નોટબંધી કેટલી સાચી - ખોટી? આવી ગયો તેનો ચુકાદો કોર્ટ દ્વારા





 નોટબંધી અંગે પાંચ જજની પેનલમાંથી એક જજે કહ્યું કે નોટબંધીનો નિર્ણય યોગ્ય નહોતો.




નોટબંધીના નિર્ણયમાં અલગ અભિપ્રાય આપનારાં અને નોટબંધીને ગેરકાયદે ગણાવનારાં જસ્ટિસ બી.વી નાગરત્ના કોણ છે ?

જસ્ટિસ બી.વી. નાગરત્નાનો જન્મ 30 ઓક્ટોબર 1962ના રોજ મૈસૂર પાસેના પાંડરપુરામાં થયો હતો. 1987માં તેમણે વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. જસ્ટિસ બી.વી. નાગરત્નાએ બેંગલોરમાં વકીલ તરીકે તેમની કાયદાકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી 2008માં જસ્ટિસ નાગરત્નાની કર્ણાટક હાઈકોર્ટમાં વધારાના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બે વર્ષ પછી તેમને કાયમી જજ બનાવવામાં આવ્યાં. 2021માં જ્યારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે કોર્ટમાં ખાલી પડેલી જગ્યાઓ માટે કેન્દ્ર સરકારને 9 નામોની ભલામણ કરી હતી, ત્યારે જસ્ટિસ બીવી નાગરત્નાનું નામ પણ એમાં સામેલ હતું. આ રીતે બીવી નગરરત્ના સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ બન્યાં.

પિતા SCમાં ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે
જસ્ટિસ નાગરત્નાના પિતા ઈએસ વેંકટરામૈયા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. ઈએસ વેંકટરામૈયા 1989માં લગભગ 6 મહિના સુધી CJI હતા. કાયદાકીય અભ્યાસ માટે જસ્ટિસ નાગરત્ના તેમનાથી પ્રેરિત થયાં હતાં. ઘણા નિષ્ણાતો કહે છે નાગરત્ના ભારતનાં પહેલાં મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. કેન્દ્ર સરકાર મંજૂરી આપે છે તો 2027માં તેઓ CJI બની શકે છે.\


નોટબંધીના પ્રકરણમાં જસ્ટિસ નાગરત્નાએ શું કહ્યું...

RBI એક્ટની કલમ 26(2)નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે રિઝર્વ બેંકના અભિપ્રાયને કોઈપણ રીતે ભલામણ ગણી શકાય નહીં. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે નોટબંધી કરવી હતી તો નિર્ણય RBIનો હોવો જોઈએ, સરકારનો નહીં. 2020માં આવું થયું નહોતું, આથી નોટબંધીને યોગ્ય ગણી ન શકાય.

0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12