સહજાનંદ ચરિત્ર 1 (ઉપઅધ્યાય 6 – 10)
✅ કોણ બોલે છે કોને કહે છે?
“ભટ્ટજી! ચાલો ગઢડે. અન્નકૂટનો ઉત્સવ તમને કરાવીએ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“મહારાજ! આ વર્ષે માંડ બાજરાનો પાક સારો થયો છે અને તે વાઢવાનો બાકી છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“પણ તમારે આ પાપ ન કરવું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“અમે તમારી જવાબદારી લઈએ છીએ તો શું તમારી દીકરીઓ માટે સારા છોકરા પૂરા નહીં પાડી શકીએ?” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
મહારાજે જન્માષ્ટમીનો સમૈયો _______ માં કરવાનું નક્કી કર્યું.
પર્વતભાઈએ _______ ખુલ્લા મૂકી દીધા.
મહારાજે _______ ને ગઢડે આવવાનું કહ્યું.
મહારાજે સંતો અને હરિભક્તો સાથે _______ લણ્યો.
દીકરીને જન્મતાંવેંત મારી નાખવાનો રિવાજ _______ તરીકે ઓળખાતો હતો.
મહારાજ બંધિયા ગામમાં _______ હતા.
✅ ટૂંકનોંધ
મયારામ ભટ્ટને બાજરો લણાવવામાં મહારાજની સહાય
જન્માષ્ટમીનો અગતરાઈ સમૈયો
દૂધપીતી પ્રથા
બાળહત્યા બંધ કરાવવામાં મહારાજનો ઉપદેશ
ક્ષત્રિયોને મહારાજે આપેલી ધીરજ
✅ એક વાક્યમાં જવાબ
મહારાજ જન્માષ્ટમીનો સમૈયો કરવા ક્યાં પધાર્યા?
મહારાજ કોને ઘેર ઊતર્યા?
મયારામ ભટ્ટને શેની ચિંતા હતી?
મહારાજ કેટલા માણસોનો સંઘ લઈને ખેતરે ગયા?
ભાદરાથી કોણ આવ્યા હતા?
દૂધપીતી કયો કુરિવાજ હતો?
કયા સમાજમાં દૂધપીતી પ્રથા પ્રચલિત હતી?
મહારાજે દૂધપીતી વિશે કેટલા પ્રકારનાં પાપ જણાવ્યાં?
ક્ષત્રિયોએ કઈ મુશ્કેલી રજૂ કરી?
મહારાજે ક્ષત્રિયોને શું લેવા કહ્યું?
✅ કારણો
મયારામ ભટ્ટ ગઢડે જતાં ખચકાતા હતા.
મહારાજ મયારામ ભટ્ટના ખેતરે ગયા.
ક્ષત્રિયો દીકરીને દૂધપીતી કરતા હતા.
ક્ષત્રિય સમાજ ખળભળી ઊઠ્યો.
ક્ષત્રિયોને મહારાજના શબ્દોમાં શ્રદ્ધા બેઠી.
મહારાજે દૂધપીતી પ્રથા બંધ કરાવી.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“સ્ત્રીએ સતી થવું એ આત્મહત્યા કરવા જેવું પાપ છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“મહારાજ! અમને ગાળ દે, મારે, લૂંટે, કંઠી-જનોઈ-પૂજા તોડી નાખે, એ બધું સહન કરીએ છીએ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“ચાલો, આજે તમને એવો વેશ આપું કે જેથી તમને કોઈ ઓળખી શકે નહીં.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
મહારાજે _______ પ્રથા તદ્દન નાબૂદ કરી.
વિધવા સ્ત્રીઓને મહારાજે _______ એવું આદરપૂર્ણ બિરુદ આપ્યું.
ધોરાજીમાં મહારાજે _______ સુદ પૂનમનો ઉત્સવ કર્યો.
મહારાજે એકી સાથે _______ સંતોને શિખાસૂત્રનો ત્યાગ કરાવ્યો.
મહારાજે પરમહંસોને _______ પણે વિચરવાની આજ્ઞા કરી.
મહારાજે પરમહંસોને _______ દીક્ષા આપી.
✅ ટૂંકનોંધ
સતીપ્રથાની નાબૂદી
વિધવા સ્ત્રીઓ પ્રત્યે મહારાજનો અભિગમ
ધોરાજીનો ફાગણ પૂનમ ઉત્સવ
પરમહંસ દીક્ષા પ્રસંગ
પરમહંસોની કસોટી
✅ એક વાક્યમાં જવાબ
સતીપ્રથા કયા પ્રદેશોમાં વધુ પ્રચલિત હતી?
મહારાજે કઈ પ્રથા સામે જેહાદ જગાડી?
મહારાજે સતીપ્રથા કેવી રીતે બંધ કરાવી?
વિધવા સ્ત્રીઓને શું કહેવામાં આવતું હતું?
મહારાજે તેમને શું બિરુદ આપ્યું?
ધોરાજીમાં કયો ઉત્સવ ઉજવાયો?
સુરતના હરિભક્તોએ મહારાજને શું પહેરાવ્યું?
સંતોએ મહારાજને શાની ફરિયાદ કરી?
મહારાજે કેટલા સંતોને પરમહંસ દીક્ષા આપી?
મહારાજે પરમહંસોને કઈ આજ્ઞા કરી?
પરમહંસોની કસોટી માટે મહારાજે શું કર્યું?
✅ કારણો
મહારાજે સતીપ્રથાનું ખંડન કર્યું.
સતી થવું આત્મહત્યા સમાન માનવામાં આવ્યું.
વિધવા સ્ત્રીઓને “સાંખ્યયોગી બાઈઓ” બિરુદ આપવામાં આવ્યું.
સંતોએ મહારાજને દુઃખની વાત કરી.
મહારાજે પરમહંસ દીક્ષા આપી.
પરમહંસોની કસોટી લેવામાં આવી.
પરમહંસો મહારાજની કસોટીમાં પાર ઊતર્યા.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“મા! તમારા મૂળજી અમને કોઈ દી યાદ કરે છે?” — કોણ બોલે છે? કોને કહે છે?
“મહારજ! એ તો હરતાં ફરતાં રાત-દી તમને જ યાદ કરે છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“બ્રહ્મચારી! મને ભૂખ લાગી છે. સુખડી હોય તો આપો ને.” — કોણ બોલે છે? કોને કહે છે?
“ચોરને જોઈતું નહોતું તોય ભાતું અપાવી દીધું અને હવે ખાવાનું માગો છો?” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
મૂળજી ભક્તની માતાનું નામ _______ હતું.
મહારાજે મૂળજી ભક્તને _______ અક્ષરબ્રહ્મ કહ્યા.
અઢાર ભક્તોને મહારાજે _______ જઈ દીક્ષા લેવાની આજ્ઞા કરી.
જગજીવન મહેતાએ _______ યજ્ઞ કરાવ્યો.
મહારાજ _______ ગામ જતા હતા ત્યારે રસ્તામાં ચોર મળ્યા.
મહારાજે પરમહંસોને _______ માં ઝબોળેલી ભિક્ષા જમવાની આજ્ઞા કરી.
✅ ટૂંકનોંધ
મૂળજી ભક્તનો મહિમા
અઢારને દીક્ષા પ્રસંગ
હિંસામય યજ્ઞનું ખંડન
બ્રહ્મચારીને ગાડામાં બેસારવાનો પ્રસંગ
પોતે પાળીને પછી પળાવ્યું
સાધુઓની આકરી પરીક્ષા
✅ એક વાક્યમાં જવાબ
મહારાજ ભાદરામાં કોને ઘેર ગયા?
મૂળજી ભક્ત ક્યાં ગયા હતા?
મૂળજી ભક્તની માતાનું નામ શું હતું?
મહારાજે મૂળજી ભક્તને શું કહ્યા?
અઢાર ભક્તોને ક્યાં જવાની આજ્ઞા કરવામાં આવી?
કચ્છમાં મહારાજ ક્યાં પધાર્યા?
જગજીવન મહેતા કોણ હતા?
યજ્ઞમાં કયા પ્રાણીઓનો ભોગ આપવાનો હતો?
મહારાજ સાથે કયા બ્રહ્મચારી હતા?
મહારાજ અને બ્રહ્મચારીને રસ્તામાં કોણ મળ્યા?
ગાડું કોના કારણે ઊભું રહી ગયું?
ગોવિંદ સ્વામી શા માટે મૂંઝાયા?
સાધુઓ ક્યાં રહેતા હતા?
સાધુઓની ઝોળીમાં દ્વેષીઓ શું નાખતા?
✅ કારણો
સાકરબાએ મૂળજી ભક્ત વિશે વાત કરી.
મહારાજે મૂળજી ભક્તનો મહિમા સમજાવ્યો.
સુંદરજી સુતારનો ગર્વ ઓગળી ગયો.
મહારાજ જગજીવનના યજ્ઞમંડપમાં ગયા.
મહારાજને નિર્દોષ પ્રાણીઓની દયા આવી.
મહારાજે બ્રહ્મચારીને ગાડામાં બેસાડ્યા.
ગાડું ઊભું રહી ગયું.
ગોવિંદ સ્વામી અવાક્ બની ગયા.
સાધુઓને ઉપવાસ થતા.
મહારાજને પણ પગે ફોલ્લીઓ નીકળી આવી.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“ગુરુજી! મારી ચિંતા ન કરો. તમે ભાતનું ઓસામણ કાઢો છો તે પીને હું રહીશ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“ગુરુદેવ! આપ જમીને ચળું કરો છો, તે એઠું પાણી અને નીચે પડેલ એઠાં અન્નના દાણા ખાઈને હું આપની સેવામાં રહીશ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“સાધુઓને કહો કે અમારા મહેલમાં આવીને રહે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“અમારાથી સન્માન થાય ત્યાં જવાય નહીં.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
સાધુઓનું મંડળ _______ ગયું હતું.
સાધુઓ નદી કાંઠે _______ ખાતા હતા.
તૈલંગ દેશથી આવેલા સાધુ _______ ખાઈને રહેતા હતા.
પાંચમે દિવસે _______ ના રાજાએ સાધુઓને જોયા.
રાજાએ સાધુઓ માટે _______ રખાવ્યું.
મહારાજે નિયમ આપ્યો કે પૂરા પાંચ મુમુક્ષુ ન મળે તો _______ ને વર્તમાન ધરાવી જળ લેવું.
✅ ટૂંકનોંધ
જામનગરના સાધુઓની તપસ્યા
ત્રણ મુમુક્ષુઓનો પ્રસંગ
જામનગરના રાજાની સાધુઓ પ્રત્યેની ભાવના
સાધુઓનો નિયમનિષ્ઠ સ્વભાવ
પાંચ મુમુક્ષુઓને સત્સંગી કરવાનો નિયમ
✅ એક વાક્યમાં જવાબ
સાધુઓનું મંડળ ક્યાં ગયું હતું?
સાધુઓને ભિક્ષામાં શું મળતું હતું?
સાધુઓ ભિક્ષાનું શું કરતા હતા?
સાધુઓએ પોતાની મુશ્કેલી કોને જણાવી?
પ્રથમ મુમુક્ષુ શું પીને રહેવા તૈયાર થયો?
બીજા મુમુક્ષુએ શું પીને રહેવાની તૈયારી બતાવી?
ત્રીજા મુમુક્ષુએ શું ખાઈને રહેવાની તૈયારી બતાવી?
જામનગરના રાજાએ સાધુઓને શું કરતા જોયા?
રાજાએ સાધુઓ માટે શું વ્યવસ્થા કરી?
મંડળના સદ્ગુરુએ ત્યાંથી જવાની આજ્ઞા શા માટે કરી?
સાધુઓને કઈ નવી આજ્ઞા આપવામાં આવી?
પાંચ મુમુક્ષુ ન મળે તો શું કરવાનું કહેવામાં આવ્યું?
મહારાજ ક્યાં પધાર્યા?
✅ કારણો
સાધુઓએ પોતાની મુશ્કેલી મહારાજને કહેવરાવી.
સાધુઓનું દુઃખ વીસરાઈ ગયું.
રાજાને સાધુઓ પ્રત્યે માન ઊપજ્યું.
સાધુઓ રાજાના મહેલમાં રહેવા તૈયાર ન થયા.
મંડળના સદ્ગુરુએ ત્યાંથી નીકળવાનું કહ્યું.
સાધુઓને ઉપવાસ પડતા.
મહારાજે નવો નિયમ આપ્યો.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“આ ગામમાં કોઈ ઓલિયો ફકીર છે?” — કોણ બોલે છે? કોને કહે છે?
“ચાલ બતાવું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“મને આપની હજૂરની સેવામાં રાખો.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તું ઘેર જજે ને મૂર્તિ અંતરમાં રાખજે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“એવું ચરિત્ર તમે કરી બતાવો, તો અમે તમને પરમેશ્વર માનીએ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“પાડા જેવો જડ અને મૂર્ખ બ્રાહ્મણ અમારી પાસે લાવો.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
પઠાણ _______ લશ્કરમાં નોકરી કરતો હતો.
પઠાણને ચારેકોર _______ ના પૂંજ દેખાવા લાગ્યા.
અલૈયાખાચરે પઠાણને _______ પાસે લઈ ગયા.
સમાધિમાં પઠાણને _______ નાં દર્શન થયાં.
કારિયાણીમાં મહારાજે _______ તથા વિષ્ણુયાગ કરાવ્યો.
બ્રાહ્મણો _______ ના અનુયાયી હતા.
મૂંગા બ્રાહ્મણના છોકરાનું નામ _______ હતું.
હરિશંકર _______ ના મંત્રો ગાવા લાગ્યો.
✅ ટૂંકનોંધ
પઠાણને થયેલી પ્રતીતિ
પઠાણની સમાધિ
કારિયાણીનો મહારુદ્ર યજ્ઞ
મૂંગાને મોઢે વેદ બોલાવવાનો પ્રસંગ
ઉમરેઠમાં સત્સંગ
✅ એક વાક્યમાં જવાબ
પઠાણ ક્યાં નોકરી કરતો હતો?
પઠાણને ઝીંઝાવદરના પાદરે શું અનુભવ થયો?
અલૈયાખાચરે સૌ પ્રથમ કોને બતાવ્યા?
પઠાણને પ્રતીતિ કોના દર્શનથી થઈ?
સમાધિમાં પઠાણને કોના દર્શન થયાં?
મહારાજે પઠાણને શું આજ્ઞા કરી?
કારિયાણીમાં મહારાજે કયો યજ્ઞ કરાવ્યો?
મહારાજ ઉમરેઠમાં ક્યાં ઊતર્યા?
બ્રાહ્મણોએ મહારાજ પાસે કઈ પરીક્ષા માગી?
મૂંગા બ્રાહ્મણ છોકરાનું નામ શું હતું?
હરિશંકરે શું ગાવાનું શરૂ કર્યું?
મહારાજે ગામમાં શું ઉડાડ્યું?
મહારાજ પછી ક્યાં ગયા?
✅ કારણો
પઠાણને પ્રતીતિ થઈ ગઈ.
પઠાણે મહારાજને “ખુદાતાલા” કહ્યા.
બ્રાહ્મણોને મહારાજનો નિશ્ચય થઈ ગયો.
મહારાજે પાણીનો ઘડો મંગાવ્યો.
ઉમરેઠમાં બ્રાહ્મણોની ભીડ જામતી હતી.
પઠાણે મહારાજની સેવા કરવાની માગણી કરી.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“તમારું સ્વરૂપ શું?” — કોણ બોલે છે? કોને કહે છે?
“ગુરુનું વચન.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમારું સ્વરૂપ શું?” — કોણ બોલે છે? કોને કહે છે?
“સર્વ શાસ્ત્રોનો સાર ગુરુવચન છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
આત્માનંદ સ્વામી _______ પહોંચ્યા.
આત્માનંદ સ્વામી _______ તરીકે ઓળખાતા હતા.
જામનગરને _______ ગણાતું.
મહારાજ _______ યજ્ઞ કરવા પધાર્યા હતા.
મહારાજે સાધુઓને _______ અને સંસ્કૃત ભણવાની આજ્ઞા કરી.
મુક્તાનંદ સ્વામીની ઉંમર _______ વર્ષની હતી.
કેટલાય સાધુઓને અભ્યાસ માટે _______ રાખ્યા.
પરમહંસોએ _______ જેવા સંસ્કૃત મહાગ્રંથો રચ્યા.
મહારાજે સંતોને _______ ભણવાની આજ્ઞા પણ કરી.
પરમહંસોએ _______ , સરોદ, સારંગી અને તબલામાં પ્રભુત્વ મેળવ્યું.
✅ ટૂંકનોંધ
આત્માનંદ સ્વામી
સંસ્કૃત ભણવાની આજ્ઞા
મહારાજ દ્વારા વિદ્વત્તાનો વિકાસ
પરમહંસોના સંસ્કૃત ગ્રંથો
સંગીત શિક્ષણની પરંપરા
✅ એક વાક્યમાં જવાબ
આત્માનંદ સ્વામી ક્યાં પહોંચ્યા હતા?
આત્માનંદ સ્વામી કયા નામે ઓળખાતા હતા?
જામનગરને શું કહેવાતું?
શાસ્ત્રીઓએ આત્માનંદ સ્વામીને શું પૂછ્યું?
આત્માનંદ સ્વામીએ પ્રથમ શું ઉત્તર આપ્યો?
મહારાજ ક્યાં પધાર્યા ત્યારે આ વાતની ખબર પડી?
મહારાજે સાધુઓને શું ભણવાની આજ્ઞા કરી?
મુક્તાનંદ સ્વામીની ઉંમર કેટલી હતી?
અભ્યાસ માટે સાધુઓને ક્યાં રાખ્યા?
કયા મહાગ્રંથો રચાયા?
મહારાજે સંતોને કઈ કળા શીખવાની આજ્ઞા કરી?
કયા સંતોને સંગીત ભણવાની આજ્ઞા મળી?
પરમહંસોએ કયા વાદ્યોમાં પ્રભુત્વ મેળવ્યું?
✅ કારણો
મહારાજે સાધુઓને સંસ્કૃત ભણવાની આજ્ઞા કરી.
આત્માનંદ સ્વામીનો ઉપહાસ કરવામાં આવ્યો.
મહારાજે ભણેલા સાધુઓનો સત્કાર કર્યો.
કેટલાય સાધુઓને સુરત અભ્યાસ માટે રાખ્યા.
મહારાજે સંતોને સંગીત ભણવાની આજ્ઞા કરી.
પરમહંસો ભારતના ઉત્તમ ગવૈયાઓ અને બજવૈયાઓ ગણાયા.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“જુઓ, સહજાનંદ તો શૂદ્ર છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“અમે સાધુ કહેવાઈએ, અમને રાજગાદી જેવાં ઊંચાં આસન ન જોઈએ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“ભગવાન આવો અન્યાય નહીં સાંખી લે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“હમણાં ને હમણાં ઈડરિયે દરવાજેથી અમદાવાદ છોડીને ચાલ્યા જાઓ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“ક્યાં સુધી ન આવું?” — કોણ બોલે છે? કોને કહે છે?
“જ્યાં સુધી અમદાવાદમાં પેશ્વાનું રાજ હોય ત્યાં સુધી નહીં આવતા.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
જેતલપુરમાં _______ દિવસનો યજ્ઞ કરવાનું નક્કી થયું.
મહારાજે કુલ _______ બ્રાહ્મણોની ચોરાશી જમાડવાનું નક્કી કર્યું.
યજ્ઞમાં _______ મણ ઘી વાપરવાનું નક્કી થયું.
સો ગાડાં ભરી _______ મંગાવ્યો.
યજ્ઞમાં _______ યજ્ઞનું પ્રતિપાદન કરવામાં આવ્યું.
મહારાજે હજારો બ્રાહ્મણોને _______ દક્ષિણામાં આપી.
સૂબાએ ટાંકામાં _______ ભરાવ્યું.
મહારાજ સાથે _______ સ્વામી અંદર ગયા.
સૂબાએ મહારાજને _______ પર બેસવા કહ્યું.
સિંહાસન નીચે _______ ભરેલું હતું.
✅ ટૂંકનોંધ
જેતલપુરનો અહિંસામય યજ્ઞ
યજ્ઞમાં થયેલા વિઘ્નો
સૂબાનું કપટ
દેવાનંદ સ્વામીની નિષ્ઠા
મહારાજની અંતર્યામીતા
✅ એક વાક્યમાં જવાબ
મહારાજ ક્યાં યજ્ઞ કરવા ઊતર્યા હતા?
યજ્ઞ કેટલા દિવસનો હતો?
કેટલા બ્રાહ્મણોની ચોરાશી કરવાનું નક્કી થયું?
યજ્ઞમાં કેટલા મણ ઘી વાપરવાનું નક્કી થયું?
યજ્ઞમાં કયા પ્રકારના યજ્ઞનું પ્રતિપાદન થયું?
દ્વેષીઓએ યજ્ઞમાં શું વિઘ્ન કર્યું?
યજ્ઞ પછી મહારાજ ક્યાં પધાર્યા?
સૂબાના કાન કોણે ભંભેર્યા?
સૂબાએ શું તરકટ ઊભું કર્યું?
સૂબાએ ટાંકામાં શું ભરાવ્યું?
મહારાજ સાથે અંદર કોણ ગયા?
મહારાજે સિંહાસન પર કેમ ન બેઠા?
સૂબાએ મહારાજને શું આજ્ઞા કરી?
✅ કારણો
જેતલપુરમાં અહિંસામય યજ્ઞ કરાયો.
દ્વેષીઓએ સૂબાના કાન ભંભેર્યા.
સૂબો રોષે ભરાયો.
સૂબાએ મહારાજને દરબારમાં બોલાવ્યા.
મહારાજ સિંહાસન પર બેઠા નહીં.
દેવાનંદ સ્વામી શાપ આપવા તૈયાર થયા.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“મહારાજ ! આપ કહેતા હતા કે આપે જેતલપુરમાં બહુ મોટો યજ્ઞ કર્યો, પણ અમને તો કાંઈ એવો લાભ મળ્યો નહીં.” — કોણ બોલે છે? કોને કહે છે?
“હવે આ વર્ષે આપણે ફરીથી મોટો યજ્ઞ કરીશું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“હાલ સહજાનંદ ક્યાં છે?” — કોણ બોલે છે? કોને કહે છે?
“હું સહજાનંદ આ રહ્યો. અહીં જ છું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમે પરમેશ્વર છો?” — કોણ બોલે છે? કોને કહે છે?
“હા, હું જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ છું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમને ક્યાં સુધી ગણતાં આવડે?” — કોણ બોલે છે? કોને કહે છે?
“એકડો લખીએ અને તેની પર સત્તર મીંડાં ચઢાવીએ ત્યાં સુધી ગણતાં આવડે છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
લોલંગર બાવો કેડે _______ બાંધતો હતો.
મહારાજ _______ કાઠી દરબારો અને _______ સંતોનો સંઘ લઈને નીકળ્યા.
લોલંગર બાવાના _______ ચેલાઓ સાધુઓ પર તૂટી પડ્યા.
ભગુજીએ એક જ ઝાટકે _______ ને હણી નાખ્યો.
મહારાજ _______ પધાર્યા.
જગજીવને પોતાના બળદનું નામ _______ રાખેલું.
મહારાજ _______ મલ્લને ત્યાં જઈ રહ્યા.
ગંગારામના ભાઈનું નામ _______ હતું.
મહારાજે _______ જાતિઓનો ઉદ્ધાર કર્યો.
મહારાજે _______ જીવોનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો.
✅ ટૂંકનોંધ
લોલંગરની ઉપાધિ
જગજીવનનો દ્વેષ
જગજીવનનો અંત
સૌનું કલ્યાણ કરવાનો મહારાજનો સંકલ્પ
મહારાજની સર્વજનહિતાય ભાવના
✅ એક વાક્યમાં જવાબ
લોલંગર બાવો શા માટે ઓળખાતો હતો?
મહારાજ કેટલા કાઠી દરબારો અને સંતો સાથે નીકળ્યા?
સાધુઓ પર કોણ તૂટી પડ્યા?
સંતોની રક્ષા માટે કોને મોકલવામાં આવ્યા?
ભગુજીએ કોને હણી નાખ્યો?
મહારાજ પછી ક્યાં પધાર્યા?
મહારાજ ક્યાં ઊતર્યા?
જગજીવન કોના ઘેર ખબર કાઢવા આવ્યો?
જગજીવને પોતાના બળદનું શું નામ રાખ્યું હતું?
મહારાજ ક્યાં રહેવા ગયા?
ગંગારામના ભાઈ કોણ હતા?
મહારાજે કઈ કઈ જાતિઓનો ઉદ્ધાર કર્યો?
મહારાજે કેટલા જીવોનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો?
✅ કારણો
મહારાજે કાઠી દરબારોને સાધુઓની રક્ષા માટે મોકલ્યા.
જગજીવનને મહારાજ પ્રત્યે દ્વેષ હતો.
મહારાજ ગંગારામ મલ્લને ત્યાં ગયા.
કચ્છમાં સત્સંગીઓને સાનુકૂળ વાતાવરણ મળ્યું.
મહારાજે સર્વનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો.
સાધુ તથા હરિભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“આમાંથી ઘી કાઢતા રહેજો. નહીં ખૂટે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“ઘી ખૂટ્યું, ઘી ખૂટ્યું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“મહારાજ ! અમારા પર દયા રાખજો.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમે પણ મારા પર દયા રાખજો.” — કોણ બોલે છે? કોને કહે છે?
“મહારાજ ! આપે અમને કહ્યું કે અમારા પર દયા રાખજો; આનો શો અર્થ?” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમારું અંતર ચોખ્ખું રાખજો.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમારી સર્વ ક્રિયાઓ હું અંદર રહીને જોઉં છું.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
ડભાણ _______ જિલ્લામાં આવેલું છે.
મહારાજે ડભાણમાં _______ દિવસનો મહારુદ્ર યજ્ઞ કર્યો.
કેટલાક દ્વેષીઓએ ઘીના _______ તળાવમાં ઠાલવી દીધા.
મહારાજે _______ દરબારોને ચારેકોર ગોઠવી દીધા.
_______ પગી મહારાજની ઘોડી ચોરવા આવ્યો.
મૂળજી શર્માને દીક્ષા આપી _______ નામ આપવામાં આવ્યું.
ગુણાતીતાનંદ સ્વામી _______ અક્ષરબ્રહ્મ છે.
યજ્ઞ પૂર્ણ થયા પછી મહારાજ _______ ઘોડા પર બેસ્યા.
મહારાજે ભુજમાં _______ નો સમૈયો કર્યો.
હૃદયમાં _______ નો બડવાળ પેસવા દેવો નહીં.
✅ ટૂંકનોંધ
ડભાણનો મહારુદ્ર યજ્ઞ
જોબન પગીનો પ્રસંગ
ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા
“અમારા પર દયા રાખજો” નો અર્થ
મહારાજનો આચાર-વિચારનો ઉપદેશ
✅ એક વાક્યમાં જવાબ
ડભાણ ક્યાં આવેલું છે?
મહારાજે યજ્ઞ માટે કોની રજા લીધી?
ડભાણમાં કેટલા દિવસનો યજ્ઞ થયો?
દ્વેષીઓએ શું વિઘ્ન કર્યું?
મહારાજે કોણને ચારેકોર ગોઠવ્યા?
મહારાજની ઘોડી ચોરવા કોણ આવ્યું?
મૂળજી શર્માને શું નામ આપવામાં આવ્યું?
ગુણાતીતાનંદ સ્વામી વિશે મહારાજે શું કહ્યું?
યજ્ઞ પૂર્ણ થયા પછી મહારાજ કયા ઘોડા પર બેસ્યા?
ભુજમાં કયો સમૈયો થયો?
હરિભક્તોએ વિદાય સમયે શું કહ્યું?
મહારાજે હૃદય વિશે શું સમજાવ્યું?
હરિભક્તોએ મહારાજને કઈ ખાતરી આપી?
✅ કારણો
મહારાજે અંગ્રેજ સત્તાધીશોને પૂછાવ્યું.
કાઠી દરબારોને ચારેકોર ગોઠવવામાં આવ્યા.
જોબન પગી સત્સંગી બન્યો.
હરિભક્તો પાછા ફર્યા.
હૃદય શુદ્ધ રાખવાની આજ્ઞા આપવામાં આવી.
હરિભક્તો મહારાજ પર પ્રસન્ન થયા.
✅ ખાલી જગ્યા પૂરો
અંજારમાં _______ સુથાર અને બીજા હરિભક્તો મહારાજ પાસે આવ્યા.
હરિભક્તો _______ ગાઉ ચાલીને મહારાજ પાસે આવ્યા.
મહારાજે હરિભક્તોની સામું _______ નહીં.
મહારાજે કહ્યું કે _______ અને આઠ આવરણથી પર અક્ષરધામ છે.
મહારાજે કહ્યું કે તેઓ કેવળ _______ કરીને પૃથ્વી પર પધાર્યા છે.
મહારાજ દર્શન, સ્પર્શ, _______ અને વાતોનું સુખ આપે છે.
મહારાજે કહ્યું કે “હું તમને _______ થયો છું.”
ગંગાબાઈ જાતે _______ હતાં.
ગંગાબાઈ _______ થી ચાલતાં લોયા આવ્યાં.
મહારાજે વર્ણ અને આશ્રમનું _______ રાખવાની ના પાડી.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“દયા રાખો. અમારા દાખડા સામું જુઓ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમારો શું દાખડો છે? કાંઈ નહીં.” — કોણ બોલે છે? કોને કહે છે?
“આજે તો અમે કેવળ દયાએ કરીને આ પૃથ્વી પર પધાર્યા છીએ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“હે મહારાજ ! અમે જીવો અલ્પજ્ઞ છીએ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“આ ગંગાને તમારી બાજુ એક ખૂણે બેસવા દ્યો.” — કોણ બોલે છે? કોને કહે છે?
“મહારાજ! એ તો હરિજન લઈ જાય છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“વર્ણાશ્રમનું માન આવવા દેવું નહીં.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ટૂંકનોંધ
કૃપાસાધ્ય શ્રીજીમહારાજ
મહારાજની અતિશય કૃપા
હરિભક્તોને પ્રાપ્તિનો મહિમા સમજાવવો
ગંગાબાઈનો પ્રસંગ
મહારાજની સમદર્શિતા
✅ એક વાક્યમાં જવાબ
અંજારથી કોણ મહારાજ પાસે આવ્યા?
હરિભક્તો કેટલા ગાઉ ચાલીને આવ્યા?
મહારાજે અક્ષરધામ વિશે શું કહ્યું?
મહારાજ પૃથ્વી પર શા માટે પધાર્યા?
મહારાજે સૌનું કલ્યાણ કેવી રીતે કર્યું?
મહારાજે પોતાને શું કહ્યું?
ગંગાબાઈ કઈ જાતિના હતાં?
ગંગાબાઈ ક્યાંથી આવ્યાં હતાં?
ગંગાને ક્યાં બેસાડવા મહારાજે કહ્યું?
મહારાજે ભેદભાવ વિશે શું સમજાવ્યું?
ગંગાબાઈ પૂર્વજન્મમાં કેવી હતી?
સાધુતામાં કયો અવરોધ આવે છે?
✅ કારણો
હરિભક્તોને પોતાની ભૂલ સમજાઈ.
મહારાજે પોતાને કૃપાસાધ્ય કહ્યા.
ગંગાબાઈને સભામાં જગ્યા અપાઈ.
ગંગાબાઈ હરિજન જન્મ પામ્યાં.
મહારાજે વર્ણાશ્રમનું માન રાખવાની ના પાડી.
બાઈઓનો ભેદભાવ દૂર થયો.
✅ ખાલી જગ્યા પૂરો.
મહારાજ _______ બારણે બેસીને કથા કરતા હતા.
પુરુષોની સભા તરફ _______ શીતળ તેજ જણાયું.
પુરુષોને અંતરિક્ષમાં _______ ની મૂર્તિ દેખાણી.
બાઈઓની સભા તરફ _______ પડતું શીતળ તેજ જણાયું.
બાઈઓને અંતરિક્ષમાં _______ ની મૂર્તિ દેખાણી.
બધું તેજ _______ માં સમાઈ ગયું.
મહારાજના કોઠારી _______ ગામે ગયેલા.
સલાટ _______ મૂર્તિઓ લઈને જતો હતો.
મહારાજે _______ અને ભક્તિની મૂર્તિઓ પધરાવી.
વીસનગરમાં રહેતા બ્રાહ્મણનું નામ _______ હતું.
સત્સંગી _______ ભાઈ શોભારામને સમજાવવા ગયા.
શોભારામ _______ દિવસમાં આંધળો થઈ ગયો.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“તું ગઢપુર ચાલ. અમારા મહારાજને ગમે તો આ મૂર્તિઓ અમે રાખીશું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“ગોદોહન પણ ક્યાંય ન રહેનારો હું અહીંયાં આવીને વસ્યો છું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“આજે તો સ્વામિનારાયણ ભગવાન છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તારા ભગવાન સાચા હોય તો મને આંધળો ન કરી નાખે?” — કોણ બોલે છે? કોને કહે છે?
“આ શું બોલો છો?” — કોણ બોલે છે? કોને કહે છે?
“હું તમારા ભગવાનને નહીં મળું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“એમ? મારે લીધે એ આંધળો થયો છે?” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ટૂંકનોંધ
ધર્મ-ભક્તિનાં દર્શન
ધર્મ અને ભક્તિની મૂર્તિ સ્થાપના
મહારાજનો મહિમા
શોભારામનો દ્રોહ
શોભારામ આંધળો થયો
✅ એક વાક્યમાં જવાબ
ચાતુર્માસ દરમિયાન મહારાજ ક્યાં કથા કરતા હતા?
પુરુષોને કોની મૂર્તિ દેખાણી?
બાઈઓને કોની મૂર્તિ દેખાણી?
બધું તેજ ક્યાં સમાઈ ગયું?
કોઠારી હસનભાઈ ક્યાં ગયેલા?
સલાટ કેટલી મૂર્તિઓ લઈ જતો હતો?
મહારાજે કઈ મૂર્તિઓ પધરાવી?
વીસનગરમાં કોણ રહેતો હતો?
શોભારામ શું કરતો હતો?
શોભારામને કોણ સમજાવવા ગયા?
શોભારામ કેટલા દિવસમાં આંધળો થયો?
મહારાજ શોભારામને શું આપવા ગયા હતા?
✅ કારણો
ધર્મદેવ અને ભક્તિદેવીનાં દર્શન થયાં.
ધર્મ-ભક્તિની મૂર્તિઓ પધરાવવામાં આવી.
બળદેવભાઈએ શોભારામને સમજાવ્યા.
શોભારામ આંધળો થયો.
મહારાજ શોભારામને મળવા ગયા.
શોભારામે મહારાજને મળવાની ના પાડી.
✅ ખાલી જગ્યા પૂરો.
મહારાજ _______ માં મૂળજી શેઠને ત્યાં પધાર્યા.
મહારાજને ફળિયામાં _______ પર પધરાવ્યા.
એક _______ સ્ત્રી દીવાલનો સહારો લઈને આવતી હતી.
મહારાજે પૂછ્યું: “આ કોણ _______ છે?”
મૂળજી શેઠે કહ્યું: “એ તો મારાં _______ છે.”
મહારાજે કહ્યું: “આંધળાનો અવતાર બહુ _______.”
મૂળજી શેઠનાં ઘરવાળાંએ કહ્યું કે હવે મને બધું _______ છે.
મહારાજે _______ સુરવાળ અને શ્વેત પાઘ ધારણ કર્યાં હતાં.
મૂળજી શેઠે _______ કપડાં પહેરી મહારાજ પાસે ગયા.
પાછળથી મૂળજી શેઠ બધું _______ કરી મહારાજ સાથે રહ્યા.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“આ કોણ બાઈ છે? બીચારી એકલી મથે છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“એ તો મારાં ઘરવાળાં છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“આંધળાનો અવતાર બહુ ભૂંડો.” — કોણ બોલે છે? કોને કહે છે?
“હા મહારાજ! શું થાય?” — કોણ બોલે છે? કોને કહે છે?
“આ તમારાં ઘરવાળાં દેખતાં હોય તો કેટલું સારું થાય!” — કોણ બોલે છે? કોને કહે છે?
“હું દેખતી થઈ ગઈ છું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“આપે બહુ મહેર કરી.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ટૂંકનોંધ
દીધું દૃષ્ટિનું દાન
મૂળજી શેઠની પત્નીનો અંધાપો દૂર થયો
મહારાજની કૃપા
મૂળજી શેઠનો રાજીપો
મૂળજી શેઠનો ત્યાગભાવ
✅ એક વાક્યમાં જવાબ
મહારાજ ક્યાં પધાર્યા હતા?
મહારાજને ક્યાં બેસાડવામાં આવ્યા?
ઘરમાં કોણ પ્રવેશતું હતું?
આંધળી સ્ત્રી કોણ હતી?
મહારાજે અંધાપા વિશે શું કહ્યું?
મૂળજી શેઠે પ્રારબ્ધ વિશે શું કહ્યું?
મૂળજી શેઠનાં ઘરવાળાંને શું થયું?
મહારાજે કયા રંગનાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં?
મૂળજી શેઠે પછી શું કર્યું?
મૂળજી શેઠ પાછળથી કોના કારભારી બન્યા?
✅ કારણો
મહારાજે મૂળજી શેઠને બાઈ વિશે પૂછ્યું.
મૂળજી શેઠનાં ઘરવાળાં દેખતાં થયાં.
મૂળજી શેઠ આનંદિત થયા.
મૂળજી શેઠે મહારાજનો આભાર માન્યો.
મૂળજી શેઠ મહારાજના કારભારી બન્યા.
મૂળજી શેઠે ત્યાગ કર્યો.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“આ તો પૂર્વના ભક્ત છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“આ તો બહુ સમર્થ છે ને હજારોને પ્રભુ ભજાવશે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“સ્વામી પાસે અખંડ કેમ રહેવાય?” — કોણ બોલે છે? કોને કહે છે?
“શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી જાણે…” — કોણ બોલે છે? કોને કહે છે?
“તું સાધુને સેવીને જ્ઞાન પામીશ…” — કોણ બોલે છે? કોને કહે છે?
“પ્રાગજી! તું જૂનાગઢ જજે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“હવે તો અક્ષરધામમાં મહારાજ સામે દૃષ્ટિ હોય…” — કોણ બોલે છે? કોને કહે છે?
“જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી…” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ એક વાક્યમાં જવાબ
પીઠવડી ગામમાં કોની પધરામણી થઈ હતી?
પ્રાગજી ભક્તની ઉંમર કેટલી હતી?
પ્રાગજી ભક્ત કોની સાથે વરતાલ જતા?
પ્રાગજી ભક્ત વરતાલમાં શું ખાતા?
પ્રાગજી ભક્તને કોમાં સહજ હેત થયો?
પ્રાગજી ભક્તે સ્વામીને કયો પ્રશ્ન પૂછ્યો?
ગોપાળાનંદ સ્વામીએ કોનો મહિમા સમજાવ્યો?
પ્રાગજી ભક્તને શું થવાનો સંકલ્પ થતો?
પ્રાગજી ભક્ત ક્યાં જઈ કામ શીખી આવ્યા?
પ્રાગજી ભક્તે આચાર્ય મહારાજને શું ભેટ આપ્યું?
ગોપાળાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને ક્યાં જવા કહ્યું?
ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી વિશે શું કહ્યું?
✅ કારણો
પીઠવડીના રાઠોડ ભક્તોએ પ્રાગજી ભક્તને બોલાવ્યા.
પ્રાગજી ભક્તને ગોપાળાનંદ સ્વામીમાં હેત થયો.
પ્રાગજી ભક્તનો સત્સંગનો ખપ વધ્યો.
પ્રાગજી ભક્તને ત્યાગી થવાનો સંકલ્પ થયો.
ગોપાળાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને સંસારમાં રહેવાની આજ્ઞા કરી.
પ્રાગજી ભક્ત ગ્લાનિ પામતા.
ગોપાળાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને જૂનાગઢ જવા કહ્યું.
પ્રાગજી ભક્તે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજ્યો.
✅ ટૂંકનોંધ
પ્રાગજી ભક્ત અને ગોપાળાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ
ગોપાળાનંદ સ્વામીનો પ્રાગજી ભક્ત વિશે મહિમા
પ્રાગજી ભક્તનો સત્સંગનો ખપ
પ્રાગજી ભક્તનો ત્યાગનો સંકલ્પ
ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા
ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા
પ્રાગજી ભક્તની સેવા અને શ્રદ્ધા
ગોપાળાનંદ સ્વામીના અંતિમ ઉપદેશ
નિબંધ-1
યોગીજી મહારાજ, આપણે અને આપણું મન - સ્વામિનારાયણ પ્રકાશ સપ્ટેમ્બર-2025
યોગીજી મહારાજ, આપણે અને આપણું મન યોગીજી મહારાજના ખૂબ પરિચયમાં આવનાર, તેમના માટે પરમ સ્નેહ ધરાવનાર, તેમને ઓળખનાર, જાણનાર, સમજનાર પરમ પૃજ્ય રણછોડદાસજી મહારાજ યોગીજી મહારાજ માટે ખૂબ મહિમાપૂર્વક કહેતા, “યોગીજી મહારાજ ફક્ત યોગી નથી પણ યોગીરાજ છે, યોગીઓના યોગી છે.' યોગીઓની આધ્યાત્મિક સ્થિતિ ઘણી ઊંચી હોય છે, પરંતુ યોગીબાપાની વાત કંઈ જુદી જ હતી. સામાન્ય સિદ્ધ કે સાધક જેમ જેમ મનોનિગ્રહ કરવા જાય તેમ તેમ મન વધુ ઉછાળા મારે, વધારે લબ લબ ડરે. યોગીજી મહારાજની સ્થિતિ કંઈક નિરાળી હતી. એમને મનોનિગ્રહ એટલે કે મન પરનો સંયમ સહજસિદ્ધ હતો. સન ૧૯૭૦માં લંડન ટાઇમ્સના પ્રેસ રિપોર્ટરે તેઓને પૂછ્યું, “આપને ક્યારેય મૂંઝવણ થઈ છે?' યોગીજી મહારાજ ક્ષણના વિલંબ વિના નિશંકપણે ખુમારીથી, હાથનું લટકું કરી બોલ્યા હતા, “જિંદગીમાંય નહીં!” પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ, યોગી કે ધર્માત્માઓમાં કોણ એવા હશે કે જે આવી રીતે નિઃશંક બોલી શકે?
અનેક કષ્ટોમાં અને આપત્તિઓમાં જ ઊછરેલા યોગીજી મહારાજના જીવનનો અભ્યાસ કરતાં અને એમના સાક્ષાત્કારના આવા ઉદગારો વાંચતાં એક સિદ્ધાંત નિઃશંકપણે સમજાય છે, “મૂંઝવણનું કારણ મન જ છે, બીજું કાંઈ જ નહીં.' શરીરના કોઈ ભાગ - હાથ, પગ, પેટ, હૃદય, અરે! બુદ્ધે, ચિત્ત, અહંકાર પણ મૂંઝવણનું કારણ નથી. કોઈ પદાર્થ, વ્યક્તિ, વાતાવરણ અને સંજોગો પણ મૂંઝવણનું કારણ નથી. મન એ જ મૂંઝવણનું કારણ છે. જો શરીર મૂંઝવણનું કારણ હોય તો યોગીજી મહારાજ તો સાત રોગ લઈને ફરતા! શરીરના ડુચા થઈ ગયેલા, વૃદ્ધત્વ આવી ગયું હતું, અંગો શિથિલ થઈ ગયેલાં, પણ યોગીજી મહારાજને ક્યારેય મૂંઝાયેલા જોયા જ નથી! ચોવીસ કલાક દિવ્ય કેફમાં હોય! જો વ્યક્તિ મૂંઝવણનું કારણ હોય તો તો, યોગીજી મહારાજને એવી વિચિત્ર સ્વભાવવાળી કેટલીય વ્યક્તિઓ મળી છે, કે જે બધું ઊંધું જ કરે, પોતાનું મનધાર્યું કરે, સ્વામીનું માને જ નહીં, કોઈ કોઈ તો જાણીને જ તેમને દુખવવા, મૂંઝવવા ઊંધું કરે, પણ યોગીજી મહારાજ તો અલમસ્ત આનંદમાં જ રહ્યા છે! તેઓ દરેક પરિસ્થિતિમાં સવળું જ લે, ગુણ જ ગ્રહણ કરે! તેમના ચિત્તની પ્રસન્નતા એક ક્ષણ પણ તેમનાથી અળગી રહી નથી. રાજકોટના એક હરિભક્તને જોતાં યોગીજી મહારાજે કહ્યું : “અમે મહિનાથી અહીં (ગોંડલ) છીએ. તમે કેમ દર્શન દેતા નથી? કેટલીવાર બોલાવ્યા ત્યારે માંડ આજે આવ્યા!' તે હરિભક્તે કહ્યું, “હું ચોખવટ કરવા આવ્યો છું, દર્શન - સમાગમ માટે નહીં!' શાની ચોખવટ કરવાની હતી? તે હરિભક્તના સગા નાના ભાઈ ગોંડલ મંદિરમાં ખૂબ જ ભક્તિભાવ અને મહિમાથી ભીડો વેઠી સેવા કરતા હતા. આ હરિભક્ત યોગીજી મહારાજને આગ્રહ કરી કહેવા લાગ્યા કે એને કાઢો તો જ હું મંદિરે આવું! યોગીજી મહારાજે ઘણું સમજાવ્યા પણ ન માન્યા. એકના બે ન થયા. છેવટે સ્વામીશ્રીએ કહ્યું, “અમે એમને નહીં કાઢી શકીએ, પણ આપ રાજી રહેજો!' શરૂઆતનાં વર્ષોમાં યોગીજી મહારાજની સેવામાં રહેલા એક પાર્ષદ તેઓની પથારી ખુલ્લામાં જ કરે! યોગીબાપા તેમને વિનંતી કરે કે “'ભાઈ'સાબ, હવે શરીર નથી ખમતું, માટે પથારી અંદર ઓરડામાં કરો તો સારું.' પણ પેલા પાર્ષદ સામે બોલતાં કહે, “પહેલાં તો માટલાંના ઠંડા પાણીથી નહાતા, તો અત્યારે શરીર કેમ ન ખમે? પથારી તો બહાર જ કરીશ અને તમારે બહાર જ સૂવું પડશે.' ગુરુ કોણ? સેવક કોણ? આવા સંજોગોમાં પણ યોગીજી મહારાજને તેમનો અવગુણ ન આવ્યો. ગુણ લીધોઃ “અહોહો! પાર્ષદ તો બહુ મોટા! એમણે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યા છે!'
આવી વિચિત્ર વ્યક્તઓ વચ્ચે પણ યોગીજી મહારાજ મૂંઝાયા નથી. આવા તો કેટલાય માથાભારે એમને મળ્યા છે! કેટલાય કોઈ કારણ વગર, વાંકગુના વગર યોગીજી મહારાજ માટે દ્વેષ રાખતા. આવું તો કેટલુંય ચાલતું. પણ એ બધા જ તેમને મૂંઝવવામાં ધરખમ રીતે નિષ્ફળ ગયા છે. લેશમાત્ર મૂંઝવી શક્યા નથી! યોગીજી મહારાજે તો ઊલટું આવી વ્યક્તિઓને રાજી કરી છે, રાજી રાખી છે! આવા સંજોગોમાં આપણું શું થાય? મૂંઝવણનું કારણ વાતાવરણ પણ નથી. તે હોય તો યોગીજી મહારાજે તો અગ્નિ વરસાવતા ધોમધખતા વૈશાખ મહિનાના તાપમાંય વિચરણ કર્યું છે. તેમણે કાતિલ ઠંડીને દોષ દીધો નથી. એક વાર યોગીજી મહારાજે કહ્યું કે “ગરમીની ત્રશ્તુમાં ગરમી ન પડે તો ક્યારે પડશે? ઠંડીમાં ઠંડી ન પડે તો પછી ક્યારે પડશે? વરસાદમાં વરસાદ પડે. એ બધાં એનું કામ કરે. આપણે આપણું કામ ભજન, ભક્તિ, સેવાનું કરીએ.' એક હરિભક્તે કહ્યું, “પણ બાપા, ગરમી પડે એ તો બરાબર છે, પણ બહુ પડે તેની વાત કરીએ છીએ.' સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું, “ગરમી બહુ પડે તો બહુ સેવા કરવી. ભજન બહુ કરવું. એમ ભજન-ભક્તિ બહુ કરવાનો વિચાર આવે છે? ઠંડી-ગરમી માપ બહાર, તો ભજન-સેવા પણ માપ બહાર કરવું.' યોગીજી મહારાજ તો ધોમધખતા તાપમાં પણ નિર્જળ ઉપવાસ ખૂબ જ પ્રેમથી, શ્રદ્ધાપૂર્વક કરતા. ૧૦૦ માણસની રસોઈ બનાવતા. સૌનાં એઠાં વાસણ ઊટકી નાંખતા. ઠાકોરજીની સેવામાં પોતાના દેહનું બધું ભૂલી જતા. એમને ઠંડી-ગરમી મૂંઝવણ કરાવી શકે નહીં. એટલે કે મૂંઝવણનું કારણ વાતાવરણ નહીં, આપણું મન છે. એક વાર તો અડવાળમાં બાપુભાના ઓટે વૈશાખ મહિનાના ભરતાપમાં બપોરના સાડા ત્રણ વાગે ધગધગતી રેતાળ જમીનમાં દંડવત્ કરતાં યોગીબાપાને મેં જોયા છે. ઇષ્ટદેવ અને ગુરુ અને તેમના સંબંધમાં આવનારા સૌ કોઈના અપરંપાર મહિમાને કારણે સ્ટ્રેસ, સ્ટ્રેઈન, ટેન્શન, ડિપ્રેશન તો એમની સામે ઊભી પૂંછડીએ ભાગતાં ફરે, હજાર ગાઉ દૂર જતાં રહે! પાસે ફરકીય ન શકે. દેન છે એ બધાંની? સંજોગો પણ માનસિક તાણનું કારણ નથી. જો એમ જ હોય તો, યોગીજી મહારાજને તો સંજોગો હંમેશાં પ્રતિકૂળ જ રહ્યા છે, પણ એમને ક્યારેય માનસિક તાણ ક્યાં થઈ જ હતી! ગોંડલમાં મંદિર બની રહ્યું હતું તે વખતે યોગીજી મહારાજને અનેક મોરચે લડવું પડતું હતું. માણા (માણસ), પાણા (પથ્થર), નાણાં અને દાણાની સખત ખેંચ. મજૂરો પગાર માટે જીવ ખાઈ જાય. એ સમયે યોગીજી મહારાજની તબિયત પણ નાજુક રહેતી. ઘણા સમયથી હરસ-મસાની ભયંકર તકલીફ, ઝાડામાં લોહી પડે. દવા લાવવાના પણ પૈસા નહીં! વળી, દવા પ્રશ્નો અંદર છે, ઉત્તર બહાર શોધાય છે! જો મન મજબૂત, સ્થિર, ધીર હોય, ગંદું ન હોય, દિવ્ય હોય તો ટેન્શન માટે બહારનાં કારણો, કારણો બની જ ન શકે. પણ મન જ્યારે ગંદું હોય, કમજોર હોય, અસ્થિર હોય તો બાહ્ય કારણો, વ્યક્તિ, પદાર્થ, વાતાવરણ, સંજોગો ટેન્શનનું કારણ અવશ્ય બને છે.
કરાવવાનો સમય પણ નહીં! આવા સંજોગોમાં પણ ઠાકોરજીની સેવામાં, રસોડાની સેવામાં, માંદા સંતોની સેવામાં, મંદિરના પાયા ખોદવા-પૂરવા વગેરે સેવામાં તો ઝંપલાવવું જ પડે. આવી પરિસ્થિતિમાં બીજા બધા મૂંઝાય, ત્યારે તેમને અને મજૂરોને સમજાવી શાંત રાખવા, બધાને થાળે પાડવા, આ બધું તેમને એકલાને જ કરવું પડે. આવું તો કેટલુંય, કેટલા મોરચે લડવાનું. પરતુ આવા તદન વિપરીત સંજોગોમાં ક્ષણમાત્ર પણ તેમના બ્રહ્મના આનંદમાં લેશમાત્ર ઝાંખપ આવી નથી. ઊલટાનું તેઓ વધારે ચમક્યા છે. પદાર્થ પણ માનસિક તાણનું કારણ નથી. જો એમ જ હોત તો યોગીજી મહારાજ ખૂબ માનસિક તાણ(પલાડાં૦1)માં હોત, કારણ કે, તે વખતે તો આજના જેવા પદાર્થ હતા જ નહીં! હતા તે પણ કંટાળો લાવે તેવા હતા. જો કે સ્વામીશ્રી તો સામાન્ય જેવા પદાર્થો મળતા તેનો પણ ત્યાગ જ કરતા. ન હોય કે ન મળે ત્યારે તો તેઓ ખૂબ બળમાં આવી જતા! પદાર્થો ન મળે તેમાં એમને ખુમારી ચઢી જતી! યોગીજી મહારાજનું જીવન જોતાં સ્પષ્ટ થાય છે, એક નિશ્ચિત સિદ્ધાંત સ્થપાય છે કે, માનસિક મૂંઝવણ, પ્રેશર, ટેન્શન, ડિપ્રેશનનું મૂળ કારણ મન જ છે. આ સ્પષ્ટતાથી ઘા ક્યાં કરવો તે સ્થાન પકડાય છે. પ્રશ્નો અંદર છે, ઉત્તર બહાર શોધાય છે! જો મન મજબૂત, સ્થિર, ધીર હોય, ગંદું ન હોય, દિવ્ય હોય તો ટેન્શન માટે બહારનાં કારણો, કારણો બની જ ન શકે. પણ મન જ્યારે ગંદું હોય, કમજોર હોય, અસ્થિર હોય તો બાહ્ય કારણો, વ્યક્તિ, પદાર્થ, વાતાવરણ, સંજોગો ટેન્શનનું કારણ અવશ્ય બને છે. મન અને શરીરની રોગપ્રતિકારક શક્તિને ગાઢ સંબંધ છે. મન ઢીલું પડતાંની સાથે શરીરની પ્રતિકારક શક્તિ ઢીલી પડે છે. ત્યારપછી જ સૂક્ષ્મ જીવાણુ શરીર પર હુમલો કરવામાં સફળ થાય છે, રોગ પેદા કરી શકે છે, અને ક્યારેક તો વ્યક્તિ મરી જાય ત્યાં સુધી અસર કરે છે. ક્યારેક મુંબઈની માહિમની ખાડીમાં, ગટરની ગંદકીમાં રહેનારને મચ્છર, માંખી, બેક્ટેરિયા, વાઇરસ કાંઈ ન કરી શકે અને ખંભાલા હિલ્સના સમૃદ્ધ વિસ્તારમાં રહેનારને મેલેરિયા થાય! ત્યાં મચ્છર જ નથી છતાંય મચ્છરદાની બાંધીને સુનારને મેલેરિયા થાય! કારણ? મન ઢીલું પડ્યું, એટલે પ્રતિકાર શક્તિ ઢીલી પડી, અને એટલે માણસ માંદો પડ્યો આજે ગરમીનો સામનો કરવા માટે એરકન્ડિશનરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ એક બહારની સગવડ છે. એરકન્ડિશન્ડ રૂમ, સાઉન્ડપ્રૂફ રૂમ, અનૂકૂળ આવે એવું ગાદલું હોય, આઇસક્રીમ ખાવા માટે તૈયાર અંદર રૂમમાં હાજર છે, પણ સ્ટ્રેસ, સ્ટ્રેઈન, ડિપ્રેશન હોય તો આ બધી સગવડ કે આ બાહ્યોપચાર સુખ-શાંતિ કાંઈ નહીં આપી શકે. આંતરિક ઉપચાર એટલે કે મનને દઢ અને સ્થિર કરવાથી કાર્ય થશે. શરીરને એરકન્ડિશનની સગવડ આપી છે પણ મન તો હોટ કન્ડિશન ભોગવે છે! મન એર કન્ડિશન ભોગવે તો બહાર ગમે તેટલો ટાઢ-તડકો, ઘોંઘાટ હોય પણ સુખ-શાંતિ રહેશે. મન નબળું હોય, અસ્થિર હોય, વિકારવાન હોય, ગંદું હોય તો ઉપર જણાવ્યા મુજબ બધાં બાહ્ય કારણો નડશે જ. બાહ્ય કારણો નડે ત્યારે મૂળ કારણમાં અંદર(મનમાં) જવાને બદલે બહાર ઉપચાર કરાય છે, તે સાવ ઊંધો રસ્તો છે.
પગે ચાલી જનારને સ્કૂટર કે મોટરબાઈકની ઇચ્છા થાય. અને મોટરબાઈક આવી, પછી તો તે માણસ સુખી થવો જોઈએ! ના, હવે સારી ગાડી હોય તો સુખ થાય, એમ વિચારાય છે. ચાલો, સારી કાર આવી ગઈ, હવે તો સુખી થઈ જવો જોઈએ ને! ના, એમ કંઈ સુખી થઈ જવાય? હવે તો મર્સિડીસ ગાડી આવશે તો જ ઠીક પડશે. પણ મર્સિડીસ ગાડી આવે એટલે સુખી થઈ જવાય? ના, તૃષ્ણાનો કોઈ અંત જ નથી, તેને સુખનો કોઈ છેડો જ નથી. આવા સમયે બાહ્ય ઉપચારને બદલે અંદર ગયા હોઈએ તો? કેવી રીતે અંદર જવાય? એક સમયે આપણે ચાલીને જતા હતા તે વખતે મોટરબાઈકની ઇચ્છા થઈ અને ઘણું કમાયા, સમય પણ ઘણો લાગ્યો પછી મોટરબાઈક મળી. પણ હવે, કારની ઇચ્છા થઈ. તો હવે કારની બાજુ જોવાને બદલે જે લોકો ચાલીને જાય છે, તેની સામે જુઓ. એ બધા ચાલીને જાય છે, ટાંગા તોડે છે તેના કરતાં હું કેટલો સુખી, એમ વિચારો તો તત્કાળ સુખી થવાય કે નહીં? મનમાં આ વિચાર કરવાથી હંમેશ માટે સુખી થવાય. ટૂંકમાં, અંદર ડોકિયું કરવું પડે, બહાર નહીં. બહાર ડોકિયું કરવું એટલે કે ગાડી માટે પૈસા કમાવા અને ત્યાં સુધી ટેન્શન-પ્રેશરમાં પટકાયા રહેવાનું, મતનો માર ખાવાનો? ગાડીની ઈચ્છા ભલે થઈ, પણ જુઓ પગે ચાલનાર સામું. આજે મનને દઢ બનાવવાને બદલે, મૂળમાં જવાને બદલે આખી દુનિયા બાહ્યોપચારમાં લાગેલી છે. લોકો વ્યસન-કુસંગથી સુખી થવા જાય છે. સિનેમા, ટીવી, પર્યટન, પિક્નિક, આનંદ-પ્રમોદનાં સાધનોથી સુખી થવા જાય છે. પણ ગપ્પાં કેટલા કલાક મારી શકો? એમાંય થાક લાગે છે! વિષયવાસનાની તૃપ્તિ છે જ નહીં, થતી જ નથી. ક્યારેક દવા-દારૂથી ડિપ્રેશન, ટેન્શન, પ્રેશર, ચિંતા, સ્ટ્રેસ, સ્ટ્રેઇનને કાબૂમાં લેવા માટે ડૉક્ટરો પ્રયત્ન કરે છે. તેમાં ક્યારેક ટેમ્પરરી સારી સફળતા મળે છે. પણ ધીરે ધીરે ડોઝ વધતો જાય, ગોળીઓ બદલવી પડે છે, અને જિંદગીના અંત સુધી રોજ ગોળીઓ લેવી પડે છે. તેની side effects પણ ઘણી હોય છે. ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું! બકરું કાઢતાં ઊંટ પેસે છે | ખોદવો ડુંગર અને કાઢવો ઉદર! કેટલાક બીજા ઉપાયો પણ બતાવે છે. જેમ કે વાતો કરવાની થેરાપી! પણ લોકોને ધીરજ રહેતી નથી. કારણ કે આ થેરાપીમાં ચિંતન કરવું us. Thinking is hard work. આધુનિક સાધનોની મદદથી પણ માનસિક તાણ દૂર કરવાના પ્રયાસો કરાય છે. ક્યારેક ઇલેક્ટ્રિક શોક આપવાથી ટેમ્પરરી રાહત અપાય છે. આ બધા ઉપાયો થીગડાં મારવાં જેવી વાત છે. is treated, not the cause. રોગની નહી, તેનાં બાહ્ય લક્ષણોની સારવાર થાય છે! પણ બહારથી તો આનો અંત જ નહીં આવે. મૂળમાં એટલે કે મનમાં સુધારા કરો, તો વધારે ટકાઉ અને હંમેશાં માટે મટશે. બહારના ઉપાયોની વચ્ચે પણ દુનિયાના વિકસિત દેશો માનસિક તાણની ટોચ પર બેઠા છે. જાપાનના સાઇકિયાટ્રિસ્ટ કે મનોચિકિત્સકો કહે છે : વિશ્વના કોઇ પણ દેશ કરતાં જાપાનના લોકો સૌથી વધારે ચિંતાગ્રસ્ત છે અને આ ચિંતાનો સ્વભાવ હવે ડિપ્રેશનની હદે એક રોગ બની ગયો છે. ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ, સ્ટ્રેઇન વગેરે ડિપ્રેશનમાં પરિણમે છે. જેમ કમળામાંથી કંમળી થઈ જાય તેમ ડિપ્રેશન અંતિમ ખાડો છે. જીવતાં મરેલા જેવા.
Every year, 10 to 20 million sufferers attempt suicide. WHO predicts that, depression will be second only to heart disease as the most common disease worldwide.
મનોચિકિત્સકના કથન પ્રમાણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બધા કેવા ચક્કરમાં પડ્યા છે! આધુનિક લોકો ઉકેલ લાવવાને બદલે વધારે ગૂંચાતા જાય છે. સૌ ક્યાં જઈ રહ્યા છે? કોને ખબર! એક ભ્રમ છે કે સારવાર, દારૂ-દવા જેટલી મોંઘી એટલી વધારે સારી. પરંતુ સૌથી સૌંઘી એટલું નહીં, સાવ મફત અને સૌથી શ્રેષ્ઠ મળતી સારવાર સત્સંગ છે. જે અસલી ઉપાય છે તે મફત છે એટલે એમાં પ્રતીતિ નથી. દેશ-વિદેશમાં સંતો-મહંતો સુંદર સમજણ આપતા રહે છે. તેને ઉપાય કે સારવાર ન માનતાં લોકો બાહ્યોપચારોમાં પડ્યા છે, બહારની સારવારમાં પડ્યા છે અને બહારની સારવાર જેમ જેમ વધુ કરે છે તેમ તેમ વધારે નિરાશા થાય છે. એમ વિષ-ચક્ર ચાલ્યા જ કરે છે. અંતે, નિષ્ક્રિય થાય અથવા આપઘાત કરે, ત્યારે જ છુટકારો થાય છે. માનસિક તાણ સરળ રીતે સમજાવી શકાય છે. તમે ડાબા હાથની મુઠ્ઠી વાળો, હવે જોરથી મુઠ્ઠી દબાવીને બીડેલી રાખો. કેટલા સમય સુધી મુઠ્ઠી બીડેલી રાખી શકો? આ દરમ્યાન મુખ, માથા, ગળા વગેરે કેટલાય સ્નાયુ પણ ભેગા તણાય છે. વ્યક્તિ હસે ત્યારે મુખના ૧૩ સ્નાયુ તણાય છે, અને ગુસ્સે થાય ત્યારે હસતી વખતે જે ૧૩ સ્નાયુઓ તણાય છે એને માલિશ કર્યા જેવો લાભ થાય છે અને ગુસ્સે થતી વખતે ટેન્શનને કારણે જે ૬૩ સ્નાયુ તણાય છે તેને તો મચકોડ જેવું નુકસાન થાય છે. જેમ શરીર મુઠ્ઠી વાળવાથી તણાયેલું રહે છે, એમ જ તણાવ વખતે મન આ પરિસ્થિતિ ભોગવે છે. હવે એક બીજો પ્રયોગ જુઓ. તમે ડાબા હાથે મુઠ્ઠી વાળો અને જોરથી બીડેલી રાખો. હવે જમણો હાથ જે ખુલ્લો છે તેના વડે આઇસક્રીમ ખાઓ. આઇઈઇસક્રીમનું કેટલું અને કેવું સુખ આવે? જો એક હથેળીને તાણમાં રાખવાથી સુખ ન આવતું હોય તો મનને તાણમાં રાખવાથી કેવી રીતે આવી શકે? રમતાં રમતાં બાળકો એક બાળક બીજા બાળકનો હાથ સારી પેઠે મરોડીને બરડા પાસે લઈ જાય છે. બાળકને ત્રાસ ત્રાસ થાય છે. હવે બાળકના મોઢામાં કોઈ ચોકલેટ કે મનગમતી વાનગી મૂકે તો બાળકને તેનું કેટલું સુખ આવે? એમ માણસ માનસિક તાણમાં હોય તે મનને તાણમાં રાખવાથી કેવી રીતે આવી શકે?
તમે ડાબા હાથે મુઠ્ઠી વાળો અને જોરથી બીડેલી રાખો. હવે જમણો હાથ જે ખુલ્લો છે તેના વડે આઇસક્રીમ ખાઓ. આઇસક્રીમનં કેટલં અને કેવું સુખ આવે? જો એક હથેળીને તાણમાં રાખવાથી સખ ન આવતં હોય તો ૧૯૦ ww વખતે સિનેમા, ટી.વી., વ્યસન, કુસંગ, ખાન-પાન, માન-પાન વગેરે બાહ્યોપચાર કેટલું સુખ આપે? મરોડાયેલો હાથ છોડી દે, જોરથી બીડેલી મુઠ્ઠી યથાવત્ કરવામાં આવે તો બીજા કોઈ ઉપચારની જરૂર જ નથી. પ્રકૃતિના કારણે મન વિકૃત થયું છે. હવે સંસ્કૃતિની સારવારથી જ છુટકારો થશે. સંસ્કુતિ એટલે સત્સંગ, સવળી સમજણ. નેગેટિવ વિચાર, નેગેટિવ આચાર, નેગેટિવ આહારવિહારથી મન બગડ્યું છે. વિચારોથી મનના પ્રશ્નો થયા છે, તો હવે વિચાર સુધારવાથી જ મન સુધરશે. પ્રશ્નો મનના, મનમાં છે. ઉત્તર, ઉકેલ પણ મનમાં જ છે. બાળક બીજા બાળકનો હાથ મરોડીને તે હાથને પાછળ લઈ ગયો છે એટલે 24 (hand muscles) તો ખૂબ તણાય. આ સ્થિતિમાં બાળકને હાથમાં જ્યાં દુખે છે ત્યાં મલમ-પટ્ટી કરો. પેઈન કિલર) મલમ લગાડો, પેઈન કિલર ગોળીઓ ખવડાવો તો થોડી રાહત થાય, પરંતુ બે ચાર કલાક પછી તેની અસર પૂરી થાય એટલે ફરીથી બધું કરવાનું. ફરીથી મલમપટ્ટી કરવાની કે ગોળીઓ ખવડાવવાની. પરંતુ હાથ છોડી દે તો પૂર્વવત્ સ્થિતિ થઈ જાય. ખેલ ખતમ! મલમ ગોળીની અસર થોડા સમય માટે. પરતુ મરડેલો હાથ છોડી દો, તો હમેંશ માટે રાહત! દુનિયામાં અસલ આવું જ થઈ રહ્યું છે. મન તંગ છે, તણાવ ચાલુ ને ચાલુ છે, અને તે જ સ્થિતિમાં મલમપટ્ટી કરીએ છીએ. પણ મન તંગ છે તે છોડોને! મન શાનાથી તંગ છે? અવળા વિચારો, ઘૃણા, પૂર્વગ્રહ, હતાશા-નિરાશા, બાંધછોડનો અભાવ, “મારો એકડો સાચો' જેવી દષ્ટિ, અમુક માન્યતા, શંકા, અવિશ્વાસ વગેરેથી મન પ્રેશર, ટેન્શન, ખેંચતાણ, દબાણ ભોગવે છે. ત્યારે મનને પૂર્વવત્ સ્થિતિમાં લાવવાને બદલે લોકો અવળે રસ્તે ચઢે છે. દારૂ, સિગારેટ, તમાકુ, ગૂટખા વગેરે વ્યસનો, સિનેમા, નાટક, કુસંગ, પર્યટન, ખાન-પાન- તાન-માન-ગપ્પાં-સપ્પા-ટેલ-ટપ્પા, એવા બાહ્ય ઉપચારથી વધુ કથળે છે. આ બધાની અસર ટૂંકા સમય માટે છે. વળી, તેનાથી ઘણી આડ અસર થાશે. પરંતુ મનને પૂર્વવત્ બનાવો, એ ઉકેલ હમેંશ માટે છે! અને તે પણ કોઈ જ આડઅસર વિના! પણ મનને સારુ કરવું કેવી રીતે?
અહીં આધ્યાત્મિકતાની જરૂર છે. જે ઉપાય મનને ઘડે, મનને દઢ બનાવે, ગંદવાડ કાઢી મનને પવિત્ર અને સ્વચ્છ કરે, મન સુંદર બનાવે એ બધું જ અધ્યાત્મ છે. મનગમતું, મનધાર્યું, સ્વૈચિકિક આચરણ એ સ્વચ્છંદતા કહેવાય, સ્વતંત્રતા નહીં. આજે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા ચાલી રહી છે. એવી સ્વચ્છંદતા નીતિનાશનો માર્ગ છે. તેમાંથી ટેન્શન, પ્રેશર, ડિપ્રેશન, બધું જન્મે છે. આ વિષ-ચક્ર છે, જેમ જેમ ફરે એમ બધું બગાડે છે, અંતે ખુવાર થવાય ભક lax, Al, (forgive and forget) WH, alla, eal, પરોપકાર વગેરે મૂલ્યો જીવનમાં દઢ થાય તે જ માનસિક તાણ કે દબાણનો ઉકેલ છે. જે તકલીફ આવી તે માત્ર ૧૦ ટકા જ છે, પરેતુ તમે તેને મન પર કેવી રીતે લો છો તેના ૯૦ ટકા છે. યોગીજી મહારાજને કોઈ ગાળો દે તો તેઓ માથે લેતા ન હતા. આપણે ગાળો માથે લઈ લઈએ છીએ એટલે તકલીફ થાય છે. આપણને જરાક કાંઈ થાય, નાની વાત હોય પણ કેટલા અપસેટ થઈ જઈએ છીએ! મન કેટલું હલી જાય, ખાટું થઈ જાય! યોગીજી મહારાજ તેમના પર ત્રાસ ગુજારનાર વિજ્ઞાનદાસ સ્વામી ભેગા ૧૭ વર્ષ રહ્યા, પણ એક હરફ ઉચ્ચાર્યો નથી! કોઈને જણાવવા દીધું નથી કે કોઈને કહેવા પણ દીધું નથી કે વિજ્ઞાનદાસે આમ કર્યું કે તેમ ક્યું! માન-અપમાન, તિરસ્કાર, ગાળોથી મનને ચોટ લાગે. શરીરને નહીં. એટલે તેમાં બાહ્યોપચાર કેવી રીતે કામ કરે? યોગીજી મહારાજને ચોટ લાગતી જ નહોતી.
૧૯૬૦માં સ્વામીશ્રી આફ્રિકા વિચરણથી પાછા મુંબઈ આવ્યા. ત્યારે એક દ્ેષીએ એક છાપામાં યોગીજી મહારાજની વિરુદ્ધમાં બહુ ખરાબ લખ્યું હતું. સ્વામીશ્રી કહે, “આપણે તપાસવું. એવા છીએ? એવા હોઈએ તો સુધરવું. અને ન હોઈએ તો ભવિષ્યમાં એવા ન થઈએ તે માટે આપણને એ ચેતવે છે. માટે આપણે રાજી થવું.' યોગીજી મહારાજ ઘણી વખત ગાતા : ‘ ભેખ એટલે કે સાધુ થયા હોય તોય શું થયું! ઠીક છે બધું! શરીરના મામલામાં જ્યાં સુધી પડ્યા રહીશું ત્યાં સુધી બધું વૃથા. મન દઢ કરવું પડે, આ જ સાચો વિવેક. ઠંડી-ગરમી મનમાં છે. થાક-ઊંઘ મનમાં છે. યોગીબાપા અનેક વખત બોલતા કે “ઊંઘ ને થાક તો માર્યા ફરે.' બોલો, આમાં ટેન્શન, પ્રેશર, તાણ, દબાણ ક્યાં ઊભા રહે!? ઊભી પૂંછડીયે ભાગે! લાગણી ઉપર સંયમ રાખો. નહીં તો મન આકુળ-વ્યાકુળ, અસ્થિર થઈ જશે. ભૂલ હોય તો કબૂલ કરો. હારીને રાજી થતાં શીખવું પડે. પોતાનો એકડો જ સાચો નહીં, અભાવ-અવગુણ કોઈનોય નહીં, કુસંગીનો પણ નહીં! નહીંતર મન તાણ-ખેંચ ભોગવી અસ્થિર થશે. એક વખત મુંબઈમાં દાદરમાં અક્ષર ભવન મંદિરે યોગીજી મહારાજ એક હરિભક્તને પત્ર લખી આપતા હતા. હરિભક્તને ગાડી પકડવાની હતી. અમદાવાદ જવાનું હતું. સમય એકદમ થઈ ગયો હતો. તેવામાં ત્રણ હરિભક્તો હાર પહેરાવવા વચ્ચે આવ્યા. ચાર વખત સ્વામીશ્રીને દખલ થઈ. ચૌથાએ ભીનો હાર પહેરાવી દીધો. તે સ્વામીશ્રીએ લખેલા કાગળ પર પડ્યો અને ઇન્ક પેનથી લખેલું બધું ધોવાઈ ગયું. પણ સ્વામીશ્રીએ જરાય અકળાયા વિના સ્થિર મનથી બીજો પત્ર આખો ફરીથી લખી આપ્યો! કોઈનો વાંક કાઢ્યો નહીં! અવગુણ નહીં, ક્ષમાવૃત્તિ. સહનશક્તિ અને અપાર ધીરજ. આપણને ધીરજ, ક્ષમાવૃત્તિ અને સહનશક્તિના અભાવના કારણે મન ઘણું ઘણું ગૂંચાય છે. યોગીજી મહારાજને કેટલી ધીરજ! પ્રેશર, ટેન્શન ક્યાં ઊભા રહે? “પાંવ ધરન કો ઠીકાનો' એટલે કે પગ મૂકવાનું ઠેકાણું તો મળવું જોઈએ ને! આવું હતું યોગીજી મહારાજનું મન. કઠણમાં કઠણ સ્ટીલ તૂટે પણ સ્વામીશ્રીનું મન ન તૂટે. અકબંધ અને અણનમ રહે. જો કે એમને તો મન જ ક્યાં હતું! એમણે તો ગુરુમુખી થઈને મન અમન કરી દીધું હતું. ગુરુભક્તિથી મન પુરુષોત્તમરૂપ કરી દીધું હતું. એટલે જ એમને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિનો કેફ અખંડ હતો. ભગવાનનું કર્તાપણું એટલે કે જે કરે તે સારા માટે - આવી અનન્ય સવળી સમજણ હતી. એટલે જ એમણે અનેક મુશ્કેલીઓ અને કષ્ટો વચ્ચે અનંત અપાર સુખ ભોગવ્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજ એ જ સ્થિતિ માણે છે. યોગીજી મહારાજ ગયા જ નથી. પ્રમુખસ્વામી મહારાજમાં વિચરે છે. તેઓ આપણો આદર્શ છે. તેમની પાસેથી આવું ઘણું ઘણું શિખાય એમ છે. તેમાંથી શીખીએ તો અંદરનો ઉપચાર થાય અને પછી ટેન્શન, પ્રેશર, સ્ટ્રેસ એ બધું તો આપણાથી હજાર ગાઉં છેટું રહે! (સ્વામીશ્રીએ કરેલા પ્રવચન પરથી સંકલિત)
નિબંધ -1 નિરૂપણ
📖 યોગીજી મહારાજ, આપણે અને આપણું મન
નિબંધ-1 સમરી
📖 યોગીજી મહારાજ, આપણે અને આપણું મન


0 comments