પ્રાજ્ઞ - 1 (પ્રશ્નપત્ર - ૧) - વચનામૃતના ૧ થી ૫ અવતરણો

 (1) “જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે.' (ગ. પ્ર. ૧૮ : વિષયખંડનનું - હવેલીનું)

(૨) “અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય; અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા; તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે.' (ગ. પ્ર. ૧૮)

(૩) “પંચ ઇન્દ્રિયો દ્રારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઈન્દ્રિયનો આહાર મલિન થાય છે, તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે, માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે પણ અંતઃકરણ નથી.' (ગ. પ્ર. ૧૮)

(૪) “સત્સંગ મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભૂડું થાય.' (ગ. પ્ર. ૧૮)

(૫) “અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂડું થાશે, કાં જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુક્ત જ છું પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું; જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું.' (ગ. પ્ર. ૧૮)

0 comments

Gujarati Fill-in-the-Blanks Game પ્રાજ્ઞ- ૧ પેપર -૨ - સ્વામીની વાતો ઓનલાઇન પરીક્ષા Place the correct words in the b...