થોડા દિવસ પહેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક મહિલા આવી હતી ઘરેથી થયેલા પ્રશ્નને લીધે તે આત્મહત્યા કરવા ઝેરની બોટલ સાથે લઈને નીકળી હતી પરંતુ મારતા પહેલા પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈ લઉં તેમ વિચારી તે અહીં પ્રવેશી અહીં તેને પ્રમુખસ્વામી મહારાજની મહમૂર્તિ અને અક્ષરધામ જોયું બાદમાં આખરે આ મહિલાની નજર એક શો પર પડતાં અને બહાર ઊભેલા કાર્યકરો દ્વારા તૂટે હૃદય તૂટે ઘર જોવા માટે દરેક લોકોને માઈકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવતાં મહિલાએ પણ શો જોવા માટે પ્રવેશ કર્યો હતો. શો જોતાં જોતાં 20 મિનિટ્સના શોમાં દરેક એવી બાબતો સામે આવી, જાણે પોતાના અને અન્યના જીવનને અનુરૂપ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓને આવરી લેવામાં આવી હોય. આજના આધુનિક યુગમાં લોકો જે પ્રમાણે જીવે છે અને સાસુ-વહુ વચ્ચે ચાલતા કૌટુંબિક ઝગડા અને આખા દિવસની રોજેરોજની માથાકૂટમાં જે રીતે મહિલાઓ માનસિક રીતે તૂટી જાય છે, એવી તમામ બાબતો શો જોતા સમયે એ મહિલાએ અનુભવી અને થોડુંક જતું કરવામાં તથા નાની બાબતોને ભૂલવાથી તેમજ સમાધાનકારી વલણ અપનાવવાથી રસ્તા નીકળે. જિંદગી કેટલી કીમતી છે.
મનુષ્ય દેહ વારંવાર નથી મળતો અને નાની વાતમાં કોઈ ખોટું પગલું ના ભરવું જોઇએ એ વાત મહિલાને તૂટે હૃદય તૂટે ઘર શો દ્વારા સમજાઈ ગઈ અને શો જોઈને બહાર આવીને મહિલાએ પોતાની પાસે રહેલી ઝેરની બોટલને ફેંકી દીધી અને જિંદગીને નવેસરથી નવી વિચારસરણી સાથે પોઝિટિવ થિંકિંગ સાથે જીવવાનો મનોમન સંકલ્પ કર્યો હોય એમ નગરમાંથી નીકળી પોતાના જીવન પરિવર્તન કરવાનો નિર્ધાર કર્યો. જીવન અમૂલ્ય છે, તેને નાની બાબતમાં આમ ના વેડફાય, એ મહિલાને સમજાઈ ગયું. જીવનને સાર્થક કરવાના મક્કમ ઇરાદે નગરની બહાર ચાલતી જતી મહિલાને સ્વયંસેવક ખુશ જોઈ રહ્યા હતા.



0 comments