પરિચય પરીક્ષા - નિબંધ -1 - સેવક્ભાવ, નમ્રતા - સક્લ શાસ્ત્રનો સાર (સ્વામિનારાયણ પ્રકાશ : જૂન-ર૦૨૩, પા.નં. ૧૩-૧૬)
પરમ પૂજય મહંત સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં , વાણીમાં, વર્તન-વ્યવહારમાં નમ્રતા અને દાસત્વભાવ
સહજતાથી પ્રક્ટતો અનુભવાય છે. ઊડું ચિંતન સરલતાથી અને સહજતાથી રજ કરીને તેઓ સૌને
દાસત્વભાવની પ્રેરણા આપે છે એટલું જ નહોં, પરંતુ તેઓનું નિ્મળ-નમ્ર વ્યક્તિત્વ પણ સોને દાસત્વભાવની
પ્રેરણા આપે છે. સ્વામિનારાયણ પ્રકાશના આ અંકમાં તેઓએ દાસત્વભાવ એટલે કે નમ્રતા પર કરેલું ચિંતન
માણીએ અને તેઓના જીવનમાંથી નમ્રતાના સહજ પાઠ શીખીએ.
નમ્રતા એવો ગુણ છે, જે જીવનના કોઈપણ ક્ષેત્રમાં અને કોઈપણ તબક્કે માણસ માત્ર માટે અનિવાર્ય છે, પરંતુ નમ્રતાની આધ્યાત્મિક બાજુ એટલે ભગવાનનો એમના સંત-ભક્ત પ્રત્યે દાસત્વ ભાવ. જે દાસત્વ ભાવને પામ્યો એ નમ્રતાની ચરમ સીમાએ પહોંચી ગયો છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના ઉપદેશમાં કહે છેઃ
“ચિંતામણિ, પારસમણિ કે કલ્પવૃક્ષ કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે.' મોટા થવાની ઇચ્છા તો દરેકને છે, પણ રીત આવડતી નથી.
કબીરજી એમની પંક્તિમાં કહે છેઃ
નીચા નીચા જો કોઈ ચાલે સબસે ઊંચા હોય
નમ્ર થઈએ, દાસભાવ કેળવીએ એ ઊંચા થવાની સાચી રીત છે. આપણે આપણી રીતે મોટા થવા જઈએ છીએ ને વધારે ગરબડ થાય છે, વધારે ગૂંચો ઊભી થાય છે. આપણે માન-સન્માન માટે યુક્તિ-પ્રયુક્તિ કરીએ છીએ. પણ એમ મોટપ ન આવે. સ્વામિનારાયણ ભગવાન કહે છેઃ દાસત્વ ભાવ એ સૌથી ઊંચું પદ છે, પારસમણિ, કલ્પવૃક્ષ અને ચિંતામણિથી પણ અધિક! પારસમણિ લોઢાને સોનું કરે. લોખંડનું ગોડાઉન ભયું હોય અને તેને અડાડે રાખે તો તરત જ સોનું થઈ જાય. કલ્પવૃક્ષની નીચે બેસો અને પછી જે ચિંતવો, જે સંકલ્પ કરો તે તરત મળે. કેટલી મોટી વાત!
યોગીજી મહારાજ એક દષ્ટાંત બહુ આપતા.
એક વાણિયો હતો તે તેલપળીનો ધંધો કરતો હતો. એક મહાત્મા તેની પાસે આવ્યા. તે મહાત્માને દયા આવી કે આ બિચારો આમ ને આમ આખી જિંદગી કાઢશે, એટલે પોતાની પાસે પારસમણિ હતો એ કાઢીને વાણિયાને કહે કે 'લે આ પારસમણિ, લોખંડને અડાડીશને તો સોનું થઈ જશે.' વાણિયો તેલપળીનો પૈસા-બે પૈસાનો ધંધો કરવામાં પડ્યો હતો. તે કહે કે “મહારાજ! હું નવરો છું! જુઓ આ લાઈન. તમારી વસ્તુ મૂકો દો આ ગોખમાં પછી જોઈ લઈશ.' બે પૈસા, ચાર પૈસાનો રિટેલ ધંધો કરતો હતો તે થોડા માણસની લાઈન લાગી હતી, તેમાં તે ખોવાઈ ગયો. મહાત્મા શું લાવ્યા છે તે તરફ જોયું પણ નહીં. મહાત્મા દયાળુ હતા. તે તો વાણિયાના સામાન્ય ધંધા પર દયા ખાઈને વાણિયાએ કહ્યું ત્યાં ગોખમાં પોતાનો પારસમણિ મૂકીને જતા રહ્યા. છ મહિના પછી મહાત્મા પાછા આવ્યા. જોયું તો એ જ તેલપળીનો ધંધો! બે પૈસા, ચાર પૈસા! મહાત્માને લાગ્યું કે આ મૂરખે પારસમણિનો ઉપયોગ કર્યો લાગતો નથી અને બે પૈસાના ધંધામાં મંડ્યો છે. પછી મહાત્માએ કહ્યું કે 'મેં તને આપ્યો હતો એ પારસમણિ ક્યાં?” વાણિયો કહે કે “જ્યાં મૂકી હતી ત્યાં સંભાળી લ્યો. અડ્યો જ નથી, જોયું જ નથી, જ્યાં મૂકી હતી ત્યાંથી લઈ લો. હોય તો ઠીક, ન હોય તો તમે જાણો.'
મહાત્માએ જોયું તો પારસમણિ પર ધૂળ ચડી ગયેલી હતી. તેને સાફ કરીને મહાત્મા કહે, “કંઈ લોખંડ છે?' વાણિયાનું ત્રાજવું તો ટોપલાનું બનાવેલું હતું, લોખંડનું પણ નહીં! દોરી નેતરની અને ઉપર ડાંડોય લાકડાનો વજનિયાંય લોખંડનાં નહીં, પથરાના બનાવેલા! લોખંડ નામે ના મળે. મહાત્મા મૂંઝાયા કે આને કઈ રીતે સમજાવવો? પછી એક ખીલી મળી ગઈ, વાંકીચૂંકી. મહાત્માએ તેને પારસમણિ અડાડી તો સોનું થઈ ગયું. હવે વાણિયો ચોંક્યો. એ કહે, “મહાત્માજી, બે દિવસ માટે મૂકો જાઓ.'પણ મહાત્મા કહેઃ “એ સમય ગયો. હવે ના મળે.'
આવા ચિંતામણિ, પારસમણિ, કલ્પવૃક્ષ - આ બધા કરતાં દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. આ પારસમણિ, ચિંતામણિ, કલ્પવૃક્ષ આપી આપીને શું આપે? આ લોકની વસ્તુ. આ લોકનું કેટલું તમે વાપરી શકો? ધારો કે તમારુ પોતાનું દસ માળનું મકાન હોય તો તમે દસે દસ માળ વાપરી શકો? એક માળમાં ચાર ફ્લેટ હોય તો ૪૦ ફ્લેટ થયા. તમારે આઠ વાગે સૂવાનું શરૂ કરવાનું. આઠથી સવા આઠ એક પલંગમાં, સવા આઠથી સાડા આઠ બીજા પલંગમાં, પોણા નવે ત્રીજા પલંગમાં, નવે ચૌથા પલંગમાં. સવાર સુધી બધા જ પલંગ વાપરો. એ સારું? કે એક જ પલંગમાં એક ઊંઘે સવાર? એમાં મજા છે. પાટલૂન કેટલાં વાપરવાનાં એક સામટાં? એક જ પહેરી શકો.
કરોડપતિ હોય પણ સોનાની કઢી ખવાય છે? સોનાની કઢી, ચાંદીના રોટલા અને હીરાનું શાક ખવાય? આ બધી પારસમણિ, ચિંતામણિ, કલ્પવૃક્ષ આપી આપીને આ લોકની વસ્તુ આપે. પણ શું કરવાની? એ અહીં જ મૂકીને જવાનું છે. સાથે નહીં આવે, પણ દાસપદ સાથે આવશે. સત્સંગમાં દાસના દાસ થયા આપણે, એમાં જે આત્માની શુદ્ધિ થાય, ભગવાનનો રાજીપો મળે - એ સાથે આવશે. પણ મનમાં આ લોકની મોટપ એટલી બધી ઠસી ગઈ છે કે મન ત્યાં દોડે. પણ કચરો જ છે.
દાસ થયા એટલે મુક્ત થયા, અક્ષરમુક્ત થયા. દાસ થયા એટલે રાધારમાદિક જેવા ભક્ત થયા. જેટલું દાસપણું અધિક એટલો ભક્ત મોટો. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું,
દાસના દાસ થઇ જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભણી માનીશ
ભલી માનીશ રાચીશ તેના રંગમાં
ભગવાન કહે છે કે “દાસ હોય તો ભેટંભેટા.' ભગવાન ભેટે! અને બાપના બાપ થાય તો છેટંછેટા! કરોડો માઇલ દૂર. પહેલાં દાસ થવામાં અઘરું પડે, પણ પછી ફળ મળે અને શાંતિ શાંતિ, આનંદ આનંદ થઈ જાય.
એકવાર યોગીજી મહારાજ મુંબઈમાં બે મહિના રોકાઈને વિચરણમાં જવા નીકળતા હતા. સવારના પાઘ પહેરીને બેઠા હતા. ગાડીમાં બેસીને સ્ટેશને સ્ટેશને જવાનું હતું. હરિભક્તો વિદાય આપવા આવ્યા. હરિભક્તો કહે કે “બાપા! તમે બે મહિના રહ્યા, ખૂબ કથા કરી, ખૂબ લાભ આપ્યો પણ અમને કંઈ યાદ નથી. તો તમે એક લીટીમાં સાર કહી દો.'
તો યોગીજી મહારાજ કહે -
નાને સે હો નાના રહિયે જેશી નાની દુબ
ઘાસ ફીસસબ ઉડી ગયા દુબ ખુબ કી ખુબ
એક જ પંક્તિ યોગીજી મહારાજ બોલ્યા. યોગીબાપા આ પંક્તિ ઘણીવાર બોલતા. એમના દૃધ્યમાં આ સૂત્ર કોતરાઈ ગયું હતું. વાવાઝોડું આવે, પવન આવે, પૂર આવે એટલે મોટાં મોટાં ઝાડ પડી જાય પરંતુ ઘાસ નમી જાય, લાખો લિટર પાણી ઉપરથી જતું રહે તોય પાછું બેઠું થઈ જાય. આ સત્સંગમાં, આ દુનિયામાં નમ્ર થાય એ સલામત રહે. બાકોનાનું ઠેકાણું ન રહે.
અમે સ્કૂલમાં ભણતા હતા. એક અંગ્રેજી કવિતા આવતી હતી:
‘He that is down needs fear no fall,
He that is low no pride;
He that is humble ever shall
Have God to be his guide.
lam content with what | have,
Little be it or much;
And, Lord, contentment still | crave
Because Thou savest such.’
અગાશીની પાળી ઉપર તમે ચાલો તો પડવાની બીક રહે કે નહીં? પણ નીચે ચાલો તો He that is no pride.
જે નીચે ચાલે છે, તેને પડવાનો પ્રશ્ન જ નહીં. જે નમ્ર થઈને વર્તે તેને માન મળે કે ન મળે, કોઈ પ્રશ્ન જ નહીં. He that is humble ever shall have God to be his guide.
જે નમ્ર છે એની રક્ષામાં ભગવાન છે. ભગવાનના હાથ એના ઉપર સદાય રહે છે.
ગુરુ નાનકે એક દિવસ પોતાના શિષ્યોને વારાફરતી પૂછ્યું કે “ભાઈ! તું ગુરુ થાય તો શું કરે? તું ગુરુ થાય તો શું
કરે? બધા જુદું જુદું બોલ્યા. એક બોલ્યા કે “આપણી મિલકત ડબલ કરી દઉં.' બીજા કહે, “બધાને ડૅડો મારી
મારીને ઠેકાણે રાખું, નિયમમાં રાખું.' ત્રીજા કંઈક બોલ્યા.પણ ગુરુના મનમાં હતું એ કોઈ બોલ્યું નહીં. અંતે એક
છેલ્લા શિષ્યને પૂછ્યું કે “ભાઈ! તું ગુરુ થાય તો શું કરે?” એટલે પેલો શિષ્ય બોલ્યો કે “જો હું ગુરુ થાઉં તો દરેકનાં
ચરણ માથે ચડાવું.’ ગુરુ નાનક દોડ્યા અને તેમને ઊંચકો લીધા. અને પોતાની ગાદી ઉપર બેસાડ્યા અને કહ્યું, તું આજથી ગુરુ.
આધ્યાત્મિક ક્ષેત્રમાં ગમે ત્યાં જાઓ બધે આ જ પદ્ધતિ છે. ઝાડને ફળ આવે તો નીચે જ નમે. એમ માણસમાં જેટલા ગુણ વધે ને એમ માણસ નમ્ર થાય.
અમેરિકન પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની એક વાત યાદ આવે છે. એ વખતે આજના જેવો ફોટોગ્રાફીનો ઝડપી જમાનો નહીં. એટલે કોઈ પ્રેસિડન્ટને જોયે ઓળખે નહીં. થોડાક આસપાસના લોકો ઓળખે. એકવાર અબ્રાહમ લિંકને માર્ગે જતાં એક પોલીસને પૂછ્યું કે “આ ર
સ્તો ક્યાં જાય છે?'
પોલીસ તુમાખીમાં કહે, “તું કાંઈ મારો બોસ છે?
લિંકન કહે, “અરે! ભાઈ બોસની વાત નથી, હું તમને પૂછુ છું.”
પોલીસ કહે, “તો તું ગવર્નર છે?'
લિંકન કહે, “અલ્યા ભાઈ! આ રસ્તો ક્યાં જાય છે,એટલું જ મારે જાણવું છે. આ બધી માથાકૂટ કરવાની શું જરૂર છે?'
પોલીસ કહે, “તો તું કંઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ છે?”
લિંકને ખૂબ નમ્રતાથી કહ્યું, “લોકો મને કહે છે.' પછી તો ખબર પડી કે આ પોતે જ પ્રેસિડેન્ટ છે. પેલાને તો ધ્રૂજારી ચડી ગઈ.
લિંકન કહે, “તું ડરીશ નહીં. તુંય મારા જેવો થઈશ ને તું નમ્ર થઈ જઈશ.' પેલો માણસ જીવનભર નમ્રતાના પાઠ શીખી ગયો.
આ કાયદા બધે લાગુ પડે છે. વ્યવહારમાંય અને સત્સંગમાંય લાગુ પડે છે. નમે એ સૌને ગમે. ભગવાનને પણ એ જ ગમે. જે સૌને નમતો રહે તેને શ્રીહરિ દાસની પદવી આપે છે. દાસ પદવી સૌથી પરથી પર પદવી છે. દાસ થવામાં સૌથી મોટો અહંકાર નડે છે, બીજા સંતો-ભક્તો સાથે બરોબરિયાપણું નડે છે.
ઘણા માંસાહારી લોકો કરચલા ખાય છે. તેમના માટે એક દેશમાંથી બીજા દેશમાં કરચલા એક્સપોર્ટ પણ કરે છે. પરંતુ કરચલા જે બોક્સમાં ભર્યા હોય તેને ઢાંકણું નથી હોતું. આવું કેવું? જોનારને આશ્ચર્ય થાય. પણ હકીકત એમ છે કે, કોઈપણ કરચલો ઉપર ચડવા જાય તો બીજા કરચલા એનો પગ ખેંચી રાખીને એને બહાર જવા જ ન દે. એમાં ઢાંકણાની જરૂર જ નહીં. આ દુનિયામાં એવા ઘણા લોકો હોય છે, જે બીજાને ઉપર ચડવા ન દે. કોઈપણ પ્રગતિ ઉપર ચડે તો તેને ખેંચી જ પાડે. આનું નામ બરોબરિયાપણું. નમ્ર હોય તેમાં બરોબરિયાપણું ન રહે, કારણ કે બીજા આગળ વધે તેમાં તેને ખુશી થાય.
સત્સંગમાં બરોબરિયાપણું સારું નહીં.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, “સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહીં, બરોબરિયાપણું રાખવું નહીં, બરોબરિયા થવું નહીં.' મુંબઈથી કોઈ હરિભક્ત આવે અને તેને હારતોરા પહેરાવે તો બધા તાળીઓ પાડે. દિલ્હીથી કે ન્યૂયોર્કથી હરિભક્ત આવે તેને હારતોરા પહેરાવે તો બધા તાળીઓ પાડે. પણ અહીંનાને હાર પહેરાવે તો ભમર ઉપર ચઢી જાય. કેમ ભાઈ, આને હાર? અમે નહીં!? આ બરોબરિયાપણું. બીજાની મોટાઈ કોઈપણ રીતે ખમી ન શકે.
સત્સંગની રીત આ નથી. બીજાને સન્માન મળે અને તમે રાજી થાઓ તો તમે પાકા સત્સંગી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, “પાકા સત્સંગીનાં આ લક્ષણ છે.' એક સંતને માન મળે તો બીજા સંત રાજી થાય તો સ્વામિનારાયણ ભગવાન કહે છે, એ સાચો સંત. બીજું બધું કરી શકાય પણ આ ન થાય. હું કેમ નહીં? હુંય સેવા કરું છું. આણે શું એવું કર્યું છે કે એનું સન્માન થાય છે? મનમાં એવા સવાલો થઈ જાય.
ભગવાન ને ભગવાનના સંતની સેવા કોટિ કલ્પ સુધી કરે અને ક્યારેય બીજા સંતો-ભક્તો સાથે મનમાં બરોબરિયાપણું આવવા ન દે, એ દાસના દાસનો દાસ! આ સત્સંગમાં રજ ભેગા રજ થઈ જવું પડે. મનમાંથી આપણું અસ્તિત્વ મીટાવી દેવું પડે! તો સાચા દાસ થવાય.
ભગવાન કહે છે, “દાસનો દાસ થયો એને ભેટૅભેટા.' ભગવાન પોતાની બાહુઓમાં લઈ લે એને.
એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજમાન હતા. તેમણે સૌ ભક્તોને કહ્યું કે “આ દાદાખાચરના ગોલા -ગુલામ-નોકર કોઈ થાશો?'
બધા કહે, “મહારાજ! અમારા ઘરે તો માણકી ઘોડીઓ પૂંછડાં ઝાપટે છે. અમે શું કામ દાદાખાચરના ગોલા થઈએ!?
એટલામાં પર્વતભાઈ ત્યાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાને તેમને તત્કાળ પૂછ્યું, “પર્વતભાઈ! તમે દાદાખાચરના ગોલા થાશો?'
“અરે મહારાજ! ધન્ય ભાગ્ય ધન્ય ઘડી! અનંત જન્મથી કુટુંબ-કબીલાના તો ગોલા છીએ જ. એમાં આવા ભક્તના
દાસ થવું એ કેટલા નસીબની વાત છે!'
સ્વામિનારાયણ ભગવાને ત્યારે લીલા કરી. તેમણે કસોટી કરતાં પર્વતભાઈને કહ્યું, “તો તમે અહીંથી ઊભા થઈને પાછળ જતા રહો. અમારી પાસે બેસવાનું નહીં.'
પર્વતભાઈ તો ઊભા થઈને છાતી કાઢીને છેલ્લે જઈને બેસી ગયા. એમને જરાય શંકા નહોતી કે મેં કશું પણ ખોટું ક્યું છે. તેઓ દાસના દાસ થઈને પાછળ જઈને બેઠા એટલે સ્વામિનારાયણ ભગવાન પોતાના આસન પરથી ઊભા થયા ને પર્વતભાઈ પાસે જઈને નીચે બેસી ગયા!
સ્વામિનારાયણ ભગવાને સૌને કહ્યું, “અમે તો દાસના દાસ છીએ. ભક્તના ભક્ત છીએ.' સત્સંગમાં ભક્તના ભક્ત થાઓ ને તો ભગવાન તમારા પણ ભક્ત થવા તૈયાર છે.
સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, દાસના દાસ થઈને ભક્તની સેવા કરે તે ધ્યાનમાં મૂર્તિનો સાક્ષાત્કાર કરે તેના કરતાં અધિક છે. માન કે બીજી કોઈપણ ઇચ્છા વગર સેવા કરે તો તે ભગવાનના ધામને પામે. કોઈપણ ભગવાનનો ભક્ત હોય એની સેવા કરવી એ આટલું ફળ છે. ભગવાન અને ભગવાનના સંતો-ભક્તોની સેવા મન-કર્મ-વચનથી કરવી તે આત્મારૂપે રહેવા કરતાં પણ અધિક છે. સેવા કરવામાં દંભને અવકાશ નથી. આત્મારૂપ વર્તવામાં દંભ હોઈ શકે. સેવામાં ન હોય.માટે સેવક દાસ નમ્ર થવું.
એકવાર યુવકોએ પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું, “બાપા! તમને શું થવું ગમે?' સ્વામીબાપાએ તરત જ ક્ષણનાય વિલંબ વિના જવાબ આપ્યોઃ “સેવક! તેઓ ખાલી બોલ્યા જ નથી, તેઓએ કરી બતાવ્યું છે. યોગીજી મહારાજ તો કહેતા, “પ્રમુખસ્વામી સેવાની મૂર્તિ છે.'
યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ બોલેલા, “યોગી તો હરિભક્તોની સેવાની વાટ જ જોતા હોય.' એમના માટે ભગવાન એટલે હરિભક્તો. યોગીજી મહારાજ પોતે જ બોલ્યા છે, “હરિભક્તોની સેવા-પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ આવે છે.' એમના આ શબ્દો યોગીગીતામાં વાંચો.
દાસભાવ, સેવકભાવ કે નમ્રતાનું એક બીજું પાસું છે - સંતો-ભક્તોને નિર્દાષ સમજવા. આ સેવાનો વિશિષ્ટ પ્રકાર!! થોડાં વરસો પહેલાં ભોજન સમારંભ થાય ત્યારે જમનારાની પંક્તિ નીચે જમીન પર બેસતી અને પતરાળામાં બધાને પીરસતા. પીરસનારની કમર રહી જાય. પાંચ લાઈનમાં ફરે ને એટલે કમર સજ્જડ થઈ જાય. આટલી સેવા કરે પણ પછી ગોટો વાળે. જમનારાનો અવગુણ લે કે “બહુ ખાય છે! આ તો ખાલી જમવા જ આવે છે.' આવું વિચારીએ તો આપણી સેવાને બદલે અસેવા થઈ ગઈ. રસોઈના દાતા કોઈક છે, રાંધનાર કોઈક છે અને વચ્ચે ઠાલો ઠાલો બીજો બળી મરે. આવા વિચારો કરો તેમાં તમારું હૃદય બગડે. મનમાં આવી ભાવના હશે અને કોઈને કહ્યું નહીં હોય તો પણ તે અસેવા છે.
ગોંડલમાં એક જણને એક હરિભક્તને પંગતમાંથી જમતાં-જમતાં ઊભો કર્યો. એમ કે, સાત દિવસથી રોજ જમવા ટાઇમે આવી જાય છે, કથામાં તો બેસતો નથી. આ વાતની યોગીબાપાને ખબર પડી. એ સંતને બોલાવ્યા ને કહ્યું કે “આવું ના કરવું. ખૂટશે તો હું લાવી આપીશ પણ તમે જમાડો.'
દાસભાવ હોય તો કોઈનો અવગુણ ન આવે.
દાસભાવ હોય તો દંભ ન રહે.
સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, જે દાસ થઈને રહે છે તેનામાં મોક્ષ નિવાસ કરે છે. જે દાસ થયો ને મોક્ષ એને છોડીને જાય જ નહીં. એની અંદર જ બિરાજે. માટે આટલું નક્કી કરી લેવું કે દાસભાવ કેળવવો છે, સેવાભાવી થવું છે, બીજાનો ગુણ લેવો છે. પછી એમાં સુધારો કરતા જાઓ. ત્યાગ, વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન થઈ શકે પણ સેવામાર્ગ કઠણ છે.
જો દાસભાવ કેળવાશે તો સુખ, શાંતિ, આનંદ અખંડ અનુભવાશે. અને સૌથી વિશેષ તો ભગવાન સદાને માટે આપણા હૃદયમાં નિવાસ કરીને રહેશે.
તો પછી ખોટનો ધંધો શું કામ કરવો?
મોટા થવું હોય તો નાના થવાની દિશા લેવી. બાકી મોટા થવામાં માલ નથી.
દાસત્વભાવ એ જ તમામ શાસ્ત્રોનો સાર છે.
નમ્રતા એ જ તમામ સાધનાનો સાર છે.
નમ્રતા, દાસત્વભાવ, સેવકભાવ દઢ કરીને માલ ખાટી જવો.
0 comments