ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રોજ સાંજે મહાનુભાવોની હાજરીમાં વિવિધ વિષય પર પ્રવચનનું આયોજન થાય છે પરંતુ આજની સભામાં હાજર રહેલા સહુ હરિભક્તો તેમજ દર્શનાર્થીઓ ચોંકી ગયા કારણકે ઇન્ડોનેશિયાના બાલીના ગાંધી પુરી આશ્રમના સ્થાપક Padma Shri Agus Indra Udayana સ્વામિનારાયણ સંપ્રદાયના મંત્રો મોઢે બોલ્યા અને કહ્યું કે આ મંત્રો મને પ્રમુખસ્વામી મહારાજે 1997માં શીખવાડ્યા હતા.આવો તે મંત્ર નીચે આપેલ વીડિયો દ્વારા સાંભળીયે.
એટલું જ નહિ તેમને પોતાને અહીંયાના સ્વયં સેવક ગણાવ્યા.
તેમને જણાવ્યું કે જયારે તેમને જીવનમાં પ્રશ્ન આવે ત્યારે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયની આ લાઈન સાંભળે છે અને તે પણ તેમને ગાઈને બતાવી.



0 comments