સંસદભવનમાં મુકવામાં આવેલું સેનગોલ શું છે?





સેંગોલનો ઈતિહાસ ઘણો જૂનો છે અને તે આપણા ઈતિહાસમાં અલગ સ્થાન ધરાવે છે. પરંતુ આજ સુધી આપણને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા. હવે સેંગોલને પણ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાખવામાં આવશે. 14 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાં સત્તાનું ટ્રાન્સફર થયું ત્યારે આ સેંગોલ દ્વારા કરવામાં આવ્યું હતું. એક રીતે, તે સત્તાના હસ્તાંતરણ અને ભારતની સ્વતંત્રતાનું પ્રતીક છે.

તેની ઉપર ભગવાન શિવના સેવક નંદીની આકૃતિ પણ છે. તે એક ગોળા પર વિરાજમાન છે. સેંગોલમાં આ ગોળાનો અર્થ સંસાર થાય છે. તેની ઉપર શિવના વાહન નંદની સુંદર નક્કાશી છે. જે સર્વવ્યાપી, ધર્મ અને ન્યાયના રક્ષકના વાહનના રુપમાં માનવામાં આવે છે. તેમાં તિરંગાનું નક્કાશી પણ છે.










સેંગોલનો ઉપયોગ ચૌલ વંશના રાજા કરતા હતા. તે સમયે એક રાજા બીજા ચૌલ રાજાને સત્તાના હસ્તાંતરણ આ સેંગોલના માધ્યમથી કરતા હતા. તે ખુબ મજબૂત, સુંદર નક્કાશી વાળુ સ્વર્ણિમ રાજદંડ છે. ઈતિહાસકારો અનુસાર ચૌલ વંશ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેથી જ રાજદંડ પર તેમના પરમ ભક્ત નંદીની આકૃતિ હતી.

સેંગોલને તે સમયે તમિલનાડુના પ્રસિદ્ધ સ્વર્ણકાર વુમ્મિડી એથિરાજુલુ અને વુમ્મિડી સુધાકરે 10 શિલ્પકારોના ગ્રુપ સાથે મળીને બનાવ્યું હતું. તેને ચાંદીથી તૈયાર કરવામાં આવ્યું હતું. તેના ઉપર સોનાની પરત ચઢાવવામાં આવી હતી. તેને બનવવામાં 10થી 15 દિવસ લાગ્યા હતા.

શ્રી લા શ્રી તંબીરન સેંગોલને લઈને તમિલનાડુથી દિલ્હી સુધી ગયા હતા. તેમણે પહેલા સેંગોલ માઉંટબેટનને સોંપ્યું હતું. અને પછી ફરી પાછું લઈને પવિત્ર જળમાં શુદ્ધ કર્યું હતું. ત્યાર બાદ જવાહર લાલ નહેરુના આવાસ પર જઈને સેરેમનીમાં સેંગોલ નહેરુજીને સૌંપવામાં આવ્યું હતું.

જેને અત્યારે માનનીય નરેન્દ્રભાઇ મોદીએ યથાયોગ્ય સ્થાન સંસદભવનમાં આપ્યું છે.

0 comments