અક્ષરબ્રહ્મ સત્ર ત્રીજા દિવસની સમરી
પ્રથમ પગલું - વિચાર
શ્રીજી મહારાજ દ્વારા પરમહંસોનું નિયમન
આ પરમહંસો - કલામાં નિપુણ હતા, સાધુતા યુક્ત હતા, સામર્થ્યવાન હતા
પ્રાપ્તિ માટે મહિમા સમજવો પડે.
શ્રીજી મહારાજ અમદાવાદ -૫ માં પુરુષોત્તમ ભગવાનના અસાધારણ લક્ષણને સમજાવતાં કહે છે અક્ષરાતીત મુક્તોને નિયમમાં રાખવા,
પરમહંસો - મહારાજના ૧૧૪ પ્રકરણો ફેરવ્યા હતા તે માંથી પાસ થયેલા
- સંતોના વર્તન જોઈને કોને કોને ભગવાન લાગ્યા?
- ગોપાળાનંદ સ્વામી - સુંદરીયાણાના હેમરાજ શેઠનો પ્રસંગ
- મુક્તાનંદ સ્વામી - મોતી તરવાડી
- બ્રહ્માનંદ સ્વામી - દેવીદાસ બ્રહ્મભટ્ટ
- આનંદાનંદ સ્વામી - ૪ ધામના વૈરાગીઓ
- ઐશ્વર્યવાન પરમહંસો
- વ્યાપકાનંદ સ્વામી - હમીર ખાચર ની ઘોડી જીવતી કરી.
- સ્વરૂપાનંદ સ્વામી - બ્રાહ્મણના દીકરાને જીવતો કર્યો
- અક્ષરબ્રહ્મનો મહિમા બૃહદરોપ્ય ઉપનિષદ
ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ હોવા છતાં મહારાજનાં દર્શન માટે ઉભા રહેતા,
- પશુના સ્વભાવ બદલી નાખનારા પરમહંસો
બ્રહ્માનંદ સ્વામીએ ઘોડાના શરીર પર હાથ મુક્યો અને ઘોડો નિષ્કામી બની ગયો.
જેતલપુર -૨ માં મહારાજે તેમને યતી જેવા કીધાં છે.
મુક્તાનંદ સ્વામીના દર્શન માત્રથી ક્રોધ શમી જાય.
અષ્ટાવધાની સભાનું એક ચિત્રણ
પગલું -૨ વચનમાં વિશ્વાસ
- શ્રીજી મહારાજ પોતાના વિષે કહે છે કે
અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.” - ગઢડા અંત્ય ૩૮
- મહંતસ્વામી મહારાજ પરમહંસો વિષે કહે છે કે
- મહારાજના સંતો- પરમહંસો
- સમર્થ હતા,ઐશ્વર્યવાન હતા,ઉચ્ચ કોટિના હતા.
ગોપાળાનંદ સ્વામી બ્રહ્માંડની ગતિની ફેરવે તેવા હતા આ વાતને વધારે ઊંડાણથી સમજવા તેમજ ગોપાળાનંદ સ્વામીના બીજા અનેક ગુણો હતા તે આપ યુટ્યૂબની પ્રથમ એનિમેશન મુવી દ્વારા
સુરા ખાચર નિષ્કામી હતા.
મહારાજ પ્રગટ છે જતા નથી રહ્યાં
- વળી શ્રી હરિલીલામૃત માં પણ લખાયેલું છે....
સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું,
દીઠો ઘણીક સતિ જે તનને દહેલું;
આકાશ માપવિણ છે કદિ તે મપાય,
સંકલ્પ કામસુખનો ન તજ્યો તજાય.
-શ્રીહરિલીલામૃત ૩.ર૨૬.૧૪
વેદાદિશાસ્ત્ર ભણિને વિદવાન થાય,
જીતે વિદેશ વિચરી સઘળી સભાય;
કાવ્યાદિ ચોજતણી તે ચતુરાઈ જાણે,
હૈયે અનંગ જિતવા નહિ હામ આણે.
-શ્રીહરિલીલામૃત ૩.૨૬.૧૮
પગલું -૩ કૃતાર્થપણું - નિષ્કુળાનંદ સ્વામીને કીર્તન દ્વારા
મેં તો સુખના સિંધુ જોઈ રે, બુદ્ધિ મારી ત્યાં બૂડી;
મારે અરસપરસ એહ સાથે રે, બીજી સમજણ નહિ ઊંડી ꠶ ૧
હું તો કુંભક રેચક પૂરક રે, જાણું નહિ કાંઈ સાધીને;
અમે પ્રાણ અપાનને રુંધી રે, સમજું નહિ સમાધિને ꠶ ૨
મુને આંખ્ય વિંચિને અંતર રે, જોતાં નથી આવડતું;
મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું ꠶ ૩
હું તો લીલાચરિત્ર લટકાં રે, વારમવાર વિચારું છું;
મારા અંતરમાં અલબેલો રે, શામળિયો સંભારું છું ꠶ ૪
મારે એ સંધ્યા ને સેવા રે, રાત દિવસ રુદિયે રાખું;
હું તો જીવનનું મુખ જોઈ રે, અંતરમાંયે અભિલાખું ꠶ ૫
મારે રે’ છે સુખ ને શાંતિ રે, અંતરમાં એણી રીત્યે;
ગુન ગાઉં છું ગોવિંદના રે, પ્રેમ કરી પૂરણ પ્રીત્યે ꠶ ૬
મારે ઈ છે વાત અંતરની રે, બા’ર્યે કંઈક બોલીને;
નથી કરવું બીજું કાંઈ રે, ભૂધરજીને ભૂલીને ꠶ ૭
સખી એ છે નાથ અમારો રે, અમે તો છૈયે એને;
નિષ્કુળાનંદના સ્વામીને રે, ભૂલીને ભજીએ કેને ꠶ ૮
પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો.
0 comments