અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૧૪-૧૨-૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ઉદ્ઘાટન કરશે અને તે સાથે ન ભૂતો ન ભવિષ્યતિ થનારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મોટાભાઈ સોમભાઈ મોદી કે જેઓ વૈષ્ણોદેવી સર્કલ પર આવેલ મોદી સંકુલના ચેરમને છે તેમને સંકુલના ૩ માળ મહોત્સવમાં આવનાર મહાનુભાવ , સંતો મહંતો માટે સેવામાં આપ્યા છે જેમાં ૭૫ જેટલા મહાનુભાવો રહી શકશે.
શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓને બધી જ માહિતી મળી રહે તે માટેની એપ્લિકેશન પણ બી.એ.પી.એસ સંસ્થાએ બહાર પાડેલ છે,આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી તેમજ તે કેવી રીતે ઉપયોગી છે તે અંગેનો વિડીઓ આપ અહીં જોઈ શકો છો.




0 comments