ચોપડા પૂજનના કેટલાક રહસ્યો
શા માટે ઠાકોરજીનીઓ દ્રષ્ટિ ચોપડા પર કરાવાય છે? શા માટે શ્રી સવા લખવામાં આવે છે?
ચોપડા રાખવાની પ્રથા ક્યારથી શરૂ થઈ?
એવી માહિતી મળે છે કે સૈકાઓ પૂર્વે રાજા ટોડરમલ્લે હિસાબ કિતાબ ઉપજ-કરની વગેરેની નોંધ રાખવા માટે ચોપડાની પ્રથા શરૂ થઈ,તેમને ગામો ગામ નવી મહેસૂલ પ્રથા શરૂ કરી અને વેપારધંધા પર નિયંત્રણો નાખ્યા,આ રીતે એમને રાજ્યની મહેસૂલ આવક વધારી.અકબરના સમયમાં જ્યારે વેપાર ધંધા ખૂબ વધ્યા ત્યારે કેટલાક વેપારીઓએ ચોપડા રાખવાની પ્રથાને ધાર્મિક ઓપ આપી દિવાળીમાં લક્ષ્મીપૂજન ની સાથે ચોપડા પૂજનની શરૂઆત કરી.
ચોપડા લખવા સરસ્વતીજી ની કૃપા જોઈએ માટે તેને શારદા પૂજન પણ કહે છે.
શા માટે શ્રી સવા લખવામાં આવે છે?
તેના પાછળનું કારણ એ છે કે શ્રી એટલે લક્ષ્મીજી અને સવા એટલે ગણેશજી.
શા માટે ઠાકોરજીને ચોપડા પર દ્રષ્ટિ કરવામાં આવે છે.
ભગવાનની દ્રષ્ટિ વ્યાપાર પર રહે તો આખા વરસમાં અનીતિ ન થાય તેમજ વેપાર ધંધા ખૂબ સારા રીતે ચાલે તે માટે દ્રષ્ટિ કરાવવામાં આવે છે.



0 comments