કિશોર સત્સંગ પ્રારંભ -પ્રકરણ-3 - પ્રાર્થના

 શ્રીહરિ જય જય જય જયકારી... ꠶ટેક

અક્ષરધામના ધામી તમે છો, પુરુષોત્તમ પરબ્રહ્મ હરિ છો;

 ભક્તજનોના ભવભયહારી... શ્રીહરિ꠶ ૧

પ્રગટ હરિ ગુરુ દર્શન આપો, પ્રભુ તવ નામના જપીએ જાપો;

 તવ મૂરતિ નિત્ય હૃદયે ધારી... શ્રીહરિ꠶ ૨

સદ્‍બુદ્ધિ સદ્‍ગુણ પ્રભુ આપો, અભય કર મુજ શિર પર સ્થાપો;

 વિઘ્ન સકળને સદ્ય વિદારી... શ્રીહરિ꠶ ૩

શાસ્ત્રી મહારાજના ગુણ નિત્ય ગાવું, યોગીજી મહારાજના ગુણ નિત્ય ગાવું,

 પ્રમુખસ્વામીના ગુણ નિત્ય ગાવું,
મહંતસ્વામીના ગુણ નિત્ય ગાવું, તવ ચરણોમાં શિશ નમાવું;

 આશિષ વચન દ્યો આનંદકારી... શ્રીહરિ꠶ ૪

0 comments

પ્રાજ્ઞ - 3 (પ્રશ્નપત્ર - ૧) - વચનામૃતના ૧ થી ૫ અવતરણો - -મોબાઇલ ગેમ

   પ્રાજ્ઞ - 3 (પ્રશ્નપત્ર - ૧) - વચનામૃતના ૧ થી ૫ અવતરણો મુખપાઠ કરીએ.