કિશોર સત્સંગ પરિચય -પ્રકરણ-2 - કીર્તન
હે હરિ હરિ પ્રભુ કરુણા કરી,
નરનારી ઉગારવાને નરતનુ ધરી... ꠶ટેક
અક્ષરધામી છો બહુનામી, સ્વતંત્ર સર્વાધાર;
કળિમળ બળ જે પ્રબળ થયો, હરિ તેના છો હરનાર... ꠶૧
અસુર અધર્મી મહા કુકર્મી, દેતા જનને દુઃખ;
મૂળથી તેનાં કુળ ઉખાડી, સંતને દીધાં સુખ... ꠶૨
વાદી હરાવ્યા બંધ કરાવ્યા, હિંસામય બહુ યાગ;
દારૂ માટી ચોરી અવેરી, તેહ કરાવ્યાં ત્યાગ... ꠶૩
પાજ ધર્મની આજ શું બાંધી, લીધી અરિની લાજ;
ધન ત્રિય ત્યાગી સાધુ કીધા, સર્વોપરી મહારાજ... ꠶૪
વિશ્વવિહારી અજ અવિકારી, અવતારી અલબેલ;
કલ્પતરુ છો સુખ દેવામાં છોગાળા રંગછેલ... ꠶૫
0 comments