મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી ને મળ્યો વધુ એક એવોર્ડ તે સિવાય સ્વામીજી બીજા ૧૧ એવોર્ડ ધરાવે છે
ઉલ્લેખનીય છે કે સ્વામી ભદ્રેશદાસજી ભારતવર્ષનાં દાર્શનિક શાસ્ત્રના મુર્ધન્ય વિદ્વાન છે.સાંખ્ય , યોગ ,ન્યાય વૈશેષિક, પૂર્વ મીમાંસા તથા ઉત્તર મીમાંસા જેવા છ વૈદિક દર્શનોના તેઓ આચાર્ય છે.
સ્વામીજી પ્રસ્થાનત્રયના જીવંત ભાષ્યકાર છે.તેમને ઉપનિષદો ,ભાગવત ગીતા તથા બ્રહ્મસુત્ર પર શાસ્ત્રીય સંસ્કૃત ભાષાના ભાષ્યની રચના કરી ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને સમગ્ર વિશ્વમાં ખુલ્લું મુક્યું છે.
ઇંચગીરી સંપ્રદાયના પીઠાધીશ્વર શ્રી પાંડુરંગ મહારાજ તથા સમર્થ રામદાસજીના વંશજ તેમજ સમર્થ રામદાસ સ્વામી સંસ્થાનના અદ્યક્ષ શ્રી ભૂષણ સ્વામીજીનાં કરકમળોથી આ સન્માન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભદ્રેશદાસ સ્વામીને બીજા ૧૧ એવોર્ડ અત્યારસુધી મળી ચુક્યા છે.
0 comments