૨૬ ડિસેમ્બર, ૨૦૨૨, અમદાવાદપ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ - પ્રમુખસ્વામી મહારાજ નગર




જાણીતા કવિ, લેખક શ્રી માધવ રામાનુજ

"પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વમાં માતાપિતા નો અણસાર આવે છે એ રીતે પ્રમુખસ્વામીના દર્શન કરીએ ત્યારે ભગવાનનો અણસાર આવે છે...

જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરીએ ત્યારે આપણે આપણાં પરિવારના વડીલને મળતા હોઈએ તેવી લાગણી અનુભવાય છે."




 ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલ

"આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કાર્ય ભલે ૧ મહિના માટેનું હોય પરંતુ તેની રચના સદીઓ સુધી રાખવાનું હોય તે રીતે કરવામાં આવી છે.”






 શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી અમરીશભાઈ પટેલ

“આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને મને સ્વપ્નું જેવું લાગે છે અને પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ જોઈને કરુણાથી ભરેલી એમની આંખો મારા હૃદયને સ્પર્શ કરી જાય છે.
હજારો વર્ષોમાં એકવાર આવા યુગપુરુષ આ પૃથ્વી પર અવતરે છે અને પ્રમુખસ્વામી સાચા અર્થમાં યુગ પુરુષ હતા.”
 



 હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફ. ડૉ બળવંતભાઈ શાંતિલાલ જાની

“પ્રમુખસ્વામી એ આપણા સમયની વિરલ વિભૂતિ અને આદર્શ વિભૂતિ અને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવી વ્યક્તિ હતા જેઓ ભગવાન સ્વામિનારાયણે દર્શાવેલા મૂલ્યો અને આદેશોનું નિર્વહન એક સાચા વારસદાર તરીકે કરી ગયા.પ્રમુખસ્વામી મહારાજમાં સહજાનંદ સ્વામી મહારાજનો માતૃત્વ વાત્સલ્ય ભાવ જોવા મળતો હતો."




 ગુજરાત સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ શ્રી રઘુવીર ચૌધરી

"આ સંપ્રદાયમાં "કરિષ્યે વચનમ તવ" ની ભાવના જોવા મળે છે.”
 

 

 ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના ટ્રસ્ટી પદ્મ શ્રી કુમારપાળ દેસાઇ

“ કેટલીક વસ્તુઓ પ્રાચીન હોય છે અને કેટલીક વસ્તુઓ અર્વાચીન છે પરંતુ આજની આ ઘટના એ શાશ્વત છે કારણકે આ એક વિશ્વસંત ની શતાબ્દી છે. "શરત વગર વહાલ કરવું અને કારણ વગર આપતા રહેવું" એ આપણને પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે અને માનવહૃદયના પ્રેમથી કઈ રીતે જીવન પરિવર્તન કરી શકાય તેનું ઉજ્જવળ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ છે. તેઓ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર છે."


 

ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરપર્સન શ્રી ભાગ્યેશ ઝા

"આ માત્ર શતાબ્દી મહોત્સવ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનો મહોત્સવ છે. જેમ દરેક દેશમાં રાજદૂત હોય છે તેમ પ્રમુખસ્વામી મહારાજ એ ઈશ્વરના પ્રેમદુત હતા.”
 




 આસામના કેબિનેટ રાજ્ય મંત્રી શ્રી અશોક સિંઘલ

"અહી આવીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરની ભવ્યતા જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અકલ્પનીય છે."

 



હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકર

“આજે કોઈ પણ માણસને પ્રબંધનના પાઠ શીખવા હોય તો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને સારી રીતે શીખી શકાય છે.હું પણ આજે આ નગરમાં માર્ગદર્શન આપવા નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજ , સંસ્થા અને સ્વયંસેવકો માંથી શીખવા માટે આવ્યો છું.”

0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12