અમદાવાદના ભગવાન જગન્નાથ હવે જુના રથમાં નહિ બેસે

 


૧૪૫ વર્ષ જૂના રથ હવે બદલાશે..

2023 ની રથયાત્રામાં જુના રથ નહિ જોવા મળે.હવે નવા રથ બનતા વર્ષો જૂની પરંપરા બદલાશે. નવા રથ બનતા 145 વર્ષ જૂના રથ અત્યારે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તેને દર્શન માટે મૂકવામાં આવશે. જેથી મંદિરમાં આવતા ભક્તો દર્શન કરી શકે.






રથ બનતા ચાર મહિના જેટલો સમય લાગશે

પ્રવીણભાઈ સુથારે જણાવ્યું હતું કે, રથ બનતા અંદાજિત ચાર મહિના જેટલો સમય લાગશે. જૂનારથ કરતાં નવા રથમાં થોડા ફેરફાર કર્યા છે. રથ બનાવવા માટે અમે સાગના લાકડાનો તેમજ પૈંડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ કરીએ છીએ. રથના પિલરમાં થોડો ફેરફાર કરાવ્યો છે. નવા રથ એકવાર બન્યાં પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણેના મજબૂતાઈવાળા હશે. આ લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું છે.



400 ઘનફૂટ સાગનું અને 150 ઘનફૂટ સિસમથી રથ બનાવાશે

ભગવાન ના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સિસમ નું લાકડું રથ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે.

400 ઘનફૂટ લાકડાનો ઉપયોગ રથ બનાવવા 

150 ઘનફૂટ સિસમ ના લાકડાનો ઉપયોગ રથના પૈડા બનાવવા



ત્રણે રથની થીમ કઈ રીતની હશે
 ભગવાન જગન્નાથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે.

સુભદ્રાજીના રથ  લાલ,અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાશે.

બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવશે.

0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12