આપે અત્યાર સુધી વિમાન ઉડતું જોયું હશે પણ આવનાર સમયમાં બાઈક ઉડતા જુઓ તો તેમાં નવાઈ નથી કારણ કે આ ફ્લાઈંગ બાઈકને અમેરિકાની જેટપેક એવિએશન કંપનીએ ડિઝાઈન કરી છે. ઓરિજિનલ ડિઝાઈનમાં 4 ટર્બાઈન હતાં, પણ ફાઈનલ પ્રોડક્ટમાં 8 ટર્બાઈનનો સમાવેશ થશે. બે ટર્બાઈન બાઈકના પ્રત્યેક ખૂણામાં સેફ્ટી માટે હશે.
જેનું વજન ૧૩૬ કિલો છે અને તે ૨૭૨ કિલો જેટલું વજન ઉપાડી શકે છે.
કેટલામાં પડશે આ બાઇક?
મોટરસાઇકલ 30 મિનિટ સુધીમાં 96 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડાન ભરી શકે છે. આ ફ્લાઈંગ બાઈકનું નામ ‘સ્પીડર’ રાખવામાં આવ્યું છે. એની સ્ટાર્ટિંગ પ્રાઈસ 3.15 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.



0 comments