નડિયાદમાં બનેલા મંદિરનો અદ્દભૂત રિપોર્ટ





ગુજરાતમાં વધુ એક મોટું અક્ષરધામ બનવા જઇ રહ્યું છે. સ્વામિનારાયણની બીએપીએસ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં નડિયાદમાં રાજ્યનું સૌથી મોટુ અક્ષરધામ મંદિર બનાવવામાં આવશે. હાલમાં ગુજરાતમાં એકમાત્ર અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં આવેલુ છે, જ્યારે નડિયાદમાં રાજ્યનું બીજુ અને સૌથી મોટુ અક્ષરધામ મંદિર બનીને તૈયાર થશે અને મહંત સ્વામીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે.  



નડિયાદમાં બની રહેલા અક્ષરધામ મંદિરને લઇને મળેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં ખેડા જિલ્લાના નડિયાદમાં આ મંદિર બની રહ્યું છે. આ રાજ્યનું સૌથી મોટું અક્ષરધામ મંદિર હશે. આ મંદિરને યોગી ફાર્મ પીપલગ ખાતે 40 એકરમાંથી 12 એકર જમીન પર બનાવવામાં આવી રહ્યું છે, અહીં એક લાખ ઘનફૂટ ગુલાબી પથ્થરમાંથી ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરાશે. નડિયાદના આ અક્ષરધામ મંદિરમાં 11 ઘુંમટ, 324 પિલર, 1210 ચોરસ ફૂટ પ્રદક્ષિણા પથ તથા અક્ષરદેરીની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર રહેશે. 




ખાસ વાત છે કે, બીએપીએસ સંસ્થાના મહંત સ્વામીના હસ્તે આગામી 7 ડિસેમ્બર નડિયાદ અક્ષરધામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે.


ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતીએ 2003માં પ્રમુખ સ્વામીએ સંકલ્પ કર્યો હતો આ સ્થળે મંદિર નિર્માણ કરાશે.




સનાતન ધર્મ એટલે શું?

જાણો તેના અદભુત અર્થ આ લેખ દ્વારા


રૂપિયાવાળા થવું કેટલું સહેલું?

જાણો આ અદભૂત પ્રસંગ દ્વારા



0 comments

પ્રાગજી ભક્ત પુસ્તક ઓડિઓ પ્લેયર

Satsang Player Track 1 Your browser does not support the audio tag. ⏩ ...