મોદીએ માતાના અંતિમ દર્શન કર્યા, કાંધ આપી... સ્મશાન જવા રવાના સેક્ટર-30ના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે. તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા આસપાસ પીએમ મોદી આવી પહોંચ્યા પછી શરૂ થશે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે.
આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું - એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.
અપડેટ્સ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા
- સ્મશાન તરફ આવવા જવાના રસ્તાબંધ કરાયા
- એસપી કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ બંધોબસ્ત ગોઠવાયો
- મેયર પણ પોહંચ્યા તેમણે જાતે રસ્તા સાફ કરાવ્યા
- સામાન્ય માણસો માટે આવવા જવાની એન્ટ્રી પર પ્રતિબંધ
- સ્માશાન સુધીનો અડધો કિમીનો રસ્તો દોરીથી બાંધી દેવામાં આવ્યો છે જેથી વચ્ચે કોઈ આવી ના શકે




0 comments