અક્ષરબ્રહ્મ સત્ર પાંચમા દિવસની સમરી

 


અક્ષરબ્રહ્મ સત્ર ત્રીજા દિવસની સમરી

શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષો દ્વારા અંત સમયે પોતાના ભક્તને ધામમાં લઇ જવા

પ્રથમ પગલું - વિચાર 

શ્રીજી મહારાજ અંત કાળે તેડવા આવ્યા 
ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આવા પ્રસંગો લખ્યા છે.
અમદાવાદના પ્રાણ વલ્લ્ભભાઇ મરકીના રોગમાં ધામમાં પધાર્યા.મહારાજ પાછા મોકલવા વિંનતી કરી પછી પાછા દેહમાં આવ્યા અને બધાને કહ્યું મને શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે તમે સ્વામિનારાયણનું ભજન કરોતો તમને પણ મહારાજ તેડવા આવશે પછી તેમને ધૂન કરી અને ધામમાં પધાર્યા.

પૂર્વે ભગવાન બે ત્રણને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે અને આજ તો ઘરો ઘર ભગવાન તેડવા આવે છે - સ્વામીની વાતો (2/169)

                         પ્રમુખસ્વામી મહારાજ અંત કાળે તેડવા આવ્યા

હિંમતનગરના પ્રભુદાસભાઇ મોદી 
તા.૭-૩-૨૦૦૦માં પ્રમુખસ્વામી મહારાજ અચાનક હિમતનગર આવ્યા અને તેમને ત્યાં પધાર્યા.
બધાએ બાપાને ધામમાં લઇ જવા વિંનતી કરી.તા.૩૦-૩-૨૦૦૦ બાપા એ દિવ્ય દેહે દર્શન આપ્યા અને કહ્યું કે ૩૧-૦૩-૨૦૦૦ના અગિયારસના શુક્રવારે ૫ વાગે અમે લેવા આવશું.
તેમના મિત્ર પ્રભુભાઈને શ્રીજી મહારાજનાં દર્શન થયા કે મહારાજ માણકી ઘોડી ઉપર તેડવા આવ્યા છે.પ્રભુ ભાઈ પણ બોલ્યા કે મહારાજ માણકી  લઈને આવ્યા છે.


અમેરિકા એલેનટાઉનના અકુભાઈના માતા
૧૯૯૪ મા બીમાર થયા.કેન્સર હતું પણ બાપાએ કહ્યું કે હજુ ૫ વર્ષ પછી સેવા આપશે.૫ વર્ષ પછી ફરીથી કેન્સર ડિટેકટ થયું ફરીથી બાપાને કહ્યું કે બા નું કેન્સર રેપિડલી વધે છે.તમને વહુ અને તે વાંચતા હતા ત્યારે ભાલની બીબડીનો પ્રસંગ આવ્યો ત્યારે વાત થઇ મહારાજ તેડવા આવતા હશે?સાસુએ વહુને કહ્યું કે બાપા આવશે તો એમને કહીસ તમને દર્શન આપે.તેમના વહુ સ્વામિનારાયણ મંત્ર લખતા હતા ત્યારે તેમને બાપાના દર્શન થયા ૧૫ મિનિટ સુધી દર્શન થયા અને તેઓ ધામમાં પધાર્યા.


ખલપુભાઈ હળવી-ધરમપુર 

આદિવાસી વિસ્તાર ના ખલકુ ભાઈ ને વ્યસન મુક્ત કર્યા અને દિવસ પેહલા બાપાના દર્શન થયા અને બાપા  કહુયું હતું દિવસ માં લેવા આવીશ.અને ખરેખર બાપા તેમને અંત કાળે લેવા આવ્યા.

દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા અહીં,

મોટો લ્હાવો લઇ કરી થઇ બેઠા છો સુખીયા કરી

મુંબઈના હરેશભાઇ ધોરાજીયા 

૨૦૦૨ માં કેન્સર ડિટેકટ થતા પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા થી ઓપેરેશન કર્યું. વર્ષ પછી ફરી થી શારીરિક તકલીફ વધતા, બાપા જોડે વાત થઇ પછી બાપાઍ કહ્યું કે તમારે કોઈ સર્જરી કરવાની જરૂર નથી ફૂલડોલ માં આવો તમારા અક્ષરધામ ના દ્વાર ખુલી ગયા છે.ફુલદોલમાં તેઓ આવ્યા બાપા એ તેમને રંગ્યાં અને કાનમાં કહ્યું કે  આવતા સોમવારે સાંજે ૪ વાગે શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ તમને તેડવા આવશે. ૧૫ માર્ચ ના રોજ  સોમવાર સણજે વાગે ધામ માં ગયા.


અસલાલી ના પ્રવીણભાઈના પત્ની રેખાબેન
તેમને  કેન્સર થતા બાપા અય આશીર્વાદ આપ્યા કે તે અને સંતો તેમને લેવા આવશે.તેમને પ્રમુખસ્વામી મહારાજે ૧૪ ફેબ્રુઆરીનાં દર્શન આપીને કહ્યું ૪ માર્ચ ૨૦૦૪ના રોજ તમને સંતો સહીત આવીને સવારે ૯ વાગે લઇ જઇશું.ધામમાં ગયા પછી આખા ગામ માં સાકાર ના પેકેટ વેચ્યા હતા.તે સાકરના પેકેટ તેમને જાતે બનાવ્યા.

 મહંતસ્વામી મહારાજ અંત કાળે તેડવા આવ્યા
દિલ્હીના નૈનેશભાઈ મહેતાના માતૃશ્રી
તેમના માટે મહંત સ્વામી મહારાજ બોલ્યા હતા કે ધામમાં લઇ જઇશું.૧૧ ઓગસ્ટ માતા એ તેમને કહ્યું કે તેમને ૩ દિવસ પછી મહંત સ્વામી મહારાજ ધામમાં લઇ જશે. આગલા દિવસે કહ્યું કાલે હું ધામમાં જઈશ.અને આરતી પછી તેઓ માતાને ઉઠાડવા ગયા ત્યારે તેમને જય સ્વામિનારાયણ કહ્યું અને 
૧૪ ઓગસ્ટના દિવસે ધામમાં પધાર્યા.

મુંબઈના હરિકાકા

હરિકાકાને દીકરાની દીકરીના લગ્ન બાદ ૧૦મે દિવસે લેવા આવીશું. મહારાજ,મહંતસ્વામી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ અંત સમયે લેવા આવ્યા.તેમને તેમના દીકરાને કહ્યું કે મહારાજ સ્વામી આવ્યા છે મારે આરતી ઉતારવી છે તો આરતી લાવો પછી આરતી ઉતારી અને ૬ વાગે ધામમાં ગયા.

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

પ્રમુખસ્વામી મહારાજના વચનો

  • ભગવાનને શરણે આવ્યા છે બધા ને અક્ષરધામ લઇ જશે. 

  • મહારાજના સ્વરૂપની નિષ્ઠા અને દ્રઢતા થશે તો મહારાજ ધામમાં લઇ જશે.

મહંતસ્વામી મહારાજના વચનો

  • મહારાજ સ્વામી અને ગુણાતિત ગુરુ માં જોડાયા છો એટલે નિશ્ચિત રેહજો તમારો મોક્ષ પાકો છે.

  • આજ છેલ્લો જન્મ તે વાસ્તવિકતા

વિશ્વા : બ્રહ્મરૂપ કરશે જ

પગલું -૩ કૃતાર્થપણું - નિષ્કુળાનંદસ્વામીના કીર્તન દ્વારા

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર ધર્મદુલારો... ꠶ટેક

કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બૂડતાં બાંય ગ્રહી લીધી... ꠶ ૧

મુજ પર અઢળક રે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠાં મળિયા... ꠶ ૨

મન દૃઢ કરિયું રે હો મોરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી... ꠶ ૩

આનંદ ઉરમાં રે હો ભારી, શિર પર ગાજે ગિરિવર ધારી... ꠶ ૪

નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી... ꠶ ૫


પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો. 

0 comments

અક્ષરબ્રહ્મ સત્ર સાતમા દિવસની સમરી - સનાતન સિદ્ધાંત

અક્ષરબ્રહ્મ સત્ર સાતમા દિવસની સમરી -  સનાતન સિદ્ધાંત પ્રથમ પગલું - વિચાર  અક્ષરપુરૂષોતતાં દર્શન નો વિશેષ અનુભવ ભદ્રેશસ્વામીને :  શાસ્ત્રોના ...