હાટડીના વિશિષ્ઠ સૂત્રો
શાકમાં ખાઓ તમે ફ્લાવરને બટાકા,
સત્સંગ વિના પળ એક ન બગાડતા.
અમને ખાધા પછી એક સ્વાદ આવે અમારો,
મહંતસ્વામીના વચને અંદર અક્ષરધામ બનાવો - મૂળા
જો ખાવ મેથીની ભાજી
તો બારેમાસ તબિયત રહે તાજી
પ્રગટ સંતના વચન લાગે કારેલાં જેવા કડવા,
જન્મ મરણનો રોગ મટાડવા જરૂર ઉતારજો અંતરમાં.
રીંગણને રાજા કહે ,ભીંડાને સહુ કહે રાણી,
રાજા રાણીનું રાજ સરખું એ વાત જાણી કે ના જાણી?
(સ્વામીની વાત જેટલામાં રાજા નું રાજ તેટલામાં રાણીનું રાજ)
જેવો ભગવો રંગ છે અમારો તેમ અંતરને ભગવું બનાવો - ગાજર
બાફીને અમને મહંતસ્વામી ખાતા,
પ્રિય અમે તેમના ગણાતા. -પરવળ અને બ્રોકલી
ખાવ દુધી તો આવે બુદ્ધિ એમ કહે સહુ નરને નારી,
મહંતસ્વામી છે મોક્ષનું દ્વાર એ લેજો અંતરે ઉતારી.
આદું નો જાદુ નિરાળો,
ખાઈને શરદીને દુર ભગાડો.
લીંબુ ખાઈએ જો દસબાર તો દાંત જાય અંબાઈ,
ગઢડા મધ્યના તેરમામાં આ વાત શ્રીજીએ સમજાવી.
કાકડી ટામેટા બીટનુ કચુંબર લાગે સ્વાદમાં સારું,
સંપ સુહૃદભાવ એકતાથી સત્સંગનું સુખ આવે બહુ ન્યારું.
બીજા શાક આવે ને જાય પણ બટાકા બારેમાસ,
દિવ્યભાવ રાખો સહુમાં તો રહેશો મહંતજીની પાસ.
સિઝનમાં જુદા જુદા શાક ,
બટાકા બારેમાસ
ફરાળમાં વખણાય
સસ્તા એ ગણાય
0 comments