તા. ૩-૮-૨૦૨૧ સવારે પૂ. ધર્મસ્વરૂપ સ્વામીની શ્રદ્ધાંજલિ સભા - સારંગપુર

પૂ. ભક્તિસાગર સ્વામી: એમનામાં અનેક ગુણો હતા. આટલાં વર્ષો ઠાકોરજીની સેવા-પૂજા કરી. કોઈ દિવસ ઠાકોરજીને ધરાવેલા ફ્રૂટનું એક ફોડવું પણ મોંમાં મૂક્યું નથી.

પૂ. મુખી સ્વામી - શરૂઆતમાં ૫ વર્ષ ધર્મસ્વરૂપ સ્વામી સાથે પૂજારીની સેવા મળી. એકવાર ફૂલહાર બનાવવાના દોરા ખૂટી ગયા હતા, એટલે ભડલીવાળાને કહ્યું ને ધર્મસ્વરૂપ સ્વામી સાંભળી ગયા, તો મને કહે: આપણે બારોબાર ન મગાવવું. કોઠારીને કહેવું.

પૂ. નિર્માન સ્વામી - એમની સાથે પૂજારીમાં સેવા. એકવાર પૂરીની રૂમમાં ધગધગતું તેલ પગ પર પડ્યું, ને ફોલ્લા પડી ગયા, તોય ઠાકોરજીની સેવામાંથી પાછા પડ્યા નથી. એકવાર મને કહે: આપણે ઠાકોરજીની સેવામાં હોઈએ તો ઘુમ્મટ બાજુ ન જોવું. તો કોઈ દિવસ વાંધો ન આવે.‘ એ વખતે તો ચકલુંય ફરકતું નહિ, પણ તોય આ વાત કરી હતી.

પૂ. સંતસ્વરૂપ સ્વામી - ૭૫ સુધી એકલા જ પૂજારી. છતાં ૧૩ મૂર્તિઓની સેવા એકલા હાથે કરી છે. અમને સંત સ્વામી: તમારે મદદમાં જવું.

પૂ. શ્વેતવૈકુંઠ સ્વામી - ઈ.સ. ૧૯૭૯ ગ્રહણ બાદ વહેલી સવારે સ્વામી આરતી ઉતારી વહેલાં આરામ કરી શકે એ માટે નાના સંતોના કહેવાથી ગ્રહણ પછી સ્નાન કરાવવાને બદલે ભીના કપડાથી ઠાકોરજીને લૂછી લીધા. પ્રમુખસ્વામી મહારાજને ખબર પડી, ધર્મસ્વરૂપ સ્વામી પર અત્યંત કોપ વરસાવ્યો. છતાં શાંત. સ્વામીને એમના પર એવો વિશ્વાસ કે ભલે એમની ભૂલ ન હોય, તોય એમને વઢી શકતા.

પૂ. ભદ્રેશ સ્વામી: એમનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ બધા ગુણો હતા. એટલે જ એ ભલે જે વાત કરે એ ન સમજાય, પણ એમની પાસે રહેવું ગમતું. બીજા કોઈની પણ પાસે બેસીએ તો સંત સ્વામીને ન ગમે. પણ એમની પાસે બેસીએ તો એમાં એમને કોઈ વાંધો નહિ.

પૂ. અક્ષરચરણ સ્વામી: આપણે પરમહંસોનાં દર્શન નથી કર્યા, પણ એમને જોઈએ તો ખ્યાલ આવે કે પરમહંસો કેવા હશે!

પૂ. નારાયણમુનિ સ્વામી: ભલે આવડત ઓછી હતી, પણ એ ખરેખરા ભજની હતા. એમણે ખરેખરું ભજન કરી બતાવ્યું.

પૂ. જ્ઞાનેશ્વર સ્વામી: એમને સંત સ્વામી જડભરત કહેતા. અને ખરેખર એમને કોઈ જાતની અપેક્ષા નહોતી. ક્યારેય કંઈ એમણે માગ્યું નથી. પોતાને આટલી વૈરાગ્યની ખખા, છતાં બીજા જેમ વર્તતા હોય એમ. કોઈનીય ફરિયાદ કરી નથી.

પૂ. ભક્તવત્સલ સ્વામી: કોઈ પણ ધામમાં જાય, ત્યારે એ વ્યક્તિ સાથે કોઈને રાગદ્વેષ ન રહે ને વખાણ કરે. પણ ધર્મસ્વરૂપ સ્વામીના અહીં જે ગુણો ગવાય છે, એ ખરેખર એમનામાં હતા. એ ક્યાંય બીજાને જવાબદારી સોંપીને પણ હરવા ફરવા ગયા જ નથી. ઠાકોરજીની સેવા મૂકીને જવાનો સંકલ્પ થયો નથી.

પૂ. વિવેકસાગર સ્વામી: આપણે ત્યાં સાધુતાના શિખર સમા કેટલાક સંતો છે, તેમાંના તેઓ એક હતા.

0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...