બ્રહ્મવિદ્યા ના અમૂલ્ય ગ્રંથો : પ્રકરણ ૧ - બ્રહ્મવિદ્યા

 

અનેકવિધ વિદ્યા માટે મનુષ્ય બુદ્ધિની ક્ષમતા .

અન્ય જીવજંતુઓ કરતા મનુષ્યની બુદ્ધિ વધુ સારી છે.

મનુષ્ય વિચારી શકે છે મનુષ્ય બદલાતો રહે છે.

મનુષ્ય વિચારશીલ અને વિકાસશીલ બુદ્ધિ ધરાવે છે.

ઘણી બધી વિદ્યાઓ છે અધ્યાત્મવિદ્યા તે શ્રેષ્ઠ છે અંતિમ લક્ષ્ય માટે બ્રહ્મવિદ્યા મહત્વની છે.

સ્વામીની વાતમાં પણ ઉલ્લેખ છે.

વિદ્યા ઘણી છે પણ ભણવા જેવી બ્રહ્મવિદ્યા છે અને એમાં માલ છે અને અંતિમ વિદ્યા વગર છૂટકો નથી.

 બ્રહ્મવિદ્યાનું તાત્પર્ય જેના વડે અક્ષર અને પુરુષોત્તમ નું યથાર્થતા જ્ઞાન થાય તેને બ્રહ્મવિદ્યા કહેવાય.

- મુંડક ઉપનિષદ 

ભગવાન સ્વામિનારાયણના ગઢડા મધ્ય ના ત્રણ માં "  ઉપનિષદો દ્વારા નિરુપિત વિદ્યાને બ્રહ્મજ્ઞાન કીધું છે."

બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મવિદ્યા ફક્ત તત્વજ્ઞાન નથી, ધર્મશાસ્ત્ર નથી, નીતિશાસ્ત્ર નથી, ક્રિયાકાંડ નથી બ્રહ્મવિદ્યા આત્મા પરમાત્માના યથાર્થ જ્ઞાનનો અધ્યાત્મક પથ છે.


પ્રમુખસ્વામી મહારાજ કહેતા બ્રહ્મવિદ્યા એટલે પ્રગટ બ્રહ્મને ઓળખીને એમને પોતાનું સ્વરૂપ માનવું એમના ભાવને પામવું.

બ્રહ્મવિદ્યાની મહત્તા અને આવશ્યકતા

સમસ્યાના સમાધાન માટે માનવ સુધારા વધારા કરતો રહે છે પરંતુ સમસ્યાઓની બાદબાકી કે ભાગાકાર થતા નથી પરંતુ સરવાળા અને ગુણાકાર વધતા જાય છે.

દુઃખને દૂર કરવા માટે અને શાશ્વત શાંતિને પામવા માટે મનુષ્ય કરેલા પ્રયત્નો નિષ્ફળ જાય છે તેનું કારણ ખોટી દિશા છે.

મનુષ્યના અનંત દુઃખોનું કારણ કામ,લોભ,સ્વાદમાં છે આ માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે ગઢડા મધ્યનું 51 ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ સુખિયો રહે નહીં અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે અંતે આ દ્રવ્યાદીનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠ્યાં ઉઠયાની વાસના તથા રસને વિશે જીહવાની આશક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય આ છ વાના હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખી થવું હોય તેને એવા સ્વભાવ ટાળવા.

પરંતુ તેવું થાય કેવી રીતે?
તે માટે મુંડક ઉપનિષદમાં કહ્યું છે આત્મા પરમાત્માનું સાક્ષાત દર્શન થતા હૃદય ગ્રંથિ ભેદાઈ જાય છે સર્વ સંશયો નાશ પામે છે અને સર્વ કર્મો ક્ષીણ થઈ જાય છે.

ભગવાન સ્વામિનારાયણને વચનામૃત મધ્ય ના 13 માં કહ્યું છે અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી તે તો સ્વતંત્ર થાય છે .

બ્રહ્મવિદ્યાનો મહિમા ખૂબ ગવાયો છે  મુંડક ઉપનિષદમાં કહેવાયું છે શું જાણવાથી બધું જાણી શકાય છે?

અપરાવિદ્યાથી શાંતિ પ્રાપ્ત થતી નથી શાંતિ પરાવિદ્યાથી પ્રાપ્ત થાય છે બધા વિષયમાં નીપુણતા પ્રાપ્ત કરવી તે પણ અપરાવિદ્યા છે.

શાળાઓમાં કોલેજમાં જે ભણાવવામાં આવે છે તેવા વિદ્યા છે જીવનના બધા પ્રશ્નોનું કાયમી ઉકેલ તેનાથી આવતો નથી માટે સાચી વિદ્યા એ બ્રહ્મવિદ્યા છે એ જ પરા વિદ્યા છે એ જ અધ્યાત્મ વિદ્યા.

કેટલાકને અધ્યાત્મક તરફ વળવું નથી પરંતુ પૂર્ણ અમરત્વ,જ્ઞાન,શક્તિ,સ્વતંત્રતા,પ્રેમ,સૌંદર્ય અને શાંતિ જોઈએ છે એ કેવી રીતે શક્ય બની શકે મનોરંજન ના બધા જ સાધનો ભૌતિક સાધનો અને લૌકિક ઉપાયો મનુષ્યના સુખને દૂર કરી શકતો નથી તેનાથી મનુષ્ય આંતરિક ખાલીપો અને અજંપો અનુભવે છે આ માટે તેના સમાધાન માટે તેને અધ્યાત્મનો આશરો લેવો પડશે.

શ્વેતા શ્વેતર ઉપનિષદ જ્યારે મનુષ્ય આકાશને ચામડાથી લપેટી શકશે ત્યારે પરમેશ્વરને પામ્યા વિના દુઃખનો અંત થશે.

શુક્લ  યજુર્વેદ તેને જાણીને જ મૃત્યુથી પર થઈ શકાય છે તે સિવાય મુક્તિ નો બીજો કોઈ માર્ગ નથી.

વચનામૃત અંત્ય 27 આત્માને સુખનો અનુભવ અને આનંદ થાય છે તેઓ એનો કેવળ વાતે કરીને થતો નથી અને તેની વાર્તા સાંભળીને મનન અને નિધિધ્યાસ કરે તો સાક્ષાત્કાર થાય અને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કરીને જેવો એ બે નો અનુભવ આનંદ થાય તેવો જ થાય છે માટે વાર્તા સાંભળીને એનું મનન અને નિધિધ્યાસ કરો.



 પ્રમુખસ્વામી મહારાજ કહેતા બ્રહ્મવિદ્યા સિદ્ધ થાય તો બધા પ્રશ્નો અને દુઃખોનો કાયમી અંત આવી જાય સૌ આત્મારૂપે દેખાય દરેકમાં ભગવાન દેખાય દરેક પ્રત્યે સમભાવ રહે કોઈનું અહિત કરવાનો કે કોઈને દુઃખી કરવાનો વિચાર ન આવે પોતાના આત્માનું કલ્યાણ થાય અને પરમ શાંતિનો અનુભવ થાય.



હવે પછીના લેખમાં વચનામૃત અને સ્વામીની વાતો આ બે ગ્રંથો બ્રહ્મવિદ્યાન અમૂલ્ય ગ્રંથો કેવી રીતે છે? તે જાણીશું




0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...