાયપાસ સર્જરીમાંથી પસાર થઇ રહ્યા છે જેમની બાયપાસ સર્જરી પદ્મશ્રી ડો.તેજસ પટેલની ટીમે ડો.મેહુલ શાહ દ્વારા કરવામાં આવી.
✔️ શતાબ્દી સેવામાં છેલ્લા ૬ મહિનાથી ગમે તેવો વરસાદ હોય, ટાઢ કે ભાદરવાનો તડકો હોય , સંતો દ્વારા જે પણ સેવા આપવામાં આવે એ હસ્તે મોઢે મહેન્દ્રભાઇ કરતાં. નિત્ય રોજ પરોઢે વહેલા ઊઠી અમદાવાદ જતાં સેવા કરવા. તેઓ દરેકને કહેતાં કે બાપાએ આપણાં માટે ઘણું કર્યું છે ખૂબ ઉપકારો છે તો આપણે આટલું તો કરી જ શકીયે. જ્યારે આપણે યુવાનોને પણ અઠવાડિયામાં શનિ-રવિની રજાઓ જોઇતી હોય છે ત્યારે આ સ્વયંસેવક સતત ૬ મહિના સુધી કારણ વગર , ઉંમર કે દેહની પરવા વગર રજા પાડ્યા વિના સેવા કરવા પહોંચી જતાં. ત્યાં કામ કરી રહેલા બીજા સ્વયંસેવકો કહેતાં દાદા આરામ કરો , પરંતુ મહેન્દ્રભાઇ દેહની પરવા કર્યા વિના અવિરત કામ કરતાં કહેતા આ દેહ બાપાને રાજી કરવા છે હવે પાછલી ઉંમરમાં ફરીથી આ મોકો નહિ મળે. તારીખ ૧૪ ડિસેમ્બરે જ્યારે ઉદ્દઘાટન થવાનો અવસર આવ્યો ત્યારે આગલી રાત્રે પરોઢિયે તેમને હ્રદયરોગનો ભારે હુમલો થયો, તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પગરવ ગાંધીનગરમાં ભર્તી કર્યા , ખૂબ જ નાજુક હાલત હતી ત્યાં થોડા દિવસ સારવાર બાદ ત્યાંના ડોક્ટરોની ટીમે હ્રદયના વધુ ચેકઅપ માટે અમદાવાદ બતાવા સૂચન કર્યું.
એક હરિભક્ત દેવેનભાઇની મદદથી પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલની અપોઇમેન્ટ મળી ગઇ જ્યાં મહેન્દ્રભાઇની એન્જીયોગ્રાફી કરવામાં આવી. એન્જીયોગ્રાફીમાં હ્રદયમાં ૯ બ્લોકેજ નીકળ્યાં. જેમાંથી ૩ બ્લોક ૯૯% બ્લોક હતાં, બાકીનાં ૮૦% થી વધુ. સમગ્ર ડોક્ટરની ટીમે તેમના પરિવારને પ્રશ્ન કર્યો કે વ્યક્તિને માત્ર ૧ કે ૩ બ્લોકેજમાં કેસ ખલાસ થઇ જાય છે ત્યારે આ સેવાભાવી આટલા બ્લોકેજ સાથે આટલા મહિનાઓ કેવી રીતે સેવા કરી ? તેમને સતત ક્ષણે ક્ષણે જીવન જોખમમાં હોવાથી તાત્કાલિક બાયપાસ કરવાની સલાહ આપી. મહેન્દ્રભાઇના દીકરા શરદભાઇ પટેલ કે જેઓ ઓસ્ટ્રેલિયામાં એડીલેડ સીટીમાં વધુ અભ્યાસ અર્થે રહે છે. તેઓ ત્યાં પણ બીએપીએસ સંસ્થામાં સેવા આપે છે. આ સમાચાર શરદભાઇ એ ગાંધીનગર અક્ષરધામનાં મહંતશ્રી આનંદસ્વરુપદાસ સ્વામીને વાત કરી, સ્વામીએ તાત્કાલિક સંસ્થાનાં હાલનાં વડા વિશ્વવંદનીય મહંતસ્વામીને વાત કરી, બાપાએ શતાબ્દીની ઉજવણીની વચ્ચે તાત્કાલિક હરિભગતના દીકરાને તેમજ પરિવારને પત્ર લખ્યો કે “બળ રાખજો , હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના પહોંચાડું છું કે આપનું સ્વાસ્થ્ય સારું થશે મહારાજ આપની સાથે છે , હજી વધુ મુશ્કેલી આવસે પરંતુ મહારાજ પર વિશ્વાસ રાખજો , હરિભગત જલ્દી સાજા થશે. આશીર્વાદ આપ્યાં.
મહેન્દ્રભાઇને બાયપાસ સર્જરી વખતે હ્રદયનું પંપીંગ ઓછું હોવાથી તેમજ ઉંમરને કારણે ૨ થી ૫% નુ રિસ્ક કહ્યું, સર્જરી વખતે ૨ બોટલ લોહીની જરુર હોવાથી તેમનાં બ્લડગૃપનુ રક્ત હાલ કોઇ આપી શકે એમ નહોતુ , પરિવાર જાણે ફરીથી મુસીબત આવી પરંતુ શતાબ્દી મહોત્સવમાં ચાલતાં રક્તદાન કેમ્પમાં સેવાભાવી નિમેષભાઇનો સંપર્ક કરતાં તેમણે તત્કાલ રક્ત પહોંચાડવાની વ્યવસ્થા કરી. બાપાનાં આશીર્વાદ અને ડોક્ટરની સમગ્ર ટીમનાં પ્રયત્નોથી સર્જરી સફળ રહી, આજે હરિભગત સ્વસ્થ છે અને રિકવરી હેઠળ છે.
✔️ આટલાં બધા બ્લોકેજ હોવા છતાં મહિનાઓ સુધી આ હરિભગત સાથે હરિકૃષ્ણ મહારાજ અને પ્રમુખસ્વામી બાપા, મહંતસ્વામી મહારાજ ખરેખર હાજરાહજૂર હોય તો જ વ્યક્તિ જીવીત રહી શકે. 🙏🏼 બાપાએ તેમજ મહારાજે આ સેવાભાવીનો શતાબ્દી સેવાનો ભાવ જાણી તેમને નવું જીવનદાન આપ્યા સમાન છે.
✔️ મહેન્દ્રભાઇના આ ચમત્કારથી એટલું જાણવા મળે છે કે જો તમે ધર્મને સાચવશો તો ધર્મ તમને સાચવી લેશે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય જય જય



0 comments