યોગીજી મહારાજ સંક્ષિપ્ત જીવનચરિત્ર

 
યોગીજી મહારાજના પિતાશ્રી દેવચંદભાઈની ચોથી પેઢીએ કાનજીભાઈ થઈ ગયા હતા જેવો સૂર્યનારાયણના ચુસ્ત ઉપાસક હતા અને તેમને રામાનંદ સ્વામિમાં સંવત 1830 માં પ્રીતિ થઈ.

દેવચંદભાઈ જાગા સ્વામી કૃષ્ણ ચરણદાસ વગેરે સંતોના સમાગમથી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઊંડું તત્વજ્ઞાન ધરાવતા હતા.

દેવચંદભાઈ ના પત્ની પુરી બા અને પિયરમાં તારા તરફથી ભક્તિ સંસ્કાર મળ્યા હતા.

તેમને ત્યાં સંવત  1948 ના વૈશાખ વદ બારસને દિવસે ઝીણાભાઈનો જન્મ થયો.

ઝીણાભાઈ  દોઢ વર્ષના થયા ત્યાં સુધી ચાલતા નહીં પગ પાતળા હતા અને હાથ લાંબા હતા બોલી શકતા પણ નહોતા આ જોઈને સૌને લાગતું કે તે મૂંગો રહેશે ચાલી શકશે નહીં અને ખોટ રહી જશે પરંતુ પૂરીબાને ખબર હતી.


પૂરીબા ખેતરે જતા ત્યારે પણ ઝીણાને સાથે લઈને જતા ખેતરમાં કામ શરૂ કરતાં પહેલાં એક વૃક્ષ નીચે તેમને સુવાડતાં અને પછી કાલા વીણતા બીજી સ્ત્રીઓ પણ પોતાના બાળકોને લઈને કાલા વીણવા જતી ત્યારે આવી જ રીતે ઝાડના છાએ સુવાડી દેતા પરંતુ બાળકો પોતાની માને ન જોતા તેથી રડવા લાગતા પરંતુ ઝીણાભાઈ ક્યારેય રડતા નહીં ખેતરનો માલિક બીજા બધા બાળકોની માતાને કહેતા કે તમારા રોડલ છોકરાને લઈને શું કામ ખેતરે આવો છો જ્યારે ઝીણાભાઈની સામું જોઈને પૂરીબાને કહેતા કે તમારો ઝીણા ચમત્કારિક છે શ્રીકૃષ્ણ ભગવાનના જેમ કાયમ જમણા પગનો અંગૂઠો ચૂસ્યા કરે છે અને એમ પણ કહેતા કે જેનો બહુ મોટો થશે અને આદર આપશે અને બધાનું માનીતો બનશે.


એક દિવસે પૂરીબા અને બીજી સ્ત્રીઓ કામ કરી રહ્યા હતા અને દિવસ પૂરો થતાં તેઓ જ્યારે ત્યાં આવ્યા ત્યારે ઝીણા નહોતો તેથી સૌ રડવા લાગ્યા તે સમયે રાણી પશુની બીક રહેતી હતી ને ઉપાડીને કદાચ રાણી પશુ લઈ ગયું હશે,તે સમયે ખેતરના બીજા છેડા તરફથી ઝીણાભાઈ ચાલ્યા આવતા હતા. સૌએ જોયું તો ઝીણાભાઈ  હાથ કરીને કંઈ બતાવતો હતો ખેતરનો માલિક કહે ઝીણો કંઈક બતાવે છે આપણે એ બાજુ જોઈએ ખેતરના બીજા તરફ જોયું તો વીણેલી કપાસની ગાંસળીઓ બાંધેલી પડી હતી ત્યારે ખેતરના માલિકે કહ્યું કે આપણે ત્યાં ચોર આવ્યા હશે અને ગાંસળીઓ બાંધેલી છે પણ ઝીણએ કંઈક કર્યું હશે જેનાથી ચોર આ ગાંસળીઓ મૂકીને ભાગી ગયા અને આ વાત સર્વત્ર ફેલાઈ ગઈ.


ઝીણાભાઈ હંમેશા સદા ધ્યાનમગ્ન રહેતા અને ભક્તિ સેવા ભાવનાના સંસ્કારો તેમનામાં સહેજે હતા. તેઓ નિશાળમાં પણ પોતાની સાથે ભણતા બાળકોને ભગવત ભક્તિની વાતો કહેતા અને આગ્રહ કરીને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા લઈ જતા.


શેત્રુંજી નદીના ત્રિવેણી સંગમ જે ધારીમાં રચાતો ત્યાંની જળધારાઓમાંથી એક નાજુક જળધારા વહે છે જેને પાતળીઓ ઝરો કહે છે આ જરામાં ઝીણાભાઈ હંમેશા સવારે સ્નાન કરવા જતા અને શ્રી હરિ ની મૂર્તિમાં ધ્યાન ધરીને બની જતા જ્યારે તેઓ સમાધિમાંથી જાગ્રત થતા ત્યારે બીજા બાળકો તેમને જોયા કરતા અને બાળકો તેમને વિવિધ પ્રશ્નો પૂછતા ઝીણાભાઈ માત્ર ભગવાનનું ભજન સ્મરણ કરવાનું આગ્રહ રાખતા.


એકવાર ઝીણાભાઈ સાત વર્ષના હશે ત્યારે અચાનક લીમડાના વૃક્ષની ઉપરની ડાળીએ ચડી ગયા મોટાભાઈ કમળશીભાઈએ પૂછ્યું કે જેના ઉપર કેમ ચડ્યો છું ત્યારે ઝીણાભાઈ કહે કે હું તો છપૈયા ના દર્શન કરવા માટે ચઢ્યો છું અહીંથી છપૈયા ના દર્શન થાય છે તમારા દર્શન કરવા હોય તો આવો તમને પણ દર્શન થશે ઝીણાભાઈ ની વાત તેમના મોટાભાઈ હંમેશા માનતા અને તેઓ પણ જ્યારે ઝાડ ઉપર ચડ્યા તેમને સાચેમાં છપૈયા ના દર્શન થયા.


ઝીણાભાઈ  જમવા બેસે ત્યારે બધું મેળવીને પાણીની અંજલિ નાખીને જમી લેતા પુરી બા તેમને બોલે તો ક્યારેક જ જુદું જમતા જમવામાં જે આવ્યો તે જમી લેતા.ભાભી પાસે ક્યારે ફરી માગતા નહીં પુરી બા પાસે જ માગતા 

ઝીણાભાઈ ને જગત સંબંધી વાતો કે પ્રવૃત્તિ ગમતી નહીં કમળશીભાઈના સગાઈ પ્રસંગે ઝીણાભાઈ પૂરીબા સાથે ચાંદગઢ ગયા હતા ત્યાં સ્ત્રીઓએ જ્યારે ફટાણા ગાવાના શરૂ કર્યા ત્યારે ઝીણાભાઈ ગામના રામજી મંદિરમાં ચાલી ગયા તેમને નંદસંતના કીર્તન સિવાય બીજા કોઈ કીર્તનો ગમતા નહીં બપોરના 12:00 વાગી ગયા જમવાનો સમય થઈ ગયો ત્યારે પૂરીબાએ ઝીણાભાઈ  ને યાદ કર્યા ઝીણાભાઈ ક્યાંય મળ્યા નહીં આખા ગામમાં તપાસ કરતા ખબર પડી કે રામજી મંદિરના પ્રદક્ષિણે પ્રદક્ષિણામાં એક બાળક બેઠો છે નવા કપડાં પહેર્યા છે અને માથે ટોપી છે આપણા ગામનો નથી મહેમાન લાગે છે. વેવાઈ પક્ષના લોકો જ્યારે તેમને તેડવા આવ્યા ત્યારે તેમને કહ્યું કે મારે નથી આવવું.

ધારીમાં ઝીણાભાઈ ની નિશાળના આગળના ભાગમાં કન્યાશાળા હતી ત્યારે છોકરાઓ ઝીણાની મશ્કરી કરતા અને કહેતા કે જેના તારે ભણેલી છોકરીને પરણવું છે કે અભણને?ઝીણાભાઈ આવી વાતો સાંભળતા નહીં.


પુરીભાઈ એકવાર ઝીણાભાઈ ને કહ્યું હતું કે તારા લગ્નનો મહાલવાનો મને બહુ મન છે ત્યારે ઝીણાભાઈ બોલ્યા બા મોટાભાઈનું તો બગાડ્યું હવે સંસારમાં પાડીને મારું શું કામ બગાડો છો? 

શાળાના શિક્ષકોમાં પણ ઝીણાભાઈ ની છાપ અલગ તરી આવતી.

ધારીના સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા કરતા મોહન કાકા જોડે ઝીણાભાઈ નાની વયથી જ મંદિરમાં સુતા, વળી પાંચ સાત બાળકોને પણ આગ્રહ પૂર્વક મંદિરમાં સુવા લઈ જતા અને તેઓ તેમ પણ કહેતા કે જે સ્વામીનારાયણના મંદિરમાં વાંચે તે નાપાસ ન થાય.

સવારે ચાર વાગે ઝીણાભાઈ ઉઠી જતા અને બાળમિત્રોને પણ વાંચવા ઉઠાડતા ત્યાર પછી દંડવત અને ધૂન કરાવતા સંધ્યા આરતી સમયે પણ ઝીણાભાઈ મંદિરે પહોંચી જતા.નિશાળ અને મંદિર આ બે સ્થાન જ તેમના પ્રિય સ્થાન હતા.

 જ્યારે તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે જગદીશભાઈ ભગવાનભાઈ પારેખ ને મોતીભાઈ એ બે શિક્ષકો બહુ કડક હતા છઠ્ઠા ધોરણમાં ત્રિભોવન હરખજી પછી નારણજી ઉમેદભાઈહેડ માસ્તર થયા તેમને ચંદુ નામના વિદ્યાર્થીને ખૂબ માર્યો  તેને વગર વાગે બાવડે ઝાલીને પછાડીને મૂઢ માર માર્યો. ઝીણાભાઈ આ જોઈ શક્યા નહીં અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરવા લાગ્યા. ત્યાર પછી ચંદુ થોડા સમયમાં મરી ગયો.ચંદુ ના માબાપે અધિકારી પાસે તપાસ કરાવી પરંતુ આચાર્ય સામે કોણ આંગળી ચીંધે ત્યારે ઝીણાભાઈએ આચાર્ય નો ડર લાગ્યા વગર કીધું હતું કે આચાર્ય સાહેબે વાંક વિના ચંદુને માર્યો હતો તેમની આવી હિંમત જોઈને બીજાને પણ હિંમત આવી અને બધા બાળકોએ ઝીણાભાઈના વચનમાં સાક્ષી પુરી અને આ બધાના વચનો અધિકારી સાહેબે માન્ય રાખ્યા અને ત્રિભુવનદાસ ને બળ તરફ કર્યા અને ઝીણાભાઈ ને ઇનામ આપ્યું


જગદીશભાઈ ભગવાનદાસ પારેખ ભૂગોળનો વર્ગ ચલાવતા એક દિવસે દુર્લભજી નામના વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ ન આવ્યો તેથી તેનું હાથ સીધો લખાવીને આંકણી મારવા ગયા પરંતુ તેને હાથ ખેંચી લીધો આંકણી તેના હાથમાં વાગી તેની આંખો લાલ થઈ ગઈ ઝીણાભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા લાગ્યા શેઠને આ વાતની ખબર પડી તેઓ ઝીણાભાઇ પાસે આવ્યા ઝીણાભાઈએ કહ્યું વાંક દુલર્ભજીનો છે તેને પ્રશ્નોના જવાબ નહોતા ફરી હાથ પણ પાછો ખેંચી લીધો આ શેઠે તેમની આ વાત માની અને શિક્ષકને પણ ઠપકો આપ્યો નહીં.


તેઓ ક્યારે ચોરી કરતા નહીં જો કોઈ મારવાની બીકે ચોરી કરવાનું કહે તો તેઓ કહેતાં તમે કરો ને મારું ખોટું હશે તો તમારું ખોટું પડશે ઝીણાભાઈ છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ઝીણાભાઈની પ્રશંસા કરતા નારણભાઈ ઉમેદભાઈ કહેતા કે ઝીણાને પૂછવાની જરૂર નથી કે તે કેવો હોશિયાર છે લેખાચુંકી આવડે છે તમારા કેટલી બધી ભૂલ પડે છે તમે એના જેવા થાવ.

મોતીભાઈ કડક હતા પણ ઝીણાભાઈ ઉપર તેમને પ્રીતિ હતી. મોતીભાઈ જો વર્ગના વિદ્યાર્થીઓને ન આવડે તો ખજુરીની સોટી મારતા માટે ઝીણાભાઈ પોતાના સાથેના મિત્રોને કહેતા કે હાલો હાલો આંક પાકા કરી લો નહી તો મોતીભાઈ ચામડું ફાડી નાખશે ઝીણાભાઈ ને ભણવામાં અને ભજનમાં રૂચી હતી. 

રમવાનો શોખ ન હતો પરંતુ મિત્રો ક્યારેક ખોખો રમવા પરાણે લઈ જતા શુક્રવારે ઉજવણીમાં ઝીણાભાઈ દાળીયા અથવા પેડા લઈ જતા અભ્યાસમાં જેનો આગળ નંબર આવે તેને ઝીણાભાઈ રાજી થઈને હેતથી થાપો મારતા અને વખાણ કરતા ધારીથી એક મિનિટ દૂર આંબાવાડી અમે સુંદર જગ્યા હતી ત્યાં શિક્ષકો કોઈક વાર ઉજાણીએ લઈ જતા ત્યારે બાળકો હરે ફરે અને આનંદ કરે અને ખાવાનો વખત થાય ત્યારે પોતાનું ભાથું લઈને બેસે ત્યારે ઝીણાભાઈ પોતાની સાથે શ્રીજી મહારાજ તથા સ્વામીના વસ્ત્રો ઉપર છાપની પ્રતિમા લાવ્યા હોય તે ગોઠવે પોતાનું ભાતું પ્રેમપૂર્વક ધરાવે. બાળકો પણ આ જોઈને નવાઈ પામીને પોતાનું ભાથું ઝીણાભાઈ ને આપી અને ઠાકોરજીને ધરવાનું કહે ઝીણાભાઈ તેમ કરતા.શિક્ષકો પણ આ જોઈને આશ્ચર્ય પામતા અને કહેતા કે આ બાળકમાં જુદા જ સદગુણો છે જેનો આગળ જતાં મોટો ભક્ત બનશે ગામ લોકો તેમને ભગત ના નામથી જ ઓળખતા.

ઝીણાભાઈ  છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે વાગે વૃંદાવન વૃંદાવનમાં વાંસળી તે કવિતા અભ્યાસમાં આવતી તેનો રાગ દુર્ગાશંકર ને આવડતો ઝીણાભાઈ  એ દુર્ગાશંકર પાસેથી આ રાગ શીખ્યા હતા.

જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે વાતચીત કરીને ગપ્પા મારતા ત્યારે તેઓ એક બાજુ બેસીને ભજન કરતા આ જોઈને હેડ માસ્ટર નારાયણભાઈ કહેતા  ભવિષ્યમાં મોટો ભગત થશે ત્યારે વિદ્યાર્થીઓ એમ પણ કહેતા કે એ સાધુ મહારાજ પછી અમારી સામું જોશો કે નહીં.

છઠ્ઠા ધોરણની પરીક્ષા હતી નારાયણભાઈ માસ્તર ની સૂચના પ્રમાણે ઝીણાભાઈ ભૂમિતિના પ્રમેય મોઢે કર્યા હતા તે પરીક્ષા પ્રમેયમાં તે પણ તે પ્રમાણે પરીક્ષામાં પુછાયા હતા. મણિશંકર ધારશંકર નામનો એક વિદ્યાર્થી હતો તેને દુર્ગાશંકર ને પ્રમેય ના સિદ્ધાંતની નકલ કરવા કાગળિયો આવ્યો ઇન્સ્પેક્ટર તે જોઈ ગયા મણિશંકર સાકર ચાવે તેમ કાગળ ચાવી ગયો શિક્ષકો તેને બોલ્યા આ વાતની જાણ ઝીણાભાઈને થતા સ્વામિનારાયણ બોલવા લાગ્યા તે વખતે ઇન્સ્પેક્ટર કાનજીભાઈ પુરુષોત્તમ હતા તેમણે દુર્ગાશંકર અને મણિશંકર અને જુદા બેસાડ્યા અને નારણભાઈ પાસેના વિદ્યાર્થી ઝીણાભાઈ  વિશે પૂછ્યું ત્યારે નારણભાઈ ઝીણાભાઈ સામે જોઈને બોલ્યા આ છોકરો ચોરી કરે તેવો નથી ભણવામાં હોશિયાર અને પ્રમાણિક છે તેથી ઇન્સ્પેક્ટર બાજુમાં ચાલ્યા ગયા બહાર આવ્યા પછી દુર્ગા દુર્ગાશંકર ઝીણાભાઈ ને ધમકાવ્યા એટલામાં  હેડ માસ્ટર નારાયણભાઈ ત્યાંથી પસાર થતા હતા તેમને પૂછ્યું એ કોણ ભગતને પજવે છે એટલામાં દુર્ગાશંકર અને મણિશંકર ત્યાંથી ભાગી ગયા.

 ઝીણાભાઈ બગસરાનું જાડુ ફાળિયું ચાર છેડે પહેરતા, પહોળો પાનકોર નો કોટ, માથે કપડાની ટોપી, પગમાં દેશી જોડા કેડ પર જાડી દોરી કે દોરી નો ટુકડો બાંધતાજેથી જાડી પછેડી ખસી ન જાય.

જ્યારે આરામનો સમય વિદ્યાર્થીઓ રમતા ત્યારે પોતે એક ખૂણે શાંતિથી બેસી રહેતા અને આકાશની પેલી તરફ જોયા કરતા આ જોડે શિક્ષકો કહેતા કે જેનો આ વૈરાગ્ય પાળેછે અને બધાથી ઉદાસ રહે છે સાધુ બની જાને ત્યારે ઝીણાભાઈ કહેતા કે હા તેવો જ વિચાર રાખ્યો છે




0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...