અક્ષરબ્રહ્મ સત્ર નવમાં દિવસ-અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમરી



અક્ષરબ્રહ્મ સત્ર નવમાં દિવસ
-અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમરી

પ્રથમ પગલું - વિચાર 

પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી

  • એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી.-ગઢડા મધ્ય ૩
  • ભગવદ ગીતામાં પણ બ્રાહ્મી સ્થિતિની વાત કરવામા આવી છે.
  • બ્રાહ્મીસ્થિતિ પામવા માટે. પરમાત્માની ઉપાસન માટે અક્ષરબ્રહ્મ ની આવશ્યકતા.
  • અક્ષરબ્રહ્મને જાણવાથી પરબ્રહ્મનું જ્ઞાન થાય છે.
  • સંત તુલસીદાસ “ રામચરિતમાનસ 
     રામ- સમુદ્ર
    ભક્ત - મેઘ

  • ભગવાન રામચંદ્ર કરતા દાસ અધિક છે
  • અક્ષરબ્રહ્મ સેતુ છે.
  • શ્રીહરિ ચંદન છે, સંત પવન છે.

  • ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં.ગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.” -ગઢડા પ્રથમ ૭૧
  • જયારે અક્ષરબ્રહ્મ ને સમજશો નહિ તો કઈ રીતે બ્રહ્મરૂપ થઇ શકશો?
  • મહારાજના સમયના પ્રસાદીના સ્થાનો જેના અક્ષર જોડે જોડવામાં આવ્યા છે.
    1. અક્ષર ઓરડી- મહારાજ જ્યાં રહેતા તે 
    2. અક્ષર ભુવન-મહારાજની પ્રસાદીની વસ્તુની સંગ્રહ સ્થાન તેમજ અમદાવાદમાં મંદિરની બાજુમાં મહારાજનું મંદિર
    3. અક્ષર તીર્થ -ઘેલા આગળનો કાંઠો  
    4. અક્ષરઘાટ - સહસ્ત્રધારાનું સ્થાન
    5.બ્રહ્મકુંડ- જૂનાગઢમાં શ્રીજી મહારાજે સ્થાન કર્યું હતું તે સ્થાન
    6. અક્ષરદેરી - ગુણાતિતાનંદ સ્વામીનું સમાધિ સ્થાન
  • સંપ્રદાયની પરંપરામાં સહુ જાણે છે.
    સમકાલીન પરમહંસો ગુણાતિતાનંદસ્વામી ને અક્ષરબ્રહ્મ
  • અદ્વિતીય  ગુણો
  • ગુણાતિતાનંદસ્વામી એ અક્ષરબ્રહ્મ છે.
  • ગુણાતિતાનંદસ્વામી નો પ્રભાવ
    પંચાળાના કૃષ્ણચરણદાસ સ્વામી
    યોગીજી મહારાજ ના દીક્ષા ગુરુ
    તેમના શિષ્યો પાસે થી મળેલ પ્રસન્ગો 
  • ગુણાતિતાનંદસ્વામી શ્રીજી મહારાજના યથાર્થ જ્ઞાન સમજાવનારા
     સર્વોપરીપણાના ઉદ્દબોધતા
  • જુનાગઢ થી  વરતાલ આવ્યા, બ્રહ્માનંદસ્વામી ખુબ રાજી થયા.
  • સામે પાત્ર ના પત્ર જોઇને જ્ઞાન આપનારા - ગુણાતિતાનંદસ્વામી
  • મહારાજે બ્રહ્માનંદસ્વામી ને કહ્યું કેવા  છે?, અમારે રેહવાનું ધામ છે.
  • વરતાલ ની સભામાં….
  • ગુણતીતાનંદ સ્વામી કેવા છે
  • અનાદિ ના મોટા છે, અમારું અક્ષરધામ છે.
  • માંદા સાધુ ની ૧૮ ગોદડી.
  • મહારાજે બ્ર્હ્માંનંદ સ્વામીને પૂછ્યું આ સાધુ ને ઓળખો છો?
    અમારી મૂર્તિ અખંડ ૩ દશા માં
    અમારા જેવા મોટા છે.
  • કુરજી દવે, જુનાગઢ ના મહંત બનાવ્યા ત્યારે ત્યાં હતા -મેં તમે કહેલું  અક્ષરધામ આપીશ.
  • જૂનાગઢના મંદિર ના ૪૦ જેટલા મંદિર માં અક્ષરબ્રહ્મ અવતાર  લખેલું છે.
  • બીજા પરમહંસ ગુણતીતાનંદ સ્વામીને પણ મૂળ અક્ષર મૂર્તિ કહે છે.
    ગોપાળાનંદસ્વામી ધામમાં ગયા, પછી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની પ્રસિદ્ધિ બધે વધી.
    અક્ષર તો એક જ છે.તેજોદ્વેષ થી કહેવાયું છે.
  • સિંહાસન માં પુજવાની શું જરૂર છે?
    ગુણાતિતાનંદસ્વામી નિર્માની છે , ગુણાતીત પરંપરા માં બધા નિર્માની છે.
    શ્રીજી મહારાજે મુક્તાનંદ્દ સ્વામીને ૧૮૬૮ માં તવરાના મેળા માં મોકલેલ,
  • બોચાસણ માં શાસ્ત્રી મહારાજે જયારેગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ના ઉચકાઈ. તે પ્રસંગ
    આપ શ્રીહરિ સાથે બિરાજમાન થયો એ પ્રાર્થના
  •  જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે; અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે; અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.” -વરતાલ ૫
    અક્ષરબ્રહ્મ તરીકે ગુણાતિતાનંદસ્વામીને પધરાવ્યા એનું કારણ સરખી સેવા છે.
  • નિર્વિકલ્પ ઉત્તમ. અતિ નિશ્ચય તવ ઘનશ્યામ.
    ઉત્તમ નિર્વિકલ્પ… એટલે શું ?
    પ્રેમાનંદસ્વામી ના કીર્તન આ સાંભળવા ઘણી વાર જવા મળે છે.
    નિત્યાનંદસ્વામી પણ લખે છે.
  • શાસ્ત્રીજી મહારાજને આ વિજ્ઞાનંદસ્વામીને પ્રસંગ કહ્યો હતો.
  • અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.” લોયા ૧૨
  • શુકાનંદસ્વામી આ વાત સમજાવતાં કહ્યું છે કે ઉત્તમ નિશ્ચય વાળો કોણ?
  • અક્ષર મોટા છે, શ્રીહરિ ની સેવા માં અખંડ રહ્યા છે, માયાના આવરણથી દુર છે.
  • અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.-ગઢડા પ્રથમ ૪૦
  • એવા સંત ના દર્શન થાય… ભગવાન નં  ના સાક્ષાત દર્શન થાય
  • અક્ષરબ્રહ્મે સેવા કરવા માટે છે, ઉપાસના કરવા માટે નહિ
  • શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”-ગઢડા અંત્ય ૨૭
  • ગુણાતીત ગુરુઓએ,ભગવાન ને ગૌણ કરીને હાર પેહેર્યો જ નથી
  • ગુણાતીત ગુરુઓ દાસ જ રહે છે..
  • સ્વામી જેવી સેવા કરે છે, એવી આદર્શ સેવા કરવાનું જ્ઞાન થાય એના માટે અક્ષરને બેસાડ્યા છે
  • પ્રથમ ૪૦
  • અક્ષરબ્રહ્મ ઉપાસ્ય નથી,પણ સેવક છે એમ શ્રીજી મહારાજને અભય મુદ્રા હોય છે અને  ગુણાતીતાનંદ સ્વામીને  જ્ઞાન મુદ્રા હોય છે.
    • જેમ કે અક્ષરધામમાં બીજ ચરણ ની ઉપાસના છે
    • અક્ષર હંમેશા દાસ થઈને રહે છે, ભગવાનને આગળ રાખે છે મહંતસ્વામી મહારાજ સાક્ષાત ઉદાહરણ છે
    • BAPS ના કોઈ પણ ગ્રંથ માં ,
    • સદાય સેવક થઇ ને રાહ છે
    • ગુણાતીતાનંદ સ્વામી પણ કહેતા કે સેવા કરે મહંત.
    • જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે પણ મોટી સામર્થી છે; કાં જેસમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા ગઢડા પ્રથમ ૨૭
    • અને સમર્થ તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે; એમ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે  સંત તો સર્વ જગતના આધારરૂપ છેગઢડા પ્રથમ ૨૭
    • પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે, તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી….એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ સારંગપુર ૧૦
    • એવા સંત ના દર્શન થાયભગવાન નં  ના સાક્ષાત દર્શન થાય
    • અક્ષરબ્રહ્મે સેવા કરવા માટે છે, ઉપાસના કરવા માટે નહિ

    શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”-ગઢડા અંત્ય ૨૭

    • ગુણાતીત ગુરુઓએ,ભગવાન ને ગૌણ કરીને હાર પેહેર્યો જ નથી
    • ગુણાતીત ગુરુઓ દાસ રહે છે..

    સ્વામી જેવી સેવા કરે છે, એવી આદર્શ સેવા કરવાનું જ્ઞાન થાય એના માટે અક્ષરને બેસાડ્યા છે

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

મહંતસ્વામી મહારાજના અમૃત વચનો

  • મહંતસ્વામી મહારાજ ગુણાતિતાનંદસ્વામી વિષે.
  • ઘણીવાર આપણે ખાલી બોલીએ છે એમ વિચારતા નથી,એટલે એનો કેફ નથી આવતો.ભગવાન ની કૃપા કેટલી બધી કેહવાય કયાભગવાન ને ક્યાં જીવ.કોઈ દિવસ મેલના ખાય.આ ભગવાન નો ભેટો થવો તે કલ્પનામાં આવે એમ નથી.
  • સંત ના સ્વરૂપ માં મળ્યા છે સહજાનંદસ્વામી,પૂર્ણ પુરુષોત્તમ નારાયણ
  • વૈજ્ઞાનિક રીતે,મહંતસ્વામી મહારાજે સમજાવ્યું..
  • ૫૦૦ અબજ  તારા છે 
  • ગુણાતિતાનંદસ્વામી નું ગણિત 
  • મન ના વેગે.. મનની સ્પીડે જાઓ. તોય  મોટો અંધકાર આવે  છે.તે ભેદાય એવો નથી
  • ગુણાતિતાનંદસ્વામીના રોમે રોમમાં કરોડો બ્રહ્માંડો ફરે છે..
  • ગુણાતિતાનંદસ્વામી મનુષ્યરુપે આવ્યા. ૫ ફૂટ ના થઇ ગયા: આ પ્રાપ્તિ.
  • નિષ્કુળાનંદસ્વામી” એકાંત માં બેસી ને વિચાર કરવો પડેએમનેમ આખો દિવસ કૂટ કૂટ કરીયે આવી પ્રાપ્તિ સમજાય નહિ .

પરમ પૂજ્ય યોગીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી માટે શું કહ્યું?

આવી રીતે પુરુષોત્તમ નારાયણ પોતે તારી અને રહેવાનો ધામ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી બે જે કામ કર્યું કોઈ ના કરી શકે બ્રહ્માંડમાં આવીને  જીવો ને માયા પર  રાખવા અને દરેકને બ્રહ્મરૂપ કરીને મહારાજની મૂર્તિમાં જોડી દીધા દેહ ભાવ રહેવા નો દીધો અને બધાને નિર્દોષ ભાવ કરાવી દીધો કોઈને અભાવ અવગુણ અંદર હરિભક્ત માં આવવા દીધો એકબીજાનો ભીડો વેઠે એકબીજા પોતાના દોષ ઓળખે એવી સ્વામી સ્થિતિ કરાવી દેતા... થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી...

પગલું -૩ કૃતાર્થપણું - અખંડાનંદ મુનિના કીર્તન દ્વારા 

થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી


થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી

કોઈ બીજાનો ન રહ્યો ભાર રે.. સ્વામી꠶ ૧

એક સ્વામિનારાયણ ગાવું રે... સ્વામી꠶

તે વિના બીજું નવ ચાહું રે... સ્વામી꠶ ૨

થઈ ગઈ આ જગમાં જીત રે... સ્વામી꠶

મારે ખામી ન રહી કોઈ રીત રે... સ્વામી꠶ ૩

મારે ઉમંગ અંગ ન માય રે... સ્વામી꠶

નિત્ય અખંડાનંદ ગુણ ગાય રે... સ્વામી꠶ ૪


પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો. 

0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...