પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, ફાઉન્ડર અને ચેરમેન, હરિકૃષ્ણ એક્સ્પોર્ટસ
"આપણે ભગવાનને જોયા નથી પરંતુ ભગવાનની હાજરી વગર આ પ્રમુખસ્વામી મહારાજ નગર શક્ય નથી. પ્રમુખસ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની અલૌકિક શક્તિના લીધે ૮૦,૦૦૦ સ્વયંસેવકો સમર્પણ કરી શકે છે."
શ્રી અરુણભાઈ ગુજરાતી - પૂર્વ અધ્યક્ષ મહારાષ્ટ્ર સરકાર
“૧૯૮૫ થી હું પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં છું અને મને કોઇ પૂછે કે ગુરુ કેવા હોવા જોઈએ તો હું કહું કે પ્રમુખસ્વામી મહારાજ જેવા હોવા જોઈએ... હું તો પ્રમુખસ્વામી મહારાજને ઈશ્વરતુલ્ય માનુ છું માટે હું કહું છું કે જો માણસને માણસ બનવું હોય તો પ્રમુખસ્વામી મહારાજના આદેશોનું પાલન કરવું જોઈએ."
શ્રી વાય. એસ. રાજન, પૂર્વ ચેરમેન – NIT મણિપુર
"પ્રમુખસ્વામી મહારાજે મારી પીઠ પર ધબ્બો માર્યો હતો એ મને આજે પણ યાદ છે અને એની શક્તિ કેટલી છે એ મને સારી રીતે ખ્યાલ છે કારણકે જીવનના ખરાબ સમયમાં પણ તેમની દિવ્ય શક્તિ મારી સાથે રહી છે..."
"હું દરેક યુવાનને આગ્રહ કરું છું કે તમે વચનામૃત વાંચો અને દેશની દરેક ભાષામાં તેનું ભાષાંતર કરીને પ્રકાશિત કરો.”
શ્રી ગોપાલ આર્ય, સેન્ટ્રલ ઓફિસ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)
“હું આજે બપોરથી આ નગરના દર્શન કરું છું અને મને ભગવદ્ગીતાનો "યદા યદા હિ ધર્મસ્ય" શ્લોક યાદ આવી ગયો અને પ્રમુખસ્વામી મહારાજે એ શ્લોક પ્રમાણે આ ભારતવર્ષમાં સમાજ પરિવર્તન માટે જન્મ ધર્યો હતો એવું હું દૃઢપણે માનું છું કારણકે તેઓ સાચા અર્થમાં યુગપુરુષ હતા. પ્રમુખસ્વામી મહારાજ જેવા યુગપુરુષ આ ધરતી પર જન્મ લે છે ત્યારે યુગ પરિવર્તનની લહેર આવે છે.”
શ્રી આલોક કુમાર, કાર્યકારી પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)
"પ્રમુખસ્વામી મહારાજ માટે દિવસરાત અલગ નહોતા કારણ કે તેમના મનમાં ૨૪ કલાક ભગવાન અને તેમના ભક્તોનો જ વિચાર હતો અને પ્રમુખસ્વામી મહારાજ એ સાચા અર્થમાં "કર્મયોગી" હતા..."
"આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોતાં જ પ્રમુખસ્વામી મહારાજ અત્યારે આપણી સાથે હોય તેવી અનુભૂતિ થાય છે.”
*ડૉ. પંકજ ચાંદે, ફાઉન્ડર, વાઇસ ચાન્સેલર, કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી*
"પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એ માતૃહૃદય હતું કારણ કે તેમના વ્યવહારમાં ક્યારેય ભેદભાવ જોવા મળ્યો નથી. પ્રમુખસ્વામી મહારાજે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર દુનિયાના ખૂણે ખૂણે કર્યો છે અને દેશ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે... હું ૨૪ વર્ષ પહેલાં લંડનમાં પ્રમુખસ્વામી મહારાજને મળેલો ત્યારથી મને મનાયું છે કે તેઓ સાક્ષાત્ “દેવ માણુસ” (મનુષ્યરૂપે દેવતા) છે.”
"બાળ નગરી એ સાચા અર્થમાં સંસ્કાર નગરી છે કારણકે ત્યાં મનોરંજનની સાથે સંસ્કાર આપવામાં આવે છે."
શ્રી અરુણ તિવારી, પ્લૅટિનમ જ્યુબિલી મેન્ટર, CSIR – ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી; સહલેખક - 'Transcendence' by Dr. APJ Abdul Kalam
“જ્યારે બધું અકલ્પનીય અને અદ્ભુત હોય ત્યારે બધા એમ કહે કે આ સાચું છે કે સ્વપ્નું ? એ જ રીતે આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને પણ એમ જ થાય છે કે આ સપનું છે કે સચ્ચાઈ?"
"મારા મતે પ્રમુખસ્વામી મહારાજ એ ખુદ શાસ્ત્ર સમાન સંત હતા પરંતુ કલામ સાહેબે મને કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ હજારો લાખો લોકોની જીવન નૈયાના નાવિક હતા."
શ્રી કેશવ વર્મા, નિવૃત્ત IAS ઓફિસર, ચેરમેન – હાઇ લેવલ કમિટી ઓન અર્બન પ્લાનિંગ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ
“આજે ૬૦૦ એકર જમીનમાં પથરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું વિચારું છું કે આ જાદુ કઈ રીતે થયું? અહીંની વ્યવસ્થા અને પ્રબંધનને જોઈને હું ખૂબ જ અભિભૂત છું...
મહંતસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા વિશ્વનાં અનેક દેશોમાં પહોંચી છે અને અનેક દેશોમાં સ્વાગત કરવામાં આવે છે કારણકે તેમને મેનેજમેન્ટની વ્યાખ્યા જ બદલી નાખી છે."



.jpg)






0 comments