ભાઈબીજના દિવસે સુરતમાં દર્શને મુકવામાં આવે છે આ અત્યન્ત પ્રસાદીની પાઘ







 

ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવતી હોય છે. ત્યારે સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યાં હતાં. જે આજે 199 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે .


પાઘની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં. અને સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી. જોકે સ્વામિનારાયણ ભગવાને ૧૯૪ વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે વારસમાં આવી હતી. પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી અને ત્યાંરથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે.


મૂળ આ પરિવાર પરિવાર પારસી કોમ્યુનીટીનું છે છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સવામિનારાયણ ધર્મને અપનાવ્યો છે. ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે. અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.  





0 comments

પ્રાગજી ભક્ત પુસ્તક ઓડિઓ પ્લેયર

Satsang Player Track 1 Your browser does not support the audio tag. ⏩ ...