પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રચાઈ શકે છે વલ્ડ રેકોર્ડ

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જયારે ભવ્યાતિ ભવ્ય ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવની મોટી વિશેષતા એ છે કે સંપૂર્ણ ઉત્સવ ઝીરો કોસ્ટિંગ કન્સેપ્ટ પર થવા જઈ રહ્યો છે.એક બાજુ મહોત્સવમાં ઉપયોગમાં અવાનારી તમામ સામગ્રીના દાન અને સમર્પણથી મેળવવામાં આવી છે તો બીજી બાજુ ૫૦ હજારથી વધુ સ્વયંસેવકોએ રાત દિવસ સેવા કરીને નગરનુ નિર્માણ કર્યું છે.અહીં ઉપયોગમાં લેવાયેલી ચીઝ મહોત્સવ પૂર્ણ થયા બાદ કાં તો દાન કરી દેવાશે કાં તો જેમના જોડેથી લીધેલ છે તે પરત કરી દેવાશેઆટલા વિશાળ મહોત્સવનું આવી રીતે આયોજન કરવા બદલ સીલ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તો તેમાં કઈ નવાઈ નથી.



અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં યોજાયેલ બી.એ.પી.એસ સંસ્થાના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજને દિલ્હી અક્ષરધામ રચવા માટે ગિનીઝ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.






આ ઉપરાંત ૮ જુલાઇ ૨૦૦૦ના રોજ લંડનમાં પ્રમુખસ્વામી મહારાજને ભારત બહાર સહુથી મોટા ઉત્સવ કરવા માટે તેમજ ભારત બહાર લંડનનું મંદિર બનવા માટે પણ ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.





જો આપ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મુલાકાતે આવવાના હોવ તો અહીં આપેલ વીડિઓ પને નગરમાં કરવામાં આવેલી વ્યવસ્થાને સમજવા માટે ઉપયોગી બની રહેશે.





0 comments

Jivuba Quiz — Test

Jivuba Quiz Jivuba Quiz — Test ગુજરાતી हिन्दी English Chapter 1