ચારધામના પ્રમુખ ધામ બદ્રીનાથના પ્રવેશદ્વાર કહેવાતા ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ શહેર પર ડૂબવાનું જોખમ છે. અહીં લગભગ એક વર્ષમાં 500 ઘર, દુકાન અને હોટલમાં તિરાડો પડી છે. આ કારણે એ રહેવાલાયક રહ્યાં નથી.
24 ડિસેમ્બરના રોજ જોશીમઠના લોકોએ વહીવટી તંત્ર પર શહેરને બચાવવાને લઈને પગલાં ન ભરવાનો આરોપ લગાવી વિરોધ માર્ચ કાઢી હતી. આ પછી વહીવટી તંત્રએ ટીમ બનાવી.
આ ટીમે જણાવ્યું કે કેટલાક ભાગો માનવસર્જિત અને કુદરતી કારણોને લીધે ડૂબી રહ્યા છે. વૃક્ષો અને પહાડો કપાવાને કારણે ભૂસ્ખલન પણ થાય છે. જોશીમઠના લગભગ તમામ વોર્ડમાં આયોજન વગર ખોદકામ થઈ રહ્યા છે, જેને કારણે મકાન અને દુકાનમાં તિરાડ જોવા મળી રહી છે.
.jpg)



0 comments