શ્રી બાવા જૈન, સેક્રેટરી જનરલ, વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજીયસ લીડર્સ
"મારા મતે પ્રમુખસ્વામી મહારાજ આધુનિક વિશ્વનાં વિશ્વકર્મા છે... યુનાઈટેડ નેશન્સનીની મિલેનિયમ સમિટમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલા સંવાદિતાના સંદેશે દુનિયાભરમાં હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું."
પૂજ્ય શ્રી સદગુરુ ઉદયસિંઘજી મહારાજ, અધ્યક્ષ, નામધારી શીખ સમાજ
"પ્રમુખસ્વામી મહારાજે ગામડે ગામડે વિચરણ કરીને ભક્તોના મનોરથ પૂરા કર્યા છે અને આશીર્વાદ આપ્યા છે તો મારા મતે એ જ સાચો ધર્મ છે."
આચાર્ય ડૉ. લોકેશમુનિજી, સ્થાપક પ્રમુખ, અહિંસા વિશ્વ ભારતી
"પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં આધ્યાત્મિક સંસ્કૃતિના મહાન સૂર્ય હતા અને સૂર્ય ક્યારેય પૃથ્વી પરથી અસ્ત થતો નથી, કેવળ આપણી આંખો સામેથી ઓઝલ થાય છે, તે રીતે પ્રમુખસ્વામી મહારાજ તેમના જીવન કાર્યો થી સદાય યાદ રહેશે..."
"પ્રમુખસ્વામી મહારાજને ભારતરત્ન , પદ્મભૂષણ , નોબેલ પ્રાઈઝ વગેરે આપીએ તો પણ ઓછું છે તેવું તેમનું જીવન અને કાર્ય છે.”
પૂજ્ય ભિખ્ખુ સંઘસેના, સ્થાપક પ્રમુખ, મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર(MIMC)
"આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને અને અહીં દર્શાવેલા જીવનમૂલ્યોના સંદેશોને જોઈને મને વિશ્વાસ છે કે ભારત દેશ સાચા અર્થ માં વિશ્વગુરુ બનશે અને બીએપીએસ સંસ્થાનો તેમાં અમૂલ્ય ફાળો રહેશે.”
રબ્બી એઝેકેઇલ આઇઝેક માલેકર, અગ્રણી, યહૂદી સમાજ, ન્યુ દિલ્લી
"આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખરેખર સ્વર્ગ સમાન છે અને આજે પ્રમુખસ્વામી મહારાજ આપણને સૌને ઉપરથી આશીર્વાદ આપતા હોય તેવી અનુભૂતિ થાય છે."
આર્કબિશપ થોમસ મેકવાન, આર્કડાયૉસેસ ઓફ ગાંધીનગર
"પ્રમુખસ્વામી મહારાજ સદા ઈશ્વરની હાજરી માં જીવનાર સંત હતા અને તેમનામાં સદાય ઈશ્વરનો પ્રાણ વસતો હતો..."
"આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધ્યાત્મિકતાનો સાગર વહે છે."
પૂજ્ય પરમાત્માનંદજી, સ્થાપક આચાર્ય, આર્ષ વિદ્યા મંદિર
"પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં સંવાદિતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા... હું દ્રઢપણે માનું છું કે વિશ્વ સંવાદિતા દિવસ ને વિશ્વ પ્રમુખસ્વામી મહારાજ દિવસ તરીકે મનાવવો જોઈએ."
પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબજી, સ્થાપક, પારસધામ
“પ્રમુખસ્વામી મહારાજનું નામ ભલે પ્રમુખ હોય પરંતુ મુખ જેનું પ્રભુ મુખ સમાન હોય તેવા એ વિરલ સંત હતા. તેવું જ તેજ , દિવ્યતા અને તેવું જ પ્રભુ મુખ મહંતસ્વામી મહારાજનું છે."
પ.પૂ. સ્વામી અવધેશાનન્દ ગીરીજી - મહામંડલેશ્વર - જૂના અખાડા
"વિવિધતા માં એકતા" અને "સર્વે ભવન્તુ સુખીન:" એ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિનું પોષણ અને સંવર્ધનનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં કર્યું છે."



.jpeg)



.jpeg)



0 comments