વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચાર મળ્યા ત્યારથી ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ 3.50 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ અને સાંજે 4 વાગ્યે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા.હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા.પીએમ મોદી અમદાવાદ આવ્યા ત્યારે તેમના ચહેરા પર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ રહી હતી. યુ.એન મહેતા હોસ્પિટલના ડોક્ટર સાથે પીએમ મોદીએ હીરાબાની મુલાકાત લીધી હતી. લગભગ સવા પાંચ વાગ્યા સુધી પીએમ મોદી હીરાબા સાથે હોસ્પિટલમાં રોકાયા હતા. ત્યાર બાદ હોસ્પિટલમાં બહાર નીકળતી વખતે આસપાસ ભેગા થયેલા લોકોને હાથ બતાવી અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી પીએમ દિલ્હી જવા રવાના થયા હતા.
Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam
Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12



0 comments