પ્રાજ્ઞ - 2 (પ્રશ્નપત્ર - ૧) - વચનામૃતના ૧ થી ૫ અવતરણો

 (૧) માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામીસેવકભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. (કારિ. ૧૦ : નાડી જોયાનું - તપનું)

(૨) અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. (કારિ. ૧૦)

(૩) અને અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામીસેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ. (કારિ. ૧૦)

(૪) માટે જેને ભગવાનને વિષે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહિ. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. (કારિ. ૧૧ : પ્રેમના લક્ષણનું)

(૫) તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે, ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમ જ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખ્યનું મટકું ભરીએ એટલી વાર પણ છેટે રહેતા નથી. (કારિ. ૧૧)

0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...