પ્રમુખસ્વામીના આશીર્વાદને લીધે બચી ગયા - થયો ગોઝારો એક્સીડટ


વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી, જેથી બસના મુસાફરને હાર્ટ-એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 



અકસ્માત થતાં બૂમાબૂમ શરૂ થઈઃ બસનો ચાલક
લકઝરીના  ચાલકે પોતે જોયેલા એક્સિડન્ટને વર્ણવતા કહ્યું કે સવારે શાંત માહોલમાં અચાનક ગાડી સામે આવી. પ્રમુખસ્વામીનગરમાંથી અમે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પ્રમુખસ્વામીના આશીર્વાદથી અમે બચી ગયા હતા.


બસમાં સવાર લોકો અમદાવાદમાં પ્રમુખસ્વામીનગરમાં ગયા હતા
બસમાં સવાર 30 લોકોને નાનીમોટી ઈજા - નવસારી સિવિલ હોસ્પિટલ

11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને - નવસારીની ખાનગી હોસ્પિટલ

સામાન્ય ઈજા પામનારા લોકો-  વલસાડ 


ઉલ્લેખનીય છે કે બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના છે, જેઓ અમદાવાદ ખાતે BAPSના પ્રમુખસ્વામીનગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા.




PM મોદીએ Tweet કરી દુઃખ વ્યક્ત કર્યુું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Tweet કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12