૨૯ ડિસેમ્બર, ૨૦૨૨,અમદાવાદ - પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રમુખસ્વામી મહારાજ નગર પારિવારિક એકતા દિન







 જાણીતા ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર શ્રી દિલીપભાઇ જોશી

“પ્રમુખસ્વામી મહારાજ એ સાચા અર્થમાં નારાયણ સ્વરૂપ સમાન સંત હતા કારણકે તેમને જીવપ્રાણી માત્ર માટે કરુણા અને પ્રેમ હતા માટે જ બધાને પ્રમુખસ્વામી મહારાજ પોતાના લાગતા હતા...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ રહેલા છે અને તેમની કૃપાથી છેલ્લા ૧૪ વર્ષથી અવિરત આ સીરિયલ ચાલતી આવે છે.” 



નરસી મોનજી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયરાજ સી. ઠાકર

“આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને હું ધન્યતા અનુભવું છું અને આજે બાળ નગરીમાં ૧૨ વર્ષની બાળકીએ નગરનો પરિચય આપ્યો એ જ બતાવે છે કે પ્રમુખસ્વામી મહારાજે સંસ્કારયુક્ત અને ચારિત્ર્યયુક્ત બાળસમાજનું નિર્માણ કર્યું છે."


પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવેલી મહિલાનો અદભુત પ્રસંગ માનવ અહી આપેલ વીડિયો જોશો.








 ગુજરાતના કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, MLA શ્રી અમિતભાઈ ચાવડા

“પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાય અને એમાં આપણને હાજર રહેવા મળે તેનાથી મોટા ભગવાનના આશીર્વાદ બીજા કોઈ ના હોઈ શકે."





 કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ 

"જૂઠનો દસકો હોય અને સત્યની શતાબ્દી હોય છે" એ રીતે પ્રમુખસ્વામી મહારાજ સત્ય હતા અને તેમની શતાબ્દીમાં આપણે હાજર છીએ એ આપણાં માટે સૌભાગ્યની વાત છે."




 શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનન્દજી મહારાજ

“હું ખૂબ જ ધન્યતા અનુભવું છું આ "ભૂતો ન ભવિષ્યતિ" શતાબ્દી મહોત્સવમાં હાજર રહીને...

અહીં દેશ વિદેશના ૮૦,૦૦૦ સ્વયંસેવકો જે પ્રબંધન કરી રહ્યા છે તેને જોઈને એમ થાય છે કે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ અહી આવીને શીખ લેવી જોઈએ."

 



ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

"આ માત્ર શ્રદ્ધા કે આસ્થાનું નગર માત્ર નથી, પરંતુ આ નગર જીવનમાં ખૂબ મોટી શીખ મેળવવાનું સ્થાન છે. કલા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય થાય ત્યારે આવા પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ થઇ શકે છે...

પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા સંસ્કારયુક્ત બાળકો ઘરે ઘરે જઈને લોકોને વ્યસન અને દૂષણોથી મુક્ત કરીને જીવનપરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે એ ખૂબ મોટી વાત છે."




 વિખ્યાત કવિ શ્રી તુષાર શુક્લ

"ઘરસભા એ પ્રમુખસ્વામી મહારાજનું અતુલ્ય યોગદાન છે. સંવાદની ગેરહાજરીથી અનેક પ્રશ્નોનો ઉદ્ભવ થાય છે અને તેનો ઉત્તમ ઉપાય પ્રમુખસ્વામી મહારાજે આપેલ ઘર સભા છે."





 જન શિક્ષણ સંસ્થાન (JSS), મહાવિદ્યાપીઠના પ્રમુખ શ્રી જગદ્ગુરુ શ્રી શિવાદેશીકેન્દ્ર મહાસ્વામીજી

"સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં વિસ્તર્યો છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય ચેતનાને જાય છે અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના "બીજાના ભલામાં આપણું ભલું" એ ભાવના સાચા અર્થમાં વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે.”

0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12