પ્રવીણ પરીક્ષા - નિબંધ -1 - શતાબ્દી મહોત્સવ : શાનદાર ઉદ્ઘાટન સમારોહ - સ્વામિનારાયણ પ્રકાશ - જાન્યુઆરી ૨૦૨૩ - Page 6-11
છેલ્લાં સાત વર્ષથી લાખો હરિભક્તોનાં હૈયે અને હોઠે પડઘાતું આ શતાબ્દી ભાવગીત આજે તેની ચરમસીમાએ ગુંજી રહ્યું હતું. કારણ કે અસંખ્ય લોકોનાં જીવન પર શાશ્વત પ્રભાવ પાથરનારા પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય, દિવ્ય અને નવ્ય શતાબ્દી મહોત્સવનો આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો હતો. લાખો હરિભક્તો છેલ્લાં સાત વર્ષથી જે દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી પહોંચ્યો હતો.
એ દિવસ હતો - તા. ૧૪-૧૨-૨૦૨૨, માગશર વદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૯, બુધવાર, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન દિવસ.
આજની સંધ્યા અમદાવાદને આંગણે એક વિશિષ્ટ અને દિવ્વ અવસરની વૈશ્વિક સ્મૃતિ આપવા માટે આકાશને સ્વર્ણિમ લાલિમાથી રંગી રહી હતી. આ મહોત્સવને ધારણ કરનારા ૬૦૦ એકરની ભૂમિમાં સોળે શણગાર સજીને સજ્જ થયેલા વિશાળ “પ્રમુખસ્વામી મહારાજ નગર'ના કણ-કણમાં ઉત્સાહ અને થનગનાટ હતો. મહોત્સવના મુખ્ય દ્વાર સમક્ષ કલાત્મક મંચની સામે સેકડો બાળકો-યુવાનો માંગલિક પ્રતીકોની વેશભૂષા સાથે શોભતા હતા. આ અદ્વિતીય મહોત્સવના પ્રેરણામૂર્તિ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામી અને પૃજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી સહિત સંતવર્યો વિશિષ્ટ મંચ પર શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સાથે આસનસ્થ હતા.
બીજી તરફ, આ અવસરના સાક્ષી બનવા સવા લાખ કરતાં વધુ ભક્તો-ભાવિકો જ્યાં મહોત્સવનો મુખ્ય ઉદ્ઘાટન
સમારોહ થવાનો હતો એ પ્રમુખસ્વામી મહારાજ સભાગારમાં બિરાજ્યા હતા. અપરાહને ૩:૩૦ વાગ્યાથી ઓગણજ સર્કલ અને ભાડજ સર્કલથી હરિભક્તો-ભાવિકોનો પ્રવાહ એસ.પી.રિંગ રોડ પર રચવામાં આવેલા ઉદ્ઘાટન સમારોહ ભણી ઊમટ્યો હતો. પ્રાસંગિક સમારોહના નિયત સમય પૂર્વે સભાસ્થળ હરિભક્તો-ભાવિકોથી સજ્જ થઈ ચૂડક્યું હતું. સૌની સન્મુખ પૂર્વમુખે વિશાળ કલાત્મક મંચ શોભી રહ્યો હતો. આ વિશાળ મંચની પશ્ચાદભૂમાં ફૂલમાળ વચ્ચે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ દર્શનદાન આપી રહી હતી. તેમજ મંચની પશ્ચાદૂભૂમાં બંને તરફ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓ તેમજ પ્રમુખસ્વામી મહારાજની દર્શનીય છબિઓનાં દર્શન થતાં હતાં. મુખ્યમંચના અગ્રભાગમાં ઉપમંચ વિવિધ ભક્તિભર્યા કાર્યક્રમોની પ્રસ્તુતિ માટે સજ્જ હતો. દૂર-દૂર સુધી બેઠેલા ભક્તજનો આ સમારોહને સારી રીતે માણી શકે તે માટે મંચની બંને બાજુએ ૧૦ એલ.ઈ.ડી. સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા. આ સ્ક્રીન મંચ પર થતી દરેક ગતિવિધિઓનું જીવંત પ્રસારણ દ્વારા દર્શન કરાવતા હતા.
બરાબર ૫ઃ૦૦ વાગ્યે સંગીતજ્ઞ સંતો-યુવકોએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, સ્તુતિગાન સાથે સ્વાગત- ગીતનું ગાન કરીને સૌને આવકાર્યા હતા.
બરાબર ૫.૧૫ વાગ્યે આજના કાર્યક્રમનું વિશિષ્ટ રીતે પ્રસારણ થઈ ગયું. જાણીતા આર.જે. શ્રી ધ્વનિત ઠાકર અને
પ્રો. શ્રી યોગી ત્રિવેદીએ (કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયોર્ક) ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાંથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રમુખસ્વામી મહારાજના વિરલ વ્યક્તિત્વની ઝાંખી કરાવતી પૂર્વભૂમિકાથી જાહેર પ્રસારણનો આરંભ કરી દીધો. સાથે સાથે સ્વામીશ્રીનાં એ કાર્યોની ઝલક વીડિયોના માધ્યમથી પ્રસારિત કરવામાં આવી હતી. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોની ઝલક માણ્યા બાદ સ્વામીશ્રીની સંતપ્રતિભાથી પ્રભાવિત થયેલા ધર્મગુરુઓ અને રાજકીય પુરુષોના હૃદયોદ્ગાર સુણી સૌ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને મનોમન વંદી રહ્યા હતા.
બરાબર ૫.૩૦ વાગ્યે મહોત્સવના મુખ્ય ઉદ્ઘાટક તરીકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મુખ્ય દ્વાર પર આગમન થયું. તેઓની સાથે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી પહોંચ્ય1ા. બી.એ.પી.એસ. સંસ્થા વતી પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામી અને આત્મસ્વરૂપદાસ સ્વામીએ પ્રધાનમંત્રીશ્રીનું પુષ્પહારથી સ્વાગત કયું. વડાપ્રધાનશ્રીના આગમન સાથે જ “સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્...' ગીતની સુરાવલિઓ ગુંજવા લાગી. વડાપ્રધાનશ્રી મુખ્ય દ્વારની સન્મુખ ગોઠવાયેલા મંચ પર પહોંચ્યા ત્યારે તેઓએ મહંત સ્વામી મહારાજનું ભાવભીનું અભિવાદન કર્યું અને ઈશ્વરચરણદાસ સ્વામીએ પુષ્પહારથી તેઓને વધાવ્યા. ભક્તિપ્રિયદાસ સ્વામીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પમાળાથી સ્વાગત ક્યું. ત્યારબાદ પૂજ્ય અક્ષરવત્સલદાસ સ્વામીએ આજના વેદોક્ત ઉદ્ઘાટન વિધિનો ઉપક્રમ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવનની વિશેષતાઓના નિર્દશ સાથે આરંભ્યો.
વેદોક્ત શાંતિપાઠ, સંકલ્પ વિધિ, પૂજનવિધિ અને પ્રાર્થના વગેરે એક પછી એક વિધિનાં સોપાનો સર થતાં ગયાં. મંત્રોચ્ચાર વચ્ચે મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રીશ્રી અમૃતકળશ ધારણ કરીને પવિત્ર વેદોક્ત સંકલ્પવિધિમાં જોડાયા. મંચ સમક્ષ બાળ-યુવાઓએ માંગલિક પ્રસ્તુતિઓ કરીને આ ક્ષણને વધાવી. ત્યારબાદ નરેન્દ્રભાઈએ અક્ષરપુરુષોત્તમ મહારાજનું પૂજન કરી મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી.
ત્યારપછી મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાનશ્રી સહિત મંચસ્થ મહાનુભાવોને મહોત્સવના મુખ્ય પ્રવેશદ્વારના ઉદ્ઘાટન માટે નિમંત્રિત કરવામાં આવ્યા. તે સાથે જ માંગલિક સંગીતની સુરાવલિઓ વચ્ચે “.” પંક્તિઓ ગુંજવા લાગી અને મહંત સ્વામી મહારાજ સાથે વડાપ્રધાનશ્રી અને મહાનુભાવોને લઈને મધ્ય મંચ સૌના આશ્ચર્ય વચ્ચે ગતિમાન બની ગયો. બાળકો-યુવાનોની માંગલિક નૃત્યાંજલિ વચ્ચે મંચ ૩૦૦ ફૂટ દૂર આવેલા મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવ્યો.
અહીં સ્વામીશ્રી અને નરેન્દ્રભાઈએ નાડાછડી છોડીને “પ્રમુખસ્વામી મહારાજ નગર'ને ઉદ્ઘાટિત કયું. સૌએ આ ક્ષણને તાળીનાદ અને હર્ષનાદથી વધાવી. ઉદ્ઘાટન બાદ લાલ જાજમ પર પુનઃ ધીમે ધીમે મંચ આગળ વધવા લાગ્યો. બંને બાજુએ વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો સૌનું અભિવાદન કરી રહ્યા હતા. પ્રવેશદ્વારમાંથી આગળ વધીને મોબાઈલ મંચ ઊભો રહી ગયો, સામે ૧૫ ફૂટ પીઠિકા પર વિરાજમાન ૩૦ ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય-દિવ્ય મૂર્તિ સૌને આકર્ષી રહી હતી. મંચ પરથી નીચે ઊતરી માનનીય પ્રધાનમંત્રીશ્રી મહાનુભાવો સાથે લાલ જાજમ પર કદમ માંડતાં પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ સમક્ષ પધાર્યા. અહીં શ્રીહરિનાં ચરણોમાં ભાવપુષ્પાંજલિ સમર્પિત કરી તેઓએ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં ભાવવંદના કરી. ત્યારબાદ આ મૂર્તિચક્રની મુલાકાત લેતા પ્રધાનમંત્રીશ્રીએ ચોવીસેય કલાક અહર્નિશ સેવામય રહેનારા પ્રમુખસ્વામી મહારાજનાં વિવિધ પાસાંઓ નિહાળીને સ્વામીશ્રીની દિવ્યતાને વધુ ઘૂંટી.
ત્યારબાદ તેઓએ ગોલ્ફકારમાં બિરાજીને ૩૦ મિનિટ સુધી પ્રમુખસ્વામી મહારાજ નગરના મુખ્ય આકર્ષણ સમા ગ્લો ગાર્ડન, અક્ષરધામ મંદિર તેમજ અન્ય આકર્ષણોની સૃષ્ટિને મન ભરીને માણી. અહીં દરેક પ્રસ્તુતિ પાછળ સ્ફૂટ થતો સંદેશ તેમને અને સાથી મહાનુભાવોને આશ્ચર્યમાં ગરકાવ કરતો હતો.
મહોત્સવ સ્થળના મધ્યમાં અક્ષરધામ મહામંદિરની પ્રતિકૃતિને નિહાળીને પ્રભાવિત થતાં પ્રધાનમંત્રીશ્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનાં ચરણે ભાવપુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ અક્ષરધામ મહામંદિરની ચારે બાજુ પરિક્રમા કરીને મંદિરના ગભંગૃહમાં બિરાજમાન શ્રીરાધાકૃષ્ણ ભગવાન, શ્રીસીતારામ ભગવાન, શ્રીઉમા-મહાદેવ ભગવાન વગેરેને પણ પુષ્પાંજલિ અર્પણ કરી. અહીંથી બાળનગરી તરફ દષ્ટિ કરી તેઓ મુખ્ય સમારોહમાં પધાર્યા તે પૂર્વે તેઓએ મહોત્સવ સ્થળે રચાયેલાં સ્વચ્છ શૌચાલયોને પણ નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી. આ દરમ્યાન ચાલી રહેલા વૈશ્ચિક જીવંત પ્રસારણમાં સ્ટુડિયોમાંથી શ્રી ધ્વનિત ઠાકર, શ્રી યોગી ત્રિવેદી, પૂજ્ય અક્ષરવત્સલદાસ સ્વામી, પૂજ્ય આદર્શજીવનદાસ સ્વામી વાર્તાલાપ રૂપે પ્રમુખસ્વામી મહારાજ નગરની વિવિધ માહિતીઓ સાથે પ્રમુખસ્વામી મહારાજનાં જીવન-કાર્ય-સંદેશને સુંદરતાથી તાદૃશ કરી રહ્યા હતા.
પવિત્ર પ્રેરણાઓ છલકાવતાં આઝાદીના અમૃત મહોત્સવનાં પ્રતીકોની પણ એક ઝાંખી મેળવી સૌ મહેમાનો ઉદ્ઘાટન સમારોહની મુખ્ય સભામાં પધાર્યા ત્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ રાષ્ટ્રધ્વજ અને બી.એ.પી.એસ.ના ધ્વજ લહેરાવીને તેમનું ઉષ્માભયું સ્વાગત કયું હતું.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ દરમ્યાન મંચ પર બિરાજી ગયા હતા. આનંદસ્વરૂપદાસ સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલશ્રી આચાય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંતોએ પુષ્પહારથી સ્વાગત કયું. પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું: “પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના એતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા તે બદલ આપણે સૌ તેમના આભારી છીએ. તેઓ પ્રમુખસ્વામી મહારાજ સાથેના અનન્ય પ્રેમને લીધે પધાર્યા છે. પોતાના પ્રિયજનને શ્રદ્ધાંજલે આપવા માટે આનંદ-ઉમંગથી પધાર્યા છે. તેઓ અરસપરસ મળતા ત્યારે એકદમ આનંદિત થતા. સ્વામીબાપા તેમના માટે અવશ્ય પ્રાર્થના કરતા. દેશનું ભલું થાય તે માટે તેમને અંતરના આશીર્વાદ આપ્યા છે. સાથે સાથે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મંત્રીશ્રીઓ તથા આગેવાનશ્રી પધાર્યા છે તેઓનું સ્વાગત કરીએ છીએ. મહંત સ્વામી મહારાજને પણ નરેન્દ્રભાઈ ઉપર ખૂબ પ્રેમ છે. તેમના દ્વારા દેશનું ભલું થાય એવી પ્રાર્થના મહંત સ્વામી મહારાજ સતત કરતા રહે છે.
વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે તેઓ સમય કાઢીને અહીં પધાર્યા છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર...”
ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે આભાર પ્રગટ કરતી, તેઓનાં દિવ્ય પ્રદાનોનું સ્મરણ કરાવતી વીડિયોની ઝાંખી સૌએ મેળવી. બાળ-યુવાવૃંદે 'ના તાલે ભક્તિનૃત્ય પ્રસ્તુત કરતાં જ સમગ્ર વાતાવરણમાં દિવ્ય સ્પંદનો અનુભવાયાં.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંતરની ઊમિઓથી પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પી હતી. છેલ્લાં ૪૦ વષથી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને નરેન્દ્રભાઈ મોદીનો નાતો કેવો સ્નેહસભર રહ્યો છે, તેની એક ઝાંખી નરેન્દ્રભાઈનાં જ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પૂર્વે થયેલાં સંબોધનોની સંપાદિત વીડિયો દ્વારા સૌએ મેળવી, ત્યારે સ્વયં વડાપ્રધાનશ્રી સહેત સૌ ભાવુક બની ગયા હતા! બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પોતાના વક્તવ્યમાં તેની પ્રાસંગિક સ્મૃતિઓ કરાવીને એ સ્નેહસંબંધને વધુ ઘૂંટી આપ્યો. આજના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીના અવસરે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર શ્રી ત્્કષિ સુનકે પણ વીડિયો-સંદેશ પાઠવ્યો હતો, તેને સૌએ માણ્યો.
ત્યારબાદ વડાપ્રધાનશ્રીએ ભાવસભર સંબોધન કરીને, આ મહોત્સવના જ એક અદના સ્વયંસેવક તરીકે પોતાની જાતને ગણાવીને મહોત્સવને વિશ્વનો એક અદ્વિતીય અવસર ગણાવ્યો. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યુંઃ “મોદી સાહેબ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યા છે. તેમણે નગર જોયું. તેઓ જરાક જોઈને બધી કલ્પના કરી શકે છે.
તેમણે હમણાં પ્રવચનમાં જોરશોરથી ગજના કરી. પણ ટૂંકમાં તેઓ આવ્યા છે, પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલે આપવા માટે.””
શતાબ્દી મહોત્સવ ઉદ્ઘાટન સમારોહના અંતિમ ચરણમાં હજારો હરિભક્તો-ભાવિકોએ આરતીઅર્ઘ્ય અર્પણ કયું ત્યારે આરતી-જ્યોતથી સમગ્ર સમારોહ ઝળહળી ઊઠ્યો હતો. અસંખ્ય ભક્તોએ આ નજારો મોબાઇલના કેમેરામાં મઢી લીધો હતો. મહંત સ્વામી મહારાજે વડાપ્રધાનશ્રીને પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ ભેટમાં આપીને તેમને આશીર્વાદથી કૃતાર્થ કરી દીધા.સૌ કોઈ આજના આ ભવ્ય, દિવ્ય ઉદઘાટનથી અભિભૂત બનીને આજના ઉદ્ઘાટિત અવસરની દિવ્ય સ્મૃતિઓને દૃદયસ્થ કરીને વિદાય થયા ત્યારે એક મહાન અવસરનો શંખનાદ સમગ્ર વિશ્વમાં ગુંજી ઊઠયો હતો.
0 comments