કિશોર સત્સંગ પ્રવેશ

 પ્રકરણ - 4

                                                                                પદ - ૧

સંત સમાગમ કીજે, હો નિશદિન... ꠶ટેક

માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે... હો꠶ ૧

અંતર કપટ મેટકે અપના, લે ઉનકું મન દીજે... હો꠶ ૨

ભવદુઃખ ટળે બળે સબ દુષ્ક્રીત, સબવિધિ કારજ સીજે... હો꠶ ૩

બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફલ કરી લીજે... હો꠶ ૪

પદ - ૨

સંત પરમ હિતકારી, જગત માંહી... ꠶ટેક

પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી... જગત꠶ ૧

પરમકૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખહારી... જગત꠶ ૨

ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી, રીત જગતસે ન્યારી... જગત꠶ ૩

બ્રહ્માનંદ કહે સંતકી સોબત, મિલત હૈ પ્રગટ મોરારી... જગત꠶ ૪


 પ્રકરણ - 5

ધૂન્ય

રામકૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ!

હરે રામ ગોવિંદ, જય જય ગોવિંદ! ૧

નારાયણ હરે, સ્વામિનારાયણ હરે!

સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે! ૨

કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે!

જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે! ૩

વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે!

જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે! ૪

વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ!

જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ! ૫

રાધે ગોવિંદ, જય રાધે ગોવિંદ!

વૃંદાવનચંદ્ર, જય રાધે ગોવિંદ! ૬

માધવ મુકુંદ, જય માધવ મુકુંદ!

આનંદકંદ, જય માધવ મુકુંદ! ૭

સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!

સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!


 પ્રકરણ - 6


શ્રી સ્વામિનારાયણાષ્ટક 

અનન્તકોટીન્દુરવિપ્રકાશે ધામ્ન્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ।

સાર્ધં સ્થિતં મુક્તગણાવૃતં ચ શ્રીસ્વામિનારાયણમાનમામિ॥ ૧॥

બ્રહ્માદિસમ્પ્રાર્થનયા પૃથિવ્યાં જાતં સમુક્તં ચ સહાક્ષરં ચ।

સર્વાવતારેષ્વવતારિણં ત્વાં શ્રીસ્વામિનારાયણમાનમામિ॥ ૨॥

દુષ્પ્રાપ્યમન્યૈઃ કઠિનૈરુપાયૈઃ સમાધિસૌખ્યં હઠયોગમુખ્યૈઃ।

નિજાશ્રિતેભ્યો દદતં દયાલું શ્રીસ્વામિનારાયણમાનમામિ॥ ૩॥

લોકોત્તરૈ ર્ભક્તજનાંશ્ચરિત્રૈ-રાહ્‌લાદયન્તં ચ ભુવિ ભ્રમન્તમ્।

યજ્ઞાંશ્ચ તન્વાનમપારસત્ત્વં શ્રીસ્વામિનારાયણમાનમામિ॥ ૪॥

એકાન્તિકં સ્થાપયિતું ધરાયાં ધર્મં પ્રકુર્વન્તમમૂલ્યવાર્તાઃ।

વચઃસુધાશ્ચ પ્રકિરન્તમૂર્વ્યાં શ્રીસ્વામિનારાયણમાનમામિ॥ ૫॥

વિશ્વેશભક્તિં સુકરાં વિધાતું બૃહન્તિ રમ્યાણિ મહીતલેઽસ્મિન્।

દેવાલયાન્યાશુ વિનિર્મિમાણં શ્રીસ્વામિનારાયણમાનમામિ॥ ૬॥

વિનાશકં સંસૃતિબન્ધનાનાં મનુષ્યકલ્યાણકરં મહિષ્ઠમ્।

પ્રવર્તયન્તં ભુવિ સમ્પ્રદાયં શ્રીસ્વામિનારાયણમાનમામિ॥ ૭॥

સદૈવ સારંગપુરસ્ય રમ્યે સુમન્દિરે હ્યક્ષરધામતુલ્યે।

સહાક્ષરં મુક્તયુતં વસન્તં શ્રીસ્વામિનારાયણમાનમામિ॥ ૮॥


 પ્રકરણ - 7

પ્રાર્થના

નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ;

માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ. ૧

મોહિમેં તવ ભક્તપનો, તામેં કોઈ પ્રકાર;

દોષ ન રહે કોઈ જાતકો, સુનિયો ધર્મકુમાર. ૨

તુમ્હારો તવ હરિભક્તકો, દ્રોહ કબુ નહિ હોય;

એકાંતિક તવ દાસકો, દીજે સમાગમ મોય. ૩

નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ;

એહી માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ. ૪

હે કૃપાલો! હે ભક્તપતે! ભક્તવત્સલ! સુનો બાત;

દયાસિંધો! સ્તવન કરી, માગું વસ્તુ સાત. ૫

સહજાનંદ મહારાજ કે, સબ સત્સંગી સુજાણ;

તાકું હોય દ્રઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ. ૬

સો પત્રીમેં અતિ બડે, નિયમ એકાદશ જોય;

તાકી વિગતિ કહત હું, સુનિયો સબ ચિત્ત પ્રોય. ૭

હિંસા ન કરની જન્તુકી, પરત્રિયા સંગકો ત્યાગ;

માંસ ન ખાવત મદ્યકું, પીવત નહીં બડભાગ્ય. ૮

વિધવાકું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત;

ચોરી ન કરની કાહુંકી, કલંક ન કોઈકું લગાત. ૯

નિંદત નહિ કોય દેવકું, બિન ખપતો નહિ ખાત;

વિમુખ જીવકે વદનસે, કથા સુની નહિ જાત. ૧૦

એહી (વિધિ) ધર્મકે નિયમમેં, બરતો સબ હરિદાસ;

ભજો શ્રી સહજાનંદપદ, છોડી ઔર સબ આસ. ૧૧

રહી એકદશ નિયમમેં, કરો શ્રીહરિપદ પ્રીત;

પ્રેમાનંદ કહે ધામમેં, જાઓ નિઃશંક જગ જીત. ૧૨


 પ્રકરણ - 13


વંદન કરીએ પ્રભુ ભાવ ધરી, સ્વામિનારાયણ શ્રી સહજાનંદજી... ꠶ટેક

આપ પ્રભુ છો ધામના ધામી, બળવંતા બહુનામી હરિ... વંદન꠶ ૧

જીવ અનંતના મોક્ષને અર્થે, અનાદિ અક્ષર સાથ લઈ... વંદન꠶ ૨

પુરુષોત્તમ નારાયણ પોતે, પ્રગટ્યા માનવ દેહ ધરી... વંદન꠶ ૩

સ્વામી ગુણાતીત અનાદિ અક્ષર, પુરુષોત્તમ સહજાનંદજી... વંદન꠶ ૪

યજ્ઞપુરુષમાં અખંડ રહીને, જ્ઞાનજીવનમાં અખંડ રહીને,

નારાયણસ્વરૂપમાં અખંડ રહીને, ઉપાસના શુદ્ધ પ્રગટ કરી... વંદન꠶ ૫

ભક્તિ એ જ અમારું જીવન, સેવા એ જ અમારું જીવન,

 દેજો રોમે રોમ ભરી... વંદન꠶ ૬

હે ભક્તવત્સલ કરુણાસાગર, વિનંતી કરું કર જોડી હરિ... વંદન꠶ ૭

હેતુ રહિત ભક્તિ તવ ચરણે, દેજો તન મન ધનથી હરિ... વંદન꠶ ૮


 પ્રકરણ - 25


સ્નેહભર્યાં નયણે નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને;

 અમીમય દૃષ્ટિએ નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને... ꠶ટેક

છપૈયાપુરમાં વા’લો આપે પ્રગટ થયા,

 ધર્મભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા,

સંતોને આનંદ ઉપજાવતા હો,

 વંદન આનંદ ઘનશ્યામને... સ્નેહભર્યાં નયણે꠶ ૧

બાળ ચરિત્ર કરી આપે વન વિચર્યા,

 તીર્થોમાંહી ફરી જીવો પાવન કર્યા,

નીલકંઠ નામ ધરાવતા હો,

 વંદન આનંદ ઘનશ્યામને... સ્નેહભર્યાં નયણે꠶ ૨

વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા,

 બ્રહ્મરૂપ તેજ ધરી મોટા જોગી થયા,

નિજ સ્વરૂપ સમજાવતા હો,

 વંદન આનંદ ઘનશ્યામને... સ્નેહભર્યાં નયણે꠶ ૩

લોજપુર ધામ રહી સરજૂદાસ કા’વિયા,

 સર્વોપરી જ્ઞાન કહી સંતોને રિઝાવિયા,

મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો,

 વંદન આનંદ ઘનશ્યામને... સ્નેહભર્યાં નયણે꠶ ૪

0 comments

અક્ષરબ્રહ્મ સત્ર અગિયારમા દિવસની સમરી

અક્ષરબ્રહ્મ સત્ર અગિયારમા  દિવસની સમરી  પ્રથમ પગલું - વિચાર  પૂજ્ય  શ્રુતિપ્રિય સ્વામી બોચાસણથી સારંગપુર રસ્તામાં શ્રુતિપ્રિય સ્વામીને હરિભક...