આ કોઈ શાક માર્કેટનું દ્રશ્ય નથી પરંતુ દ્રશ્ય છે નડીઆદમાં આવેલા સંતરામ મંદિરની બહારનું.
જો કોઈ બાળક બોલતું ન હોય અથવા તોતડું બોલતું હોય તો શ્રદ્ધાળુઓ બોરની માનતા માને છે અને અહીં પોષી પુનમે આવીને બોર ઉછાળે છે.
લોકો સવા કિલોથી લઈને બાળકના વજન જેટલા બોર ઉછાળવાની માનતા માને છે.
અને માનતા પુરી થતા હજારો લોકો અહીં આવીને બોર ઉછાળે છે.




0 comments