અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર પ્રથમ દિવસથી આઠમા દિવસની સમરી

 અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર 

પ્રથમ દિવસની સમરી 

મધ્યવર્તી વિચાર - પ્રાપ્તિ નો વિચાર 


પ્રાપ્તિ અને પ્રતિમા પરિવર્તિત કરીએ 

પૂજ્ય આત્મદર્શન સ્વામી : પ્રાપ્તિના વિચારનું મહત્વ

ભગવાન કેવા છે = મહિમા

 આવા ભગવાન મને મળ્યા છે  = પ્રાપ્તિ

પ્રાપ્તિ થઈ ગઈ છે એને સમજવાની છે અને માણવાની છે વિચાર કરવો

પ્રાપ્તિ માણવી અધિકાર અને ફરજ છે.

પ્રાપ્તિ નો વિચાર શા માટે કરવો જોઈએ?

 પ્રાપ્તિનો વિચાર ખરેખર જે જોઈએ તે આમાંથી મળશે...

સુખ શાંતિ ,ભગવાનનું ધામ/ મોક્ષ ,એકાંતિકપણું, રાજીપો

ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેટલું કાંઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં.

પણ પ્રાપ્તિના વિચારો શું અલૌકિક છે.

 ભાદરા ના ડોસાભાઈ નો પ્રસંગ 

પ્રાપ્તિના વિચારોનું સુખ અનંત છે 

શું જોઈએ છે? :- એકાંતિક પણું 

શ્રીજી મહારાજ કહે છે ...જીવ બળને પામે તો જે ધારે કરી શકે.

 ગુણતાનંદ સ્વામી કહે છે (1/1) કે મહારાજ મને મળ્યા છે.

પ્રાપ્તિનું બળ, મુખ્ય -Source- નિષ્ઠા 

કોણ મળ્યા છે?

આવા ભગવાન અને સંત માટે શું  થાય ?

શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ 57 માં બોલે છે કે ભગવાનના સ્વરૂપની ઓળખાણ.

ગઢડા મધ્ય નવમાં સ્વરૂપ નિષ્ઠા વિશે શ્રીજી મહારાજ વાત કરે છે 

 ગુણાતીતાનંદ સ્વામી હું જેવો છું તેવો જાણે ત્યારે રાજી થાઉં છું.

ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી કહેતા નિયમ પાડવા, સંત અને ભગવાનનું સ્વરૂપ ઓળખવું તો રાજી રાજી

એકાંતમાં બેસીને વિચાર કરવો - નિષ્કુળાનંદ સ્વામી

ઘરમાં ચિંતામણી પારસમણી છે. આવા પુરુષ મળ્યા પછી કંગાળ વેળા હોય તો ગુનો છે આપણાથી મોટો ભાગ્યશાળી માનો ભૂલ.

પૂજ્ય ઉત્તમયોગી સ્વામી

 4/4/2019 સારંગપુર 2. 20 AM 3:00AM વાગે પાછા સુવા ગયા

3.53AM જાગી ગયા

 ઊંઘ આવી  નથી શું કર્યું? - પ્રાપ્તિ નો વિચાર

8:30 પોઢવા ગયા 9:30 જાગી ગયા શું કરતા હતા ? મજા આવી ,પ્રાપ્તિ- આનંદ આવે.

11/04/2020 નેનપુર

રાત્રે 3:00 વાગ્યે જાગ્યા બાથરૂમ જવા માટે ત્રણ વીસ વાગે વાક્યો લખ્યું હતું તે યાદ કર્યું સ્લેટ લાવ્યા સત્સંગી માત્રે પોતાને જે મહંતસ્વામી મહારાજ અને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે તેનાથી દિવસની શરૂઆત કરવી

4.10 વાગ્યે દૈનિક ક્રમમાં જોડાયા, શું કરતા હતા ? પ્રાપ્તિનો વિચાર.. કયા સોના સોના સોના , સોના તો ભવ્ય પ્રાપ્તિ કો ખોના

3:00 અસ્તિત્વમાં આવ્યું અખંડ ચાલીયા કરે છે.

28/07/2020 નેનપુર

રાત્રે એક 1:10 વાગ્યે બાથરૂમ પ્રાપ્તિ નો આનંદ સેકન્ડે  સેકન્ડે છેકે દર 15 દિવસે છે?

મુખ પરના ભાવ પ્રાપ્તિનો આનંદ સેકન્ડ ને સેકન્ડે રહેવો જોઈએ પ્રાપ્તિ 24 કલાક છે Not evry 15 days- every second 

ના હોય તો આપણે મરી જઈએ મોટેથી બોલ્યા અક્ષર પુરુષોત્તમ મહારાજની જય....

આમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને રાત દિવસ પ્રાપ્તિનો વિચાર રહે છે

 પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો શ્રીજી મહારાજ કહે છે કે હું મારા મહિમાનો પાર નથી પામી શકતો..




પ્રાપ્તિનો વિચાર સ્વરૂપનિષ્ઠાની સાથે જોડાયેલું છે.

પ્રાપ્તિનો વિચાર કરવાથી શું ફાયદો થાય છે?

  1. પ્રાપ્તિનો વિચાર કરવાથી સત્સંગનુ સુખ મળે છે
  2. જીવમાં બળ આવે છે
  3. જીવમાં એકાંતિકપણું સિદ્ધ થાય છે.
  4. મોક્ષનુ મુખ્ય કાર્ય, અક્ષરધામની પ્રાપ્તિ  થાય છે
  5. ભગવાન અને ગુરુનો રાજીપો પ્રાપ્ત થાય છે.

આપણ બહુ મોટી પ્રાપ્તિ થઇ ગઈ છે એટલા માટે જ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે,પ્રાપ્તિ નો વિચાર કરવો એ આપણો અધિકાર છે અને ફરજ છે.

પરમ પૂજય મહંતસ્વામી મહારાજ પ્રાપ્તિ નો વિચાર કઈ રીતે કરવો તે માટે જે માર્ગદર્શન આપ્યું છે એ સમજીશું,
પ્રાપ્તિનો વિચાર ૨ વિભાગમાં સમજી શકાય:


પ્રાપ્તિને સમજવા માટેનું અનિવાર્ય સાધન એટલે વિશ્વાસ

ત્પુરુષના સ્વરુપ નો નિશ્ચય શેનાથી થાય? - વચનામૃત આધારે

ગઢડા અંત્ય ૨૭


શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.


ગઢડા મધ્ય ૧૩


અને આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.

મહંત સ્વામી મહારાજ આ અંગે કહે છે કે,
પ્રાપ્તિ સમજવી હોય તો એમાં તર્ક વિતર્ક કામ માં નથી આવતા , શાસ્ત્રો પણ કામમાં નથી આવતા, શાસ્ત્રો સમજાવનારા જોઈએ.મહારાજે કહ્યું જે ભક્તિ વાળો ના હોય એય ભાગવત માંથી પણ ભગવાન નિરાકાર સાંજે એટલે શાસ્ત્રો પણ કામ માં નથી આવતા, અનુભવ પણ કામ માં નથી આવતા,કેમકે આપનો અનુભવ પારલૌકિક ક્યાં છે,અપને પ્રમુખસ્વામી, યોગી બાપા જોડે રહ્યા એવા કોઈ અનુભવ નથી થયા ,રૂંવાડા માં બ્રહ્માંડ ઉડાડ્યું છે, જે ભગવાનપણું સિદ્ધ થાય એય આપણને અનુભવ નથી, અનુભવ થયા હશે,હજાર સાધનો કરો તો પણ આ પુરુષ ના સમજાય, મનુષ્યરૂપે છે એટલે બહુ મુશ્કેલ છે તેવી વાત...
  • વચનમાં વિશ્વાસ હોય તો મહારાજનો મહિમા સમજાય મુક્તાનંદ સ્વામીના દ્રષ્ટાંત દ્વારા
  • જેને જેને સ્વરૂપનિષ્ઠા દ્રઢ થઇ છે તે વિશ્વાશ થઇ છે...
  • મહંતસ્વામી મહારાજ કહે છે વિશ્વાસ ની ઘણી કક્ષા હોય છે ૧૦%, ૨૦... ૧૦૦%

3 રીતે વિશ્વાસ થાય..
મહંતસ્વામી મહારાજ કહે છે કે,પ્રાપ્તિને સમજવા માટે પહેલા બુદ્ધિનો ઉપયોગ કરવો, પછી બુદ્ધિને બંધ કરવી અને ફરીથી બુદ્ધિ નો ઉપયોગ કરવો....
રોજ ૧૫ મિનિટ પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો તેની રીત
1. પ્રાપ્તિનો વિચાર કરતા પહેલા પ્રાર્થના કરવી જોઈએ.
2. ૨ રીતે વિચાર કરીયે

સામર્થ્ય

  1. અસાધારણ કાર્યો
  2. દિવ્ય ઐશ્વર્ય,
  3. સર્વજ્ઞતા
  4. ધામમાં લઇ જાય
  5. દિવ્ય પ્રભાવ

નિર્મળતા 

  1. નિર્વાસનિકતા
  2. વર્તનની દ્રઢતા 
  3. અહંશૂન્યતા 
  4. નિર્દભપણું
  5. અજાતશત્રુતા
  6. નિર્મત્સરતા 
  7. શુદ્ધભાવ

મહારાજ અને સ્વામીના વચનને ધરીને,વાંચીને,સાંભળીને,વિઝ્યુલાઇઝ કરીને
 વિશ્વાસથી અલૌકિક સ્વરૂપનું દ્વાર ઉગડે છે.

કૃતાર્થપણું

પ્રાપ્તિના વિચારની ૧૫ મીનિટ કેવી રીતે ફાળવવી?

આજ ક્રમમાં જવું તેમ જરૂરી નથી પણ પોતાન અંગ અનુસાર કરી શકાય.

અક્ષરબ્રહ્મ સત્ર ત્રીજા દિવસની સમરી

પ્રથમ પગલું - વિચાર 

 શ્રીજી મહારાજ દ્વારા પરમહંસોનું નિયમન

આ પરમહંસો - કલામાં નિપુણ હતા, સાધુતા યુક્ત હતા, સામર્થ્યવાન હતા

પ્રાપ્તિ માટે મહિમા સમજવો પડે.

શ્રીજી મહારાજ અમદાવાદ -૫ માં પુરુષોત્તમ ભગવાનના અસાધારણ લક્ષણને સમજાવતાં કહે છે અક્ષરાતીત મુક્તોને નિયમમાં રાખવા,

પરમહંસો - મહારાજના ૧૧૪ પ્રકરણો ફેરવ્યા હતા  તે માંથી પાસ થયેલા

  • સંતોના વર્તન જોઈને કોને કોને ભગવાન લાગ્યા?

  1. ગોપાળાનંદ સ્વામી - સુંદરીયાણાના હેમરાજ શેઠનો પ્રસંગ
  2. મુક્તાનંદ સ્વામી -  મોતી તરવાડી
  3. બ્રહ્માનંદ સ્વામી - દેવીદાસ બ્રહ્મભટ્ટ
  4. આનંદાનંદ સ્વામી - ૪ ધામના વૈરાગીઓ

  • ઐશ્વર્યવાન પરમહંસો

  1. વ્યાપકાનંદ સ્વામી - હમીર ખાચર ની ઘોડી જીવતી કરી.
  2. સ્વરૂપાનંદ સ્વામી - બ્રાહ્મણના દીકરાને જીવતો કર્યો
  • અક્ષરબ્રહ્મનો મહિમા બૃહદરોપ્ય ઉપનિષદ 

ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ હોવા છતાં મહારાજનાં દર્શન માટે ઉભા રહેતા,

  • પશુના સ્વભાવ બદલી નાખનારા પરમહંસો

બ્રહ્માનંદ સ્વામીએ ઘોડાના શરીર પર હાથ મુક્યો અને ઘોડો નિષ્કામી બની ગયો.

જેતલપુર -૨ માં મહારાજે તેમને યતી જેવા કીધાં છે.

મુક્તાનંદ સ્વામીના દર્શન માત્રથી ક્રોધ શમી જાય.

અષ્ટાવધાની સભાનું એક ચિત્રણ  

પગલું -૨ વચનમાં વિશ્વાસ 

શ્રીજી મહારાજ પોતાના વિષે કહે છે કે....અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.” - ગઢડા અંત્ય ૩૮

મહંતસ્વામી મહારાજ પરમહંસો વિષે કહે છે કે 

    • મહારાજના સંતો- પરમહંસો 
    • સમર્થ હતા,ઐશ્વર્યવાન હતા,ઉચ્ચ કોટિના હતા.
    • ગોપાળાનંદ સ્વામી બ્રહ્માંડની ગતિની ફેરવે તેવા હતા આ વાતને વધારે ઊંડાણથી સમજવા તેમજ ગોપાળાનંદ સ્વામીના બીજા અનેક ગુણો હતા તે આપ યુટ્યૂબની પ્રથમ એનિમેશન મુવી દ્વારા

       

  • સુરા ખાચર નિષ્કામી હતા. 

 મહારાજ પ્રગટ છે જતા નથી રહ્યાં

વળી શ્રી હરિલીલામૃત માં પણ લખાયેલું છે.... 

સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, 

દીઠો ઘણીક સતિ જે તનને દહેલું;

આકાશ માપવિણ છે કદિ તે મપાય,

સંકલ્પ કામસુખનો ન તજ્યો તજાય.

-શ્રીહરિલીલામૃત ૩.ર૨૬.૧૪ 

વેદાદિશાસ્ત્ર ભણિને વિદવાન થાય,

જીતે વિદેશ વિચરી સઘળી સભાય;

કાવ્યાદિ ચોજતણી તે ચતુરાઈ જાણે,

હૈયે અનંગ જિતવા નહિ હામ આણે.          

  -શ્રીહરિલીલામૃત ૩.૨૬.૧૮

પગલું -૩ કૃતાર્થપણું - નિષ્કુળાનંદ સ્વામીને કીર્તન દ્વારા

મેં તો સુખના સિંધુ જોઈ રે, બુદ્ધિ મારી ત્યાં બૂડી;

મારે અરસપરસ એહ સાથે રે, બીજી સમજણ નહિ ઊંડી ꠶ ૧

હું તો કુંભક રેચક પૂરક રે, જાણું નહિ કાંઈ સાધીને;

અમે પ્રાણ અપાનને રુંધી રે, સમજું નહિ સમાધિને ꠶ ૨

મુને આંખ્ય વિંચિને અંતર રે, જોતાં નથી આવડતું;

મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું ꠶ ૩

હું તો લીલાચરિત્ર લટકાં રે, વારમવાર વિચારું છું;

મારા અંતરમાં અલબેલો રે, શામળિયો સંભારું છું ꠶ ૪

મારે એ સંધ્યા ને સેવા રે, રાત દિવસ રુદિયે રાખું;

હું તો જીવનનું મુખ જોઈ રે, અંતરમાંયે અભિલાખું ꠶ ૫

મારે રે’ છે સુખ ને શાંતિ રે, અંતરમાં એણી રીત્યે;

ગુન ગાઉં છું ગોવિંદના રે, પ્રેમ કરી પૂરણ પ્રીત્યે ꠶ ૬

મારે ઈ છે વાત અંતરની રે, બા’ર્યે કંઈક બોલીને;

નથી કરવું બીજું કાંઈ રે, ભૂધરજીને ભૂલીને ꠶ ૭

સખી એ છે નાથ અમારો રે, અમે તો છૈયે એને;

નિષ્કુળાનંદના સ્વામીને રે, ભૂલીને ભજીએ કેને ꠶ ૮


પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો. 

અક્ષરબ્રહ્મ સત્ર ત્રીજા દિવસની સમરી

શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષો દ્વારા થયેલા જીવન પરિવર્તનો 

પ્રથમ પગલું - વિચાર 

અસલ પારસમણિ એટલે જે લોખંડ ને સોનુ બનાવે. 

સત્સંગ દીક્ષા શ્લોક:

 વ્યસન મુક્તિ થી બ્રાહમી સ્થિતિ

શ્રીજી મહારાજે કરેલું જીવન પરિવર્તન

જોબન પગી : 

સત્સંગ પૂર્વેનું જીવન:

  • કલકત્તા સુધી તીર, ચાલતું પુના સુધી તીર ચાલતું.
  • ૨ વાર ગાયકવાડની તિજોરી લૂંટી હતી.
  • તેમને પકડવા ૫૦ હજારનું ઇનામ
  • ડભાણના યજ્ઞમાં જોબનપગીનું શ્રીજી મહારાજે પરિવર્તન કર્યું.
  • વડતાલના મંદિર બનવવામાં તેમનો ફાળો હતો.
  • ગુણાતીતાનંદ સ્વામી કરેલું જીવન પરિવર્તન

માંગરોળના દાજીભાઈ દરબાર:

સત્સંગ પૂર્વેનું જીવન:

  • ગુણાતીતાનંદ સ્વામીની મહેમાનગતી માણવા જુનાગઢ આવ્યા,સ્વામીએ આગતા સ્વાગતા કરી.
  • સ્વામીએ પૂછ્યું ગુરુ કર્યા? પછી સ્વામીએ વર્તમાન ધરાવ્યા તેમને સ્વામીએ પંચવર્તમાન પાળવાનું કીધું.
  • તેમને કીધું ૪ પળાશે વ્યભિચારનું નહિ પળાય સ્વામીએ માલા આપીને ૫ માળા સ્વામી સામે જોઇને ફેરવવાનું કીધું અને કામ ખેંચી લીધો.
યોગીજી મહારાજે કરેલું જીવન પરિવર્તન
સારંગપુરના ધર્મસ્વરૂપ સ્વામી:
  • તેમને કહ્યું મને કામ વાસના નડે છે.
  • સ્વામીએ કામ જોડે વાત કરતા કહ્યું ભાગ અહિયાથી પછી તેમનું પરિવર્તન થઇ ગયું.
  • યોગીજી મહારાજ કહેતા કે થાંભલાને સંકલ્પ થાય તો ધર્મસ્વરૂપ સ્વામીને થાય.
  • સારંગપુરમાં પુજારી તરીકે સેવા કરતા એકવાર ઉકળતું તેલ તેમના શરીર પર પડ્યું પણ તેમને કઈ જ અસર ન થઇ.
પ્રમુખસ્વામી મહારાજે કરેલું જીવન પરિવર્તન
વ્યસનમુક્તિ સાંકરીના અક્ષરસેવા સ્વામીએ ૧૦ હાજર લોકોને વ્યસનમુક્ત કર્યા હતા.

દારેસલામના સુભાષભાઇ જેમને વ્યસનમુક્ત કર્યા પણ સાથે સાથે બ્રાહીસ્થિતિ સુધી પહોચાડ્યા.

૩૫ વર્ષ જૂની વાત પ્રમુખસ્વામી મહારાજે કરી અને તેમનું જીવન પરિવર્તન

સભા નિયમિત ભરતા ,આરતી નિયમિત ભારત અંતિમ સમયે કોઈ ધંધાની વાત કરે તો કહેતા ભગવાન અને સંતની વાત કરો.

મહંતસ્વામી મહારાજે કરેલું જીવન પરિવર્તન

મહંતસ્વામી મહારાજના લીધે નાના બાળકો પણ બ્રાહીસ્થિતિ અનુભવે છે.

ગોંડલના ઘનશ્યામભાઈ વઘાસીયાનો સુપુત્ર અક્ષર-સાડા ત્રણ વર્ષની ઉંમરે કેન્સરનો ન્યુરોબ્લાસ્ટ નામનો રોગ - બહુજ બધા ઓપરેશન થયા-પીડામાં પણ મોળી વાત કરતો નહોતો,પોતે એકાદશી કરતો અને ડોક્ટરો અને નર્સને પણ કરાવતો,

છેલ્લે ગઢડા મંદિરે દર્શન કર્યા અને કોમામાં જતો રહ્યો અને પછી ૩ થી ૪ દિવસમાં સહુને છેલ્લા જય સ્વામિનારાયણ કર્યા અને ધામમાં ગયો.

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

પ્રમુખસ્વામી મહારાજના વચનો

  • શ્રીજી મહારાજ પોતે આવ્યા નિરાશ થઈને બેસી ન રહેવું આપણું શું થશે?
  • ૪૫માં વચનામૃતમાં કીધું તે પ્રમાણે એમના શરણે છીયે તો સ્વભાવ ટળી જશે.
  • ભક્તિ કરતાં કરતાં બ્રહ્મરૂપ થવાશે.
  • ધીમે ધીમે રજકણો બદલાશે,ભક્તિ કરતાં કરતાં બ્રહ્મરૂપ થવાશે.
  • ભગવાન અને સંતમાં વિશ્વાસ છે તો કલ્યાણ થશે.

મહંતસ્વામી મહારાજના વચનો

  • ભગવાન મળ્યા છે તો બધું થઇ રહ્યું છે અને બધું  થઇ જશે.
  • ભગવાન આપણને લટકાવી નહિ રાખે
  • આપણી ખરેખર જીત થઇ છે માયા પર થઈને બેઠા છીએ.
  • આ છેલ્લો જન્મ છે, માયામાં જવાનું જ નથી.
  • બ્રહ્મરૂપ કરશે જ.મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઇ એમાં બધું આવી ગયું.અંતરમાં પ્રકાશ પ્રકાશ થઇ જશે.
  • એક બાળકે પૂછ્યું આપ અક્ષરધામમાં કેવી રીતે લઇ જશો સ્વામી એ ચપટી વગાડીને કીધું આમ લઇ જઇશું.

વિશ્વા : બ્રહ્મરૂપ કરશે જ

પગલું -૩ કૃતાર્થપણું - મુક્તાનંદસ્વામીના કીર્તન દ્વારા

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર ધર્મદુલારો... ꠶ટેક

કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બૂડતાં બાંય ગ્રહી લીધી... ꠶ ૧

મુજ પર અઢળક રે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠાં મળિયા... ꠶ ૨

મન દૃઢ કરિયું રે હો મોરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી... ꠶ ૩

આનંદ ઉરમાં રે હો ભારી, શિર પર ગાજે ગિરિવર ધારી... ꠶ ૪

નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી... ꠶ ૫


પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો. 

અક્ષરબ્રહ્મ સત્ર ત્રીજા દિવસની સમરી

શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષો દ્વારા અંત સમયે પોતાના ભક્તને ધામમાં લઇ જવા

પ્રથમ પગલું - વિચાર 

શ્રીજી મહારાજ અંત કાળે તેડવા આવ્યા  

ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આવા પ્રસંગો લખ્યા છે.
અમદાવાદના પ્રાણ વલ્લ્ભભાઇ મરકીના રોગમાં ધામમાં પધાર્યા.મહારાજ પાછા મોકલવા વિંનતી કરી પછી પાછા દેહમાં આવ્યા અને બધાને કહ્યું મને શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે તમે સ્વામિનારાયણનું ભજન કરોતો તમને પણ મહારાજ તેડવા આવશે પછી તેમને ધૂન કરી અને ધામમાં પધાર્યા.

પૂર્વે ભગવાન બે ત્રણને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે અને આજ તો ઘરો ઘર ભગવાન તેડવા આવે છે - સ્વામીની વાતો (2/169)

                         પ્રમુખસ્વામી મહારાજ અંત કાળે તેડવા આવ્યા

હિંમતનગરના પ્રભુદાસભાઇ મોદી 
તા.૭-૩-૨૦૦૦માં પ્રમુખસ્વામી મહારાજ અચાનક હિમતનગર આવ્યા અને તેમને ત્યાં પધાર્યા.
બધાએ બાપાને ધામમાં લઇ જવા વિંનતી કરી.તા.૩૦-૩-૨૦૦૦ બાપા એ દિવ્ય દેહે દર્શન આપ્યા અને કહ્યું કે ૩૧-૦૩-૨૦૦૦ના અગિયારસના શુક્રવારે ૫ વાગે અમે લેવા આવશું.
તેમના મિત્ર પ્રભુભાઈને શ્રીજી મહારાજનાં દર્શન થયા કે મહારાજ માણકી ઘોડી ઉપર તેડવા આવ્યા છે.પ્રભુ ભાઈ પણ બોલ્યા કે મહારાજ માણકી  લઈને આવ્યા છે.


અમેરિકા એલેનટાઉનના અકુભાઈના માતા
૧૯૯૪ મા બીમાર થયા.કેન્સર હતું પણ બાપાએ કહ્યું કે હજુ ૫ વર્ષ પછી સેવા આપશે.૫ વર્ષ પછી ફરીથી કેન્સર ડિટેકટ થયું ફરીથી બાપાને કહ્યું કે બા નું કેન્સર રેપિડલી વધે છે.તમને વહુ અને તે વાંચતા હતા ત્યારે ભાલની બીબડીનો પ્રસંગ આવ્યો ત્યારે વાત થઇ મહારાજ તેડવા આવતા હશે?સાસુએ વહુને કહ્યું કે બાપા આવશે તો એમને કહીસ તમને દર્શન આપે.તેમના વહુ સ્વામિનારાયણ મંત્ર લખતા હતા ત્યારે તેમને બાપાના દર્શન થયા ૧૫ મિનિટ સુધી દર્શન થયા અને તેઓ ધામમાં પધાર્યા.


ખલપુભાઈ હળવી-ધરમપુર 

આદિવાસી વિસ્તાર ના ખલકુ ભાઈ ને વ્યસન મુક્ત કર્યા અને  દિવસ પેહલા બાપાના દર્શન થયા અને બાપા  કહુયું હતું  દિવસ માં લેવા આવીશ.અને ખરેખર બાપા તેમને અંત કાળે લેવા આવ્યા.

દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા અહીં,

મોટો લ્હાવો લઇ કરી થઇ બેઠા છો સુખીયા કરી

મુંબઈના હરેશભાઇ ધોરાજીયા 

૨૦૦૨ માં કેન્સર ડિટેકટ થતા પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા થી ઓપેરેશન કર્યું વર્ષ પછી ફરી થી શારીરિક તકલીફ વધતાબાપા જોડે વાત થઇ પછી બાપાઍ કહ્યું કે તમારે કોઈ સર્જરી કરવાની જરૂર નથી ફૂલડોલ માં આવો તમારા અક્ષરધામ ના દ્વાર ખુલી ગયા છે.ફુલદોલમાં તેઓ આવ્યા બાપા એ તેમને રંગ્યાં અને કાનમાં કહ્યું કે  આવતા સોમવારે સાંજે ૪ વાગે શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ તમને તેડવા આવશે. ૧૫ માર્ચ ના રોજ  સોમવાર સણજે  વાગે ધામ માં ગયા.


અસલાલી ના પ્રવીણભાઈના પત્ની રેખાબેન
તેમને  કેન્સર થતા બાપા અય આશીર્વાદ આપ્યા કે તે અને સંતો તેમને લેવા આવશે.તેમને પ્રમુખસ્વામી મહારાજે ૧૪ ફેબ્રુઆરીનાં દર્શન આપીને કહ્યું ૪ માર્ચ ૨૦૦૪ના રોજ તમને સંતો સહીત આવીને સવારે ૯ વાગે લઇ જઇશું.ધામમાં ગયા પછી આખા ગામ માં સાકાર ના પેકેટ વેચ્યા હતા.તે સાકરના પેકેટ તેમને જાતે બનાવ્યા.

 મહંતસ્વામી મહારાજ અંત કાળે તેડવા આવ્યા
દિલ્હીના નૈનેશભાઈ મહેતાના માતૃશ્રી
તેમના માટે મહંત સ્વામી મહારાજ બોલ્યા હતા કે ધામમાં લઇ જઇશું.૧૧ ઓગસ્ટ માતા એ તેમને કહ્યું કે તેમને ૩ દિવસ પછી મહંત સ્વામી મહારાજ ધામમાં લઇ જશે. આગલા દિવસે કહ્યું કાલે હું ધામમાં જઈશ.અને આરતી પછી તેઓ માતાને ઉઠાડવા ગયા ત્યારે તેમને જય સ્વામિનારાયણ કહ્યું અને 
૧૪ ઓગસ્ટના દિવસે ધામમાં પધાર્યા.

મુંબઈના હરિકાકા

હરિકાકાને દીકરાની દીકરીના લગ્ન બાદ ૧૦મે દિવસે લેવા આવીશું. મહારાજ,મહંતસ્વામી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ અંત સમયે લેવા આવ્યા.તેમને તેમના દીકરાને કહ્યું કે મહારાજ સ્વામી આવ્યા છે મારે આરતી ઉતારવી છે તો આરતી લાવો પછી આરતી ઉતારી અને ૬ વાગે ધામમાં ગયા.

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

પ્રમુખસ્વામી મહારાજના વચનો

  • ભગવાનને શરણે આવ્યા છે  બધા ને અક્ષરધામ લઇ જશે. 

  • મહારાજના સ્વરૂપની નિષ્ઠા અને દ્રઢતા થશે તો મહારાજ ધામમાં લઇ જશે.

મહંતસ્વામી મહારાજના વચનો

  • મહારાજ સ્વામી અને ગુણાતિત ગુરુ માં જોડાયા છો એટલે નિશ્ચિત રેહજો તમારો મોક્ષ પાકો છે.

  • આજ છેલ્લો જન્મ તે વાસ્તવિકતા

વિશ્વા : બ્રહ્મરૂપ કરશે જ

પગલું -૩ કૃતાર્થપણું - નિષ્કુળાનંદસ્વામીના કીર્તન દ્વારા

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર ધર્મદુલારો... ꠶ટેક

કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બૂડતાં બાંય ગ્રહી લીધી... ꠶ ૧

મુજ પર અઢળક રે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠાં મળિયા... ꠶ ૨

મન દૃઢ કરિયું રે હો મોરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી... ꠶ ૩

આનંદ ઉરમાં રે હો ભારી, શિર પર ગાજે ગિરિવર ધારી... ꠶ ૪

નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી... ꠶ ૫ 


અક્ષરબ્રહ્મ સત્ર છઠ્ઠા દિવસની સમરી - દિવ્ય પ્રભાવ

પ્રથમ પગલું - વિચાર 

જેનો પ્રભાવ જણાય તેમાં પોતે તણાય.

સત્પુરુષનો પ્રભાવ પ્રવચન,ચમત્કાર,સન્માનથી નહિ પરંતુ દિવ્યતાથી છે.

દિવ્ય પ્રભાવ ૨ રીતે સમજીએ.

  1. મહારાજ અને ગુણાતિત સત્પુરુષો દ્વારા અદ્વિતીય સમાધિ પ્રકરણ 

અદ્વિતીય સમાધિ પ્રકરણ 
  • અષ્ટાંગ યોગ સિદ્ધ થાય ત્યારે સમાધિ થાય.
  • શ્રીજી મહારાજે સમાધિને સુલભ બનાવી.
    શ્રીજી મહારાજ દ્વારા અદ્વિતીય સમાધિ પ્રકરણ
  • મહારાજથી તો સમાધિ થતી અને સંતોના વચને પણ સમાધિ થતી. મુક્તાનંદ સ્વામી તેમજ અન્ય સંતો દ્વારા થતી. 
  • એકવાર સંતો વિચરણમાં જતા - મહારાજે પ્રસાદીનો હાર આપ્યો - હાર વાતો કરશે-સંતો વાતો કરતા અંતમાં હાર  મુકતા જે કોઈ દર્શન કરતાં તેમને સમાધિ થતી અને સંતો જોડે વર્તમાન ધરાવતા.
  • ગુણાતીતાનંદ સ્વામી મહારાજ દ્વારા અદ્વિતીય સમાધિ પ્રકરણ
  • નાના હતા ત્યારે મામાને ત્યાં કાલાવડ ગયા હતા ત્યાં શાળાના ભણતા વિદ્યાર્થીઓને સમાધિ માત્ર બોર્ડ પર લખીને સમાધિ કરાવી.


  • શાસ્ત્રીજી સ્વામી મહારાજ દ્વારા અદ્વિતીય સમાધિ પ્રકરણ
  • શ્રીજી મહારાજનો બીજો પ્રભાવ
  • તેમના પર ૧ લાખ થી વધુ કીર્તનો લખયા છે.
  • અવિનાશી આવો રે તેવામાં થાળમાં સવા સો વાનગીઓનો ઉલ્લખ છે.
  • તેમના પર ઘણા બધા પુસ્તકો રચાયા છે.
  • પ્રેમાનંદ સ્વામીએ 14000 મુક્તાનંદ સ્વામીએ 8000 બ્રહ્માનંદ સ્વામીએ 8000 નિષ્કુળાનંદ સ્વામીએ 8000 ભુમાનંદ સ્વામી દેવાનંદ સ્વામી મંજુ કેશવાનંદ સ્વામીએ લગભગ એક લાખ થી વધારે કીર્તનો લખ્યા હતા.
    યોગીજીમહારાજનો  પ્રભાવ
  • સંન્યાસી થયા પછી મેં શંકરાચાર્ય સિવાય હજુ સુધી કોઈની આરતી કરી નથી. પરંતુ આજે યોગીજી મહારાજની પૃજા-આરતી કરું છું, કારણ કે ગીતામાં ભગવાને કહાં છે, નિર્માનમોહા, જીતસંગદોષા... એવા સંત યોગીજી મહારાજ છે. - દંડી સ્વામી
    પ્રમુખસ્વામી મહારાજનો  પ્રભાવ
  • આટલી બધી પ્રવૃત્તિમાં સ્વામીજીનું શાંત ચિત્ત જોઈને લાગે છે કે વિશ્વમાં શાંતિ સ્વામીજીથી પ્રવર્તશે. - પોલ કોટારાઈટ
  • મને કોઈક દિવ્ય આધ્યાત્મિક શક્તિનો અનુભવ થયો, જે પાંચ ઇન્દ્રિયોથી ક્યારેય પામી ન શકાય. જે વ્યક્તિને ભગવાનનો સાક્ષાત્‌ સંબંધ હોય, જેમાં કોઈ દિવ્ય શક્તિનો નિવાસ હોય તે જ આવો અનુભવ કરાવી શકે. -ડોક્ટર ફાઝલ ઝીરા

    મહંતસ્વામી મહારાજનો  પ્રભાવ
  • સામાન્ય રીતે આધ્યાત્મિક લોકો આ દુનિયા સાથે (સામાન્ય વ્યક્તિઓ સાથે) ઓછા કનેક્ટ થતા હોય તેવું મનાય છે.  પરંતુ તેઓ ( મહંત સ્વામી મહારાજ ) સાચા અથમાં સંવાદિત ધરાવે છે. ડૉ. એસ.જયશંકર વિદેશ મંત્રી, ભારત સરકાર
  • તેમણે લોકો માટે જે કર્યું છે અને તેમના જીવનમાં જે પરિવર્તન લાવ્યા છે,પછી ભલે તે સાધુ હોય કે ગૃહસ્થ , તેઓએ પોતાના સંબંધમાં આવનાર લોકો પર જે ( વર્તનની) અસર કરી અને વળી તે લોકોએ બીજા પર જે અસર કરી..તેનાથી સકારાત્મક વાતાવરણ ઉભું થયું છે,પરિણામ સમગ્ર વિશ્વ તકરાર અને ભયથી મુક્ત એક વધુ સારું સ્થળ બન્યું. - શ્રી શિવકુમાર સુંદરમ (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સીઈઓ ,BCCL

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

પ્રમુખસ્વામી મહારાજના વચનો

  • કીડીને હાથીને મેળાપ થાય નહિ.કીડીને મળવું હોય તો હાથીને મલય નહિ.એના પગ માં ચાતરી જાય. પણ એ હાથી છે.એ પોતે દયા કરે કે મારે કીડીને મળવું છે તો કીડી જેવો થાય. એમ ભગવાન કીડી જેવા થયા, એટલે આપણા જેવા, મનુષ્ય જેવા થયા એટલે આપણને લાગે કે આતો આપણા જેવા છે ને કરે છે ને આમાં શું આપણાથી ફેર શું? અને ભગવાન કેવું શું? તાવેત આવતો હોય માથું દુખતું પેટેય દુખતુ હોટ ને દવાઓ કરવાનું બધું થતું હોય, તો લાગે કે નૈ લાગે આપના જેવા છે.પણ ફેર શું છે? એના દર્શનને ઈચ્છે છે અને આપણા દર્શનને કોઇ ઇચ્છતું નથી, એટલો ફેર છે.
  • એ ખાય છે એ પણ જુદી જાતનું છે, લોકના કલ્યાણ માટે.આપણને તો માયાના ભાવ જોઈએ.એ તો દિવ્યતાની વાળું (છે).
  • દુઃખ સુખ વધુ આવે છે પણ છતાં ભગવાન નું સાક્ષાત સ્વરૂપ છે અને મોક્ષના દાતા અને કલ્યાણના દાતા એટલો જ મહિમા રાખવું પણ આપણે તો પછી ના આમ ચક્કર ફરતું હોય અને બરોબર અંદરથી પ્રકાશ નીકળતો હોય એવા સંકલ્પ કરો એ કઈ એનું બધું સમજાય?એમાં છે બધું.એ નથી દેખાતું નથી પ્રકાશ દેખાડતા તોય પણ એમાં છે છે ને છે.

મહંતસ્વામી મહારાજના વચનો

  • ભગવાનની સામર્થી જોવાને ઇચ્છે,અનંત બ્રહમાંડ કેમ ઉડતા નથી એવા બધા?એ ભગવાન પોતે હાથી માંથી કીડી બન્યા અને આપણને સુખ આપે છે.અને આપણે પછી ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા રાખીએ એટલે વિશ્વાસ જોઈએ કે આ ભગવાન જ છે,ત્યારે બધી મનુષ્યના જેવી ક્રિયા કરે અને એમાં દેખાય નહિ.મનુષ્ય રૂપે બધું વર્તે એટલે ખાય પીવે ,ઉઠે-બેસે બધું મનુષ્યરૂપે આપણને સજાતીય થવા માટે બધું કરે એ મનુષ્ય જેવા દેખાય છે મનુષ્યની જેમ બધું..પણ મનુષ્ય નથી.દિવ્ય છે એક એક એના અંગ જે કાઇને એની બધી એકેક ક્રિયા બધી  દિવ્ય.

  • ત્યાગ ભાગ છે જ નહિ સાંકરનું નારિયેરલ એ એટલું જાણવાની દ્રઢપણે કે એ દિવ્ય છે આપણા કરતાં જુદા છે  ભગવાન જેવા છે તેવા અહીં છે અને અહીં છે એવા અક્ષરધામમાં છે.

  • એ બે એક જ છે લેશમાત્ર ફેર નથી,તો અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ મને મળ્યું છે અને એ જ અહિયાં છે

પગલું -૩ કૃતાર્થપણું - નિષ્કુળાનંદ સ્વામીના કીર્તન દ્વારા


મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું ।

છો અવતારના અવતારી, જીવન જાણું છું ॥

મહાસમર્થ છો મહારાજ, જીવન૦ । વળી આપે રાજાધિરાજ, જીવન૦ ॥૩॥

પુરુષોત્તમ પૂરણબ્રહ્મ, જીવન૦ । તમને નેતિ કહે નિગમ, જીવન૦ ॥

વાસુદેવ દયાળુ સ્વભાવ, જીવન૦ । મહાપુરુષ મહાનુભાવ, જીવન૦ ॥૪॥

નારાયણ નિર્વિકારી, જીવન૦ । મહા પરમ મંગલકારી, જીવન૦ ॥

ભક્તભયહારી ભગવાન, જીવન૦ । આપ્યાં આશ્રિતને અભયદાન, જીવન૦ ॥૫॥

સચ્ચિદાનંદ દિવ્યમૂર્તિ, જીવન૦ । જેને અતિ અગમ કહે શ્રુતિ, જીવન૦ ॥

છો પરમ કલ્યાણકારી, જીવન૦ । એવી નૌતમ મૂર્તિ ન્યારી, જીવન૦ ॥૬॥

તમે કોટિ બ્રહ્માંડાધીશ, જીવન૦ । વળી સર્વેતણા છો ઈશ, જીવન૦ ॥

ધર્મધુંરધર ધન્ય ધન્ય, જીવન૦ । ભક્તિધર્મના નંદન, જીવન૦ ॥૭॥

અલૌકિક મૂર્તિ આપે, જીવન૦ । જોયે જનમમરણ દુઃખ કાપે, જીવન૦ ॥

તમે કાળમાયાના નિયંતા, જીવન૦ । છો ગુણસાગર ગુણવંતા, જીવન૦ ॥૮॥

તમે ભવ બ્રહ્માના સ્વામી, જીવન૦ । અકળ મૂર્તિ અંતરજામી, જીવન૦ ॥

પતિતપાવન અશરણ શરણ, જીવન૦ । અધમ ઉદ્ધારણ અઘહરણ, જીવન૦ ॥૯॥

નખશિખ મૂર્તિ મંગળરૂપ, જીવન૦ । આવે જોએ સુખ અનૂપ, જીવન૦ ॥

આનંદ પાવ3 આનંદ કર, જીવન૦ । આનંદમાં મુખ મનોહર, જીવન૦ ॥૧૦॥

આનંદરૂપ અનુપમ એવું, જીવન૦ । સૌ જનને જોયા જેવું, જીવન૦ ॥

આનંદ વસન ભૂષણ અંગે, જીવન૦ । આનંદ આપો છો ઉછરંગે, જીવન૦ ॥૧૧॥

કૃપાસિંધુ છો ઘનશ્યામ, જીવન૦ । ક્રોધ લોભ નિવારણ કામ, જીવન૦ ॥

પરમાત્મા પૂરણબ્રહ્મ, જીવન૦ । નીલકંઠ કહે નિગમ, જીવન૦ ॥૧૨॥

જીવ ઈશ્વરના છો સ્વામી, જીવન૦ । વળી સર્વે ધામના ધામી, જીવન૦ ॥

ક્ષર અક્ષરથી છો પર, જીવન૦ । અક્ષરબ્રહ્મ તમારું ઘર, જીવન૦ ॥૧૩॥

કાળ માયા તમારી શક્તિ, જીવન૦ । કરો બહુ કારજ એ વતી, જીવન૦ ॥

કોટિ બ્રહ્માંડને કરે છે, જીવન૦ । ઉત્પત્તિ સ્થિતિ ને હરે છે, જીવન૦ ॥૧૪॥

તેના નિયંતા છો તમે, જીવન૦ । સત્ય સ્વામી જાણ્યા અમે, જીવન૦ ॥

કારણના કારણ કહીયે, જીવન૦ । કાળના પણ કાળ લહીએ, જીવન૦ ॥૧૫॥

આત્માના આત્મા છોજી, જીવન૦ । પ્રાણના પણ પ્રાણ છોજી, જીવન૦ ॥

તમે ઈશ્વરના ઈશ્વર, જીવન૦ । અંતરજામી છો અઘહર, જીવન૦ ॥૧૬॥

સર્વેના છો સાક્ષી સાર, જીવન૦ । સકળ ફળના દેનાર, જીવન૦ ॥

સ્વયં જ્યોતિરૂપ રાજો, જીવન૦ । માયાગુણથી પર બિરાજો, જીવન૦ ॥૧૭॥

નિરાકાર નિરંજન કહે છે, જીવન૦ । તે શું તમારી ગતિ લહે છે, જીવન૦ ॥

છો અખંડ અવિનાશી, જીવન૦ । માયા રહિત છો સુખરાશી, જીવન૦ ॥૧૮॥

તમારી મૂર્તિનું પરિમાણ, જીવન૦ । કરી શકે શું અજાણ, જીવન૦ ॥

ચાર મુખે જો બ્રહ્મા ભાખે, જીવન૦ । પાંચ મુખે શિવ કહી દાખે, જીવન૦ ॥૧૯॥

સહસ્ર મુખે કહે શેષ, જીવન૦ । ષડાનન ગાય ગણેશ, જીવન૦ ॥

તોય કોયે ન પામે પાર, જીવન૦ । એવી મૂર્તિ છે અપાર, જીવન૦ ॥૨૦॥

સર્વે શાસ્ત્ર પુરાણ માંયે, જીવન૦ । ગુણ તમારા ગવાયે, જીવન૦ ॥

સર્વે દેવ વંદન કરે છે, જીવન૦ । વેદ સ્તુતિ ઉચ્ચરે છે, જીવન૦ ॥૨૧॥

એવા સમર્થ સહુના સ્વામી, જીવન૦ । સહુ રહે છે શીશ નામી, જીવન૦ ॥

તમારો ભય ભૂમીને ભારી, જીવન૦ । તેણે રહી છે લોકને ધારી, જીવન૦ ॥૨૨॥

તમારા ભયે સમે તરુ ફળે, જીવન૦ । ફૂલ ફળ વન સઘળે, જીવન૦ ॥

તમારા ભયથી શેષ હંમેશે, જીવન૦ । ચૌદ લોક ધાર્યા છે શીશે, જીવન૦ ॥૨૩॥

તમારા ભય થકી સાક્ષાત, જીવન૦ । વાસુ7 વરસાવે વરસાત, જીવન૦ ॥

તમારા ભયથી સૂર્ય શશી, જીવન૦ । ફરે કાળશક્તિ અહોનિશી, જીવન૦ ॥૨૪॥

તમારા ભયે બ્રહ્માંડે મૃત્યુ, જીવન૦ । રહે છે સદા સર્વત્ર ફરતું, જીવન૦ ॥

બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ, જીવન૦ । રહે છે મરજીમાં તતખેવ, જીવન૦ ॥૨૫॥

છે એક એક બ્રહ્માંડાધીશ, જીવન૦ । તે પણ નમાવે છે શીશ, જીવન૦ ॥

એવા છોજી એક નિયંતા, જીવન૦ । સહુ રહે છે તમથી ડરંતા, જીવન૦ ॥૨૬॥

એવા મોટા છો મહારાજ, જીવન૦ । તે મળ્યા છો મને આજ, જીવન૦ ॥

તે તો નાથ કરી છે દયા, જીવન૦ । તે ગુણ કેમ કરી જાય કહ્યા, જીવન૦ ॥૨૭॥

તમે મે’ર મુજ પર કીધી, જીવન૦ । વળી બુડતાં બાંહ્ય ગ્રહી લીધી, જીવન૦ ॥

જે જે કર્યો તમે ગુણ, જીવન૦ । બીજો કરે એવો કુંણ, જીવન૦ ॥૨૮॥

તમે બિરુદ પાળ્યું તમારું, જીવન૦ । જોયું નહિ કર્તવ્ય અમારું, જીવન૦ ॥

તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, જીવન૦ । એ તો આડો આંક જ વાળ્યો, જીવન૦ ॥૨૯॥

જનમતાં જતન કીધી, જીવન૦ । મારી બહુનામી બહુવિધિ, જીવન૦ ॥

ખાનપાન ખબર રાખી, જીવન૦ । શું હું દેખાડું કહી દાખી, જીવન૦ ॥૩૦॥

આજ સુધી પણ અમારી, જીવન૦ । રાખો છો ખબર સારી, જીવન૦॥

પળે પળે કરો પ્રતિપાળ, જીવન૦ । એવો બીજો કોણ દયાળ, જીવન૦ ॥૩૧॥

વળી અંતકાળે આવો છો, જીવન૦ । રથ વે’લ વિમાન લાવો છો, જીવન૦ ॥

વળી ઘણે મૂલે9 ચઢી ઘોડે, જીવન૦ । આવો છો સખા લઈ જોડે, જીવન૦ ॥૩૨॥

એમ અલબેલાજી આવો, જીવન૦ । દેહ દાસતણું મુકાવો, જીવન૦॥

તેને તેડી જાઓ છો સાથે, જીવન૦ । બેસારી રથ વિમાન માથે, જીવન૦ ॥૩૩॥

તેને આપો છો અક્ષરધામ, જીવન૦ । થાય છે જન તે પૂરણકામ, જીવન૦ ॥

બીજો એવો કોણ કૃપાળુ, જીવન૦ । તમ વિના દીઠા નહિ દયાળુ, જીવન૦ ॥૩૪॥

તમે દીનતણા છો બંધુ, જીવન૦ । સુખકારી સુખના સિંધુ, જીવન૦ ॥

તમે નાથ અનાથ જનના, જીવન૦ । તમે મહેરબાન છો મનના, જીવન૦ ॥૩૫॥

તમે નોધારાના આધાર, જીવન૦ । તમે દુર્બળના દાતાર, જીવન૦ ॥

તમે ભક્તના ભય હરતા, જીવન૦ । નિજજનને નિર્ભય કરતા, જીવન૦ ॥૩૬॥

તમે સંતજનના સ્નેહી, જીવન૦ । કાપો કષ્ટ પડે જેહી, જીવન૦ ॥

તમે દાસતણાં દુઃખ કાપી, જીવન૦ । કર્યા સુખિયા સુખ જ આપી, જીવન૦ ॥૩૭॥

એવા ભક્તવત્સલ ભગવાન, જીવન૦ । દીધાં આશ્રિતને અભયદાન, જીવન૦ ॥

તમે અશરણના છો શરણ, જીવન૦ । દુઃખ ટાળી સુખના કરણ, જીવન૦ ॥૩૮॥

નિજજનના સુખ સારું, જીવન૦ । ઇયાં આવવું છે તમારું, જીવન૦ ॥

તમે અગમ સુગમ થઈ, જીવન૦ । આવી જન ઉદ્ધાર્યા કંઈ, જીવન૦ ॥૩૯॥

તમે નરતન ધરિયું નાથ, જીવન૦ । સર્વે સામગ્રી લઈ સાથ, જીવન૦ ॥

દઈ દર્શ સ્પર્શનું દાન, જીવન૦ । નિર્ભય જન કર્યા નિદાન, જીવન૦ ॥૪૦॥

મૂર્તિ તમારી મહારાજ, જીવન૦ । સરે સહુનાં જોઈ કાજ, જીવન૦ ॥

દર્શ સ્પર્શ જે તમારો, જીવન૦ । મહામોટુ સુખ દેનારો, જીવન૦ ॥૪૧॥

મળવું તમારું છે મોઘું, જીવન૦ । તે તો સહુને થયું છે સોંઘું, જીવન૦ ॥

કિયાં અમે કિયાં આપ, જીવન૦ । કીડી કુંજરનો મેળાપ, જીવન૦ ॥૪૨॥

સહુના નાથ તમે નિયંતા, જીવન૦ । સર્વાધાર સર્વના કરતા, જીવન૦ ॥

સર્વ પર છો સર્વેશ્વર, જીવન૦ । સહુના પ્રેરક પરમેશ્વર, જીવન૦ ॥૪૩॥

ક્યાં તમે ને ક્યાં અમે, જીવન૦ । તે તો કૃપા કરી છે તમે, જીવન૦ ॥

તમે અઢળક ઢળ્યા છો આજ, જીવન૦ । મહામે’ર કરી મહારાજ, જીવન૦ ॥૪૪॥

દેખી દુઃખિયા અતિ દાસ, જીવન૦ । તમે આવ્યા છો અવિનાશ, જીવન૦ ॥

કરવા અનેકનો ઉદ્ધાર, જીવન૦ । સહુ જનની લેવા સાર, જીવન૦ ॥૪૫॥

એવી તકમાં હું પણ આવ્યો, જીવન૦ । મારો ફેરો સફળ ફાવ્યો, જીવન૦ ॥

મારા સરિયાં સર્વે કાજ, જીવન૦ । તે તો તમે મળ્યે મહારાજ, જીવન૦ ॥૪૬॥

દુઃખ દરિયામાંથી તાર્યો, જીવન૦ । વળી અધમને ઉદ્ધાર્યો, જીવન૦ ॥

મારા સાચા છો સનેહી, જીવન૦ । જોઈ જોઈ જોયું તેહી, જીવન૦ ॥૪૭॥

ખરી વેળાનો ખજીનો, જીવન૦ । છો દામ દોયલા દિનો, જીવન૦ ॥

મારા મરણ ટાણાની મૂડી, જીવન૦ । વળી ભવસાગરની હુડી, જીવન૦ ॥૪૮॥

એહ ભરોંસો છે મોટો, જીવન૦ । તે તો કે દી ન થાય ખોટો, જીવન૦ ॥

બદલે નહિ બિરુદ તમારું, જીવન૦ । શીદ શંકા મનમાં ધારું, જીવન૦ ॥૪૯॥

છે અચળ મારે આશરો, જીવન૦ । ખરા દિનમાં ખરાખરો, જીવન૦ ॥

મૂર્તિ તમારી મીરાંથ મારી, જીવન૦ । નહીં મેલું હું હવે ન્યારી, જીવન૦ ॥૫૦॥

રાખીશ જીવ સાથે હું જડી, જીવન૦ । નહીં મેલું હું અળગી ઘડી, જીવન૦ ॥

તેમ નહીં મુકાય તમથકી, જીવન૦ । કહે નિષ્કુળાનંદ નકી, જીવન૦ ॥૫૧॥

અક્ષરબ્રહ્મ સત્ર સાતમા દિવસની સમરી - સનાતન સિદ્ધાંત

પ્રથમ પગલું - વિચાર 

અક્ષરપુરૂષોતતાં દર્શન નો વિશેષ અનુભવ ભદ્રેશસ્વામીને :  શાસ્ત્રોના અધ્યયન થી સચ્ચાઈને નજીક થી સમજવાનો અનુભવ થાય. 

અને સિદ્ધાંત સમજાયો છે ગુરુજનો ની સચ્ચાઈ ને લીધે

વચનામૃતના આધારે સનાતન સિદ્ધાંત

  • મહારાજે અગત્યના સિદ્ધાંતોની વાત કરી એમાં અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની વાત કરી છે.
  • પ્રથમ-૧૧માં એકાંતિક ભક્તની વ્યાખ્યા કરી છે જેમાં અક્ષરરૂપ થવાની વાત આવી છે.

વચનામૃત ના ફાયદા

  • શાસ્ત્રો સમજવામાં સરળતા થઇ.
  • ગીતાના શ્લોકો ના મૌલિક અર્થ સમજાય
  • ઉપનિષદ અર્થ સમજાય
  • બ્ર્હ્મસૂત્રના અર્થ સમજાય

ટૂંકમાં વચનામૃત વાંચવાથી બધા શાસ્ત્રો સમજાય.

1. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના કેવા આશીર્વાદ મળ્યા?

પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ

પ્રમુખસ્વામી મહારાજે આજ્ઞા કરી પછી, ભારત ના શ્રેષ્ઠ વિદ્વાનોને ને રજુ કરવું, જે લખ્યું છે એમને પ્રસ્તુત કરવું અને, એ અંગે પોતાનો અભિપ્રાય જાણવો.
  • ભદ્રેશ સ્વામીને થોડી શંકા હતી, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તારે કોઈ ખોટી વાત કરવાની છે? તો શું કામ ડરો છો, તારે પોતાની વાત કરવાની છે ?
  • સ્વામીએ વરદાન આપ્યું કે  સ્વામીનારાયણ સિદ્ધાન્તની  વાત કરીશ કે  શાસ્ત્રીજી મહારાજ ની વાત કરીશ કોઈ ના નહિ પાડે”
  • ૫૦૦+ વિદ્વાનોને મળ્યા પણ બાપા ના વરદાનથી કોઈએ ના નથી પાડતું.
મહંતસ્વામી મહારાજના આશીર્વાદ
  • જાઓ તમારા માટે દરવાજા ખુલા છે”
2. મહાનુભાવોને મળવાથી કેવા અનુભવો થાય છે?
 વિદ્વાનોને સાથે વિમર્શ કરતા જઈએ એમ જ્ઞાન માં વિશ્વાસ આવે છે.

3. મહાનુભાવોને મળીને કોઈ પણ વાતની શરૂઆત કેવી રીતે કરો છો?
અક્ષરપુરુષોત્તમ દર્શન અંગે પ્રથમ પાસું: પ્રમાણસર કોઈ પણ વાતને પ્રસ્તુત કરવામાં આવે છે.
આરંભ: વચનામૃતથી  થાય તેમાં પણ ગીતાના શ્લોકો આવે.
ત્યાર પછી એ સિદ્ધાંત શાસ્ત્ર માં કઈ રીતે છે તે વાત આવે.
તેમાં અક્ષર છે એ જ બ્રહ્મ છે.
અક્ષરથી પર તત્વ કયું છે? -પુરુષોત્તમ
ભગવાન ને પુરુષોત્તમ કેમ કહે છે?  - પુરુષ + ઉત્તમ - ક્ષર+અક્ષર

ગીતામાં સામુહિક તારણ જ્યારથી ગીતામાં ઉપદેશ આપવાનો આરંભ થયો અંત સુધી, અક્ષરપુરુષોત્તમદર્શન ની વાત થઇ છે.

૨ પ્રકારની વિદ્યા છે
1. પરાવિદ્યા 2. અપરાવિદ્યા
કઈ વિધા છે જેનાથી બધી વિધાનું જ્ઞાન થઇ જાય? - પરાવિદ્યા 
અપરાવિદ્યા - લૌકિક સિદ્ધાંત
  • પરવિદ્યા નો આરંભ,  અક્ષર રૂપ થઇ પરબ્રહ્મની ભક્તિ કરે છે   એ સર્વ કરતા શ્રેષ્ઠ છે.
પરમાત્મા નુ વર્ણન: 
  • શ્રેષ્ઠ/ઉત્તમ/પર અક્ષર કરતા પણ શ્રેષ્ઠ/ઉત્તમ/પર શ્રેષ્ઠ 
  • જેમ અન્ય દર્શન છે એમ અક્ષરપુરુષોત્તમ સનાતન ધર્મનું દર્શન છે.
કઠોપનિષદ : 
નચિકેતાના દ્રષ્ટાંતથી , આત્મા પરમાત્મા ની વાત, પરમાત્મા ના ધામ ની વાત
અક્ષર નો મહિમા: ભગવાન પુરુષોત્તમ ને રહેવાનું ધામ છે,
ઓમકાર નું આલંબન લઈને ધ્યાન કરે તો શું ફળ મળે?
ૐકાર ના અર્થ: એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, બીજા એમના થી ન્યૂન અક્ષર.
અક્ષરપુરુષોત્તમ બ્રહ્મવિધાનો પર્યાય છે.

4. શાસ્ત્રોનો ઊંડાણ પૂર્વક અભ્યાસ ના હોય તો એવા ભાવિક- હરિભક્તો ને આ ઉંડાણ ને સમજી , મુક્તિ ની પ્રતીતિ કરવા શું ઉપાય છે ?
શાસ્ત્રોના જાણકાર અને ભાવિક ભકતોમા ન્યૂનાધિક ભાવ નથી,  સત્યને જાણતા હોવ તો શ્લોક આવડે તે જરૂર નહિ,  પણ આવડે તે ઉત્તમ છે,
જીવન ની અંદર પડેલું તત્વજ્ઞાન વાંચી શકો છો,  આત્મસાત કરવું જરૂરી છે.
આ બધી વસ્તુ સમજ માટે, આત્મસાદ કરવા યોગ્ય ગુરુ ના શરણ જવું જોઈ, યોગ્ય ગુરુના શરણે જઈ એ આપણને માર્ગદર્શન આપે,
સાક્ષાત્કાર,આધ્યાત્મિક માર્ગ માટે ગુરુ પાસે જવું.
પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના લીધે, તેમના જીવંત ઉદાહરણ ને લીધે સમજાય છે, મહંતસ્વામી મહારાજએ સિદ્ધાંત કૃતિ છે, જે સિદ્ધાતને જાણીયે છીએ તેઓ મૂર્તિમાન સ્વરૂપ છે.
જેવો ભગવાન ને વિષે ભક્તિ/પ્રેમ છે એમ ગુરુ વિષે હોવો જોઈએ.
'गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरा, गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः 
ભગવાનને આત્મા માં ધારણ કરી રાખે છે, પંચ વર્તમાન , પરમ હિતકારી,ભગવાન ના સંતો હોય ,એમના શરણે જવાથી …. શાસ્ત્રો આનંદ આપે છે….
यदक्षरं वेदविदो वदन्ति
विशन्ति यद्यतयो वीतरागा: ।
यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति
तत्ते पदं सड्ग्रहेण प्रवक्ष्ये॥વેદોને જાણનારો વિદ્ધાનો જે
અક્ષરબ્રહ્મની વાત કરે છે,
જેમાં આસક્તિ વિનાના સંયમીઓ પ્રવેશ કરે છે, જેને ઇચ્છનારાઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે સ્થાન વિશે તને હું ટૂંકમાં કહીશ.
શ્રીમદ્ભગવદ્‌ગીતા : ૧૫/૧૬
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च।
क्षर: सर्वाणि भूतानि कूटस्थोक्षर उच्यते॥

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

સિદ્ધાંત ગાન:

  • येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच
  • तां तत्त्वतो ब्रह्मविद्याम्॥Mundaka Upanishad 1.2.13
  • अक्षरात् सम्भवतीह विश्वम् ।Mundaka Upanishad 1.1.7
  • एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि
  • सूर्याचन्द्रमसौ विधृतौ तिष्ठत ।।Brihadaranyaka Upanishad 3.8.9
  • एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि
  • द्यावापृथिव्यौ विधृते तिष्ठत ।।Brihadaranyaka Upanishad 3.8.9
  • दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः ॥Mundaka Upanishad 2.2.7
  • प्रतिष्ठित:
  • मुंडका उपनिषद 2/2/7
  • मनोमयः प्राणशरीरनेता ।Mundaka Upanishad 2.2.7
  • अक्षरात् परतः परः ॥Mundaka Upanishad 2.1.2
  • पुरुषान्न परं किञ्चित् ।Katha Upanishad 3.11
  • सा काष्ठा सा परा गतिः ॥Katha Upanishad 3.11
  • स गुरुमेवाभिगच्छेत्स मित्पाणिः।Mundaka Upanishad 1.2.12
  • श्रोत्रियं ब्रह्मनिष्ठम् ॥Mundaka Upanishad 1.2.12
  • यः सेतुरिजानानाम् ।Katha Upanishad 3.2
  • अभयं तितीर्षतां पारं नाचिकेतँ शकेमहि ॥Katha Upanishad 3.2
  • यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ ।Shvetasvatara Upanishad 6.23
  • तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः ॥Shvetasvatara Upanishad 6.23

પૂજ્ય વિવેકસાગર સ્વામીનું પ્રવચન 

  • ૧૯૬૫, અમે મહાવિદ્યાલય માં અભ્યાસ, 
  • શાસ્ત્રીય પરીક્ષા, પંડિત.
  • ઉપનિષદ ના વર્ગો: 
  • અક્ષર બ્રહ્મ ના મહિમા ની વાતો 
  • ચાલતા આવતા, તિલક બ્રિજ, 
  • જુનું મંદિર દેખાય,
  • અક્ષર ભુવનમા યોગી બાપા ૨જા માળે બિરાજતા હતા, 
  • પુલ નીચે થી જતા ઉપનિષદ ના મંત્રો, 
  • અક્ષરબ્રહ્મ આજે યોગીજી મહારાજ છે,
  • ૧લી વાર થયું.
  • અક્ષર હંમેશા પ્રગટ રહે છે.આજે મહંતસ્વામી મહારાજમાં પ્રગટ છે.

પગલું -૩ કૃતાર્થપણું - બ્રહ્માનંદ સ્વામીના કીર્તન દ્વારા

સહજાનંદ સુખકારી રે, સલૂણી છબી... ꠶ટેક

વેદાંતી અરૂપી કે’ છે ન્યાય અનુમાને લે છે

 તે આ વહાલો સંતોમાં રે’ છે રે... સલૂણી꠶ ૧

નિગમ કહે અનુમાને મુનિવરને નાવે ધ્યાને

 વ્હાલો તે આ ભીને વાને રે... સલૂણી꠶ ૨

સર્વ કર્તા સર્વાધારો સર્વ માંહિ સર્વથી ન્યારો

 પ્રગટ રૂપ તે આ પ્યારો રે... સલૂણી꠶ ૩

જગજીવન અંતરજામી નામ સર્વનો છે નામી

 તે આ બ્રહ્માનંદનો સ્વામી રે... સલૂણી꠶ ૪

અક્ષરબ્રહ્મ સત્ર આઠમા દિવસની સમરી - 

પ્રથમ પગલું - વિચાર 

પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી 

  • શાસ્ત્ર માત્ર નો સાર..શ્રીજી મહારાજે આપ્યો છે - વચનામૃત સ્વરૂપે
  • અનેક શાસ્ત્ર છે, બહુ બધું જાણવા જેવું છે પણ સમય ઓછો છે, વિઘ્નો બહુ બધા છે ,એકાગ્રતા નથી. પણ ભગવાન સ્વામિનારાયણે એ કૃપા કરી.
    વચનામૃતની વિશેષતા:
  • સરળતા 
  • ગહનતા 
  • સંક્ષિપ્તતા 
  • અને જરૂર પડે ત્યારે વિસ્તૃતતા.
  • પળે પળે અનુભવાતી સચ્ચાઈ
    ગઢડા મધ્યનાં૧૩માં  વચનામૃત માં શ્રોતાઓં ની સચ્ચાઈ
  • પરમહંસો અને ભક્તોને જોઈ શકીએ તેવી પારદર્શકતા
ભગવાન ના ભક્ત ને પરસ્પર ઈર્ષા ના કરવી. ગઢડા પ્રથમ  ૪ પોતે મહંત હતા તેવા આનંદાનંદ સ્વામી એ કીધું
“હે મહારાજ ઈર્ષા તો રહે છે….”
પરમહંસો પોતાના હૃદયને તપાસી - દોષ જોવે છે- કબુલ કરે છે
બ્રહ્માનંદસ્વામી જાહેર માં કબૂલે છે” કોઈ વિષય માં ઇન્દ્રિયો તણાતી નથી , અંતઃ કરણ માં કોઈ …..તો
સ્વામિનારાયણ ભગવાન જાહેર માં અંતર દ્રષ્ટિ કરાવે છે…
બ્રહ્માનંદ સ્વામી,શુક નંદ સ્વામી, સુરાખાચરને મહારાજ તેમને કેવું માન નડે છે તે પૂછે છે?
વચનામૃત પરવાણીનું સંપાદન કરનારા સંતો
  1. મુક્તાનંદસ્વામી 
  2. ગોપાળાનંદસ્વામી 
  3. શુકાનંદસ્વામી 
  4. નિત્યાનંદસ્વામી
    વચનામૃતના વિવિધ ગુણો
    પારદર્શિતા
    પરમહંસો એ પોતાથી પ્રશ્નો નો ઉત્તર થયો નથી તે પણ લખ્યું છે.
    ગઢડા અંત્ય 33
    એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં. પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમ જે, એ એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોનામહોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય, તો એ ત્યાગી છે તો પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહીં. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઊતરતો હશે, તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે. કેમ જે, એ પદાર્થનો તો યોગ જ એવો છે. જેમ આ આપણ સર્વ બેઠા છીએ તે કેવા ડાહ્યા છીએ! પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કોઈ ઠા રહે નહીં; તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં.
    ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી ની કેટલી ઉંચી અધ્યાત્મ સ્થિતિ છે એય વાત કરી.
    આપણને Overconfidence માં ના રહીએ તે માટે વિષય માં યોગ થાય તે માટે મહારાજ આ ૨ સંતો ના નામ આપી ને કહે છે….
    સત્યતા
    આ પરમહંસોને  લોક ની  પોતાની ક્રેડિટની સ્વામિનારાયણ ભગવાનના વચનનીની પડી હતી.
    પ્રમાણભૂતતા
    જેવું ભગવાને કીધું એવું ને એવું નોંધી લીધું - આજ થી ૨૦૦ વર્ષ પહેલાં…  ઐતિહાસિક વિગત કયા સમય, સ્થાન , પહેરવેશ, આજુ બાજુ બેઠેલા લોકો.
    હાર્વર્ડ યુનિ પ્રોફેસર “ ભારતીય શાસ્ત્રનો અભ્યાસ કરવા વાળાને મુશ્કેલી અનુભવવી પડે છે કે ક્યારે લખ્યું.પણ વચનામૃત માટે લાખ વર્ષ પછી કોઈને શંકા નહિ થાય ક્યારે લખ્યું, કોણે લખ્યું….”
    સહુથી મોટો લાભ
    વચનામૃત દ્વારા પુરૂષોત્તમ નારાયણ નો કૃપાપ્રસાદ મળ્યો  છે.
    વચનામૃત : પરબ્રહ્મ ભગવન સ્વામિનારાયણની પરાવાણી.
    પૂજ્ય જ્ઞાનતૃપ્ત સ્વામી
    વેદો અને વચનામૃત બંને એક સિદ્ધાંત ને વર્ણવે છે તે છે અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત
    સ્વામિનારાયણ ભગવાને ઘણા વચનામૃતમાં અક્ષર પુરુષોત્તમ દર્શન ની વાત કરી છે.

    ગઢડા પ્રથમ ૭
    એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે.” 
    પાંચ તત્વો માટે ભેદ 
    ૫ વિભાગ માં સમજાવ્યો
    ૫ તત્વો અનાદિના છે
    સર્વોપરી તત્વ: પરમાત્મા, ભગવાન , પુરુષોત્તમ, પરબ્રહ્મ
    અનંત કોટી બ્રહ્માંડ માં એનું જ ધાર્યું થાય છે, સદા સાકાર છે, સર્વ સુખના નિધાન એમના થી મોટું કોઈ નથી, એમના મહિમાના પાર ને કોઈ પામી શક્તું નથી.
    પરબ્રહ્મ સર્વોપરી કોણ?
    ગઢડા અંત્ય ૩૮
    અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.
    આ ભગવાન અક્ષરધામ માં તો છે જ પરંતુજ અહીં પૃથ્વી પણ પ્રગટ થાય છે,
    એવા ઘણા બધા વચનામૃત માં મહારાજે સર્વોપરીપણાનો ઉલ્લેખ કર્યો છે….
    બ્રહ્મતત્વ:
    અક્ષર/અક્ષર બ્રહ્મ 
    શાસ્ત્રો માં અક્ષર નો મહિમા જાણીએ તો
    અક્ષર બ્રહ્મ માંથી સકલ વિશ્વની ઉત્પત્તિ થાય છે… મુંડક ઉપનિષદ.
    આવા વચનો થી લાગે. શ્રુષ્ટિ ના બનવનાર, અણું માં વ્યાપક હોય એ પરમાત્મા હોય પણ આ અક્ષરની વાત કરવામાં આવે છે.
    ગઢડા પ્રથમ ૪૧
    અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે
    પુરૂષોત્તમ ભગવાન- પૃથ્વી નો સંકલ્પ કેનારા અક્ષર પણ - કારણ બને છે -
    ગઢડા મધ્ય ૩
    એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે, …અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમ પદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.”
    તેમની આગળ બ્રહ્માંડ ની ગણતરી નથી. એવા અક્ષર બ્રહ્મ કરતા -અનંત ગણા પર પુરુષોત્તમ કેવા મોટા હશે
    ગઢડા પ્રથમ ૭૧
    “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ૨૯૦ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, …માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું૨૯૧ અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”
    સ્વામિનારાયણ ભગવાન.. આ બ્રહ્માંડ માં સૌ પ્રથમવાર પધાર્યા- અનાદિ સેવક અક્ષર ને લઇ ને આવ્યા
    સદગુરુ ગોપાળાનંદસ્વામી જેવા મોટા મોટા પરમહંસો, રઘુવીરજી મહરાજ આ વાત ને સામર્થ્ય આપતા:
    “ગુણાતીતાનંદ મૂળ અક્ષર.. સહજાનંદ એક પરમેશ્વર .
    શ્રીજી મહારાજ ની બીજી કૃપા:
    “સદૈવ આ પૃથ્વી માં પ્રગટ રહેવાનો કોલ આવ્યો”
    વરતાલ ૧૯
    આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ૬૫ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય; તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે.
    ગઢડા મધ્ય ૨૧
    પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે.
    આમ  પ્રગટ ભગવાન પ્રગટ સંત ને ઓળખવાની વાત લાખ વર્ષ પછી પણ સમજી પડશે….એમ શ્રીજી મહારાજ જણાવે છે
    સદગુરુ નિષ્કુળાનંદસ્વામી “ પ્રગટ રૂપે સત્સંગ માં , રહુ છું  રૂડી પેરે
    ગઢડા પ્રથમ ૨૭
    એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે,
    સારંગપુર ૧૦
    એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’
    ગઢડા અંત્ય ૨૬
    એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે.
    પરબ્રહ્મ સત્પુરુષ દ્વારા સદાય પ્રગટ છે.
    ગઢડા અંત્ય ૨
    ‘જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.’અક્ષર - પુરુષોત્તમ તત્વો નો પરિચય- વચનામૃત માં કરાયો  છે
    ગઢડા મધ્ય ૩
    “એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે, માટે જે કારણ ને આધાર ને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક્ હોય નહીં; એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે, પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવરૂપે થઈ ગયા એમ ન સમજવું. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી.
    અક્ષર રૂપ થઇ ને પુરુષત્ત્મ ની ભક્તિ કરવી.બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમ પદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.
    સાધના મંત્ર કોણે આપ્યો?
     મહંતસ્વામી મહારાજે,સાધના મંત્ર : અક્ષરં અહમ પુરૂષોતઆમ દાસોસ્મિ.
    શાસ્ત્રોના  રહસ્ય સમજવા માટે  ગઢડા મધ્ય ૧૩ સમજવું
    આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી. 
    ભગવાન માં નિશ્ચય સમજવો હોય તો...ગઢડા અંત્ય ૨૭ 
    શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”
    જેને મોક્ષ જોઈતો હોય તે ગઢડા પ્રથમ 54મુ
    “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. 
    જેને આત્મા પરમાત્મા નો  સાક્ષાત્કાર કરવો હોય તે   વરતાલ ૧૩મુ વચનામૃત વાંચે. “ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે, તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે, એમ વ્યાપક કહ્યા છે; પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી, ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટિ બ્રહ્માંડમાં ભાસે છે.”
    વેદ, ઉપનિષદ ગીતં, બ્રહ્મસુત્ર નો  : સાર  એટલે વચનામૃત ગ્રંથ
    આ દર્શન મૂર્તિમાન એટલેમહંતસ્વામી મહારાજ. 
    અક્ષર પુરૂષ દર્શન નુ સ્વરૂપ એટલે મહંતસ્વામી મહારાજ.
    દેહ મૂકીને પામવા હતા એ દેહ છતાં મળી ગયા છે.

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

પ્રમુખસ્વામી મહારાજના અમૃત વચનો
સાચું અમૃત તો આપણું વચનામૃત છે, ગુણાતીતાનંદ સ્વામી કહેતા અમૃત લાવો.
વચનામૃત એટલે માયા પાર કરીને ભગવાનના ધામને પમાડે છે એમાં શ્રીજી મહારાજે જે જ્ઞાન આપ્યું,જે સમજણ આપી છે તે અદ્દભુત છે આપણા તમામ પ્રશ્નોનું નિરાકરણ છે.અને સર્વે શાસ્ત્રનો સાર પણ છે.જેટલા બધાં શાસ્ત્રો છે તે બધા શાસ્ત્રોનો નિચોડ આની અંદર આવી ગયો.
ભગવાન અને સંત કલ્પયણકારી છે.મુદ્દો આપી દીધો.બધા શાસ્ત્રનો સાર એ છે.ચાર વેદ,સત શાસ્ત્ર,અઢારપુરાણ,ભારતાદીક ઇતિહાસ,સર્વેમાં એ જ વાર્તા છે.ભગવાન અને ભગવાનના સંત જ કલ્યાણકારી છે.
આ વાત શ્રીજી મહારાજે આપી આપણને અમૃત મળી ગયું.વચનામૃતની અંદર મહારાજનું સ્વરૂપ સમજવાની વાત છે.
મહરાજ પરમહંસોના સમ ખાય છે.


પગલું -૩ કૃતાર્થપણું - નિષ્કુળાનંદ સ્વામીના કીર્તન દ્વારા

પામ્યાં પામ્યાં રે ભવજળ પાર શ્રી હરિ સંત મળી
વામ્યાં વામ્યાં રે દુઃખ અપાર... શ્રી હરિ꠶ ટેક
જામ્યાં જામ્યાં રે સુખ ઉરમાંય... શ્રી હરિ꠶
સર્યાં સર્યાં રે સર્વે કાજ... શ્રી હરિ꠶ ૧
ભર્યાં ભર્યાં રે અભરે આભ... શ્રી હરિ꠶
ઠર્યાં ઠર્યાં રે પામી સુખઠામ... શ્રી હરિ꠶ ૨
લીધો લીધો રે પૂરણ લ્હાવ... શ્રી હરિ꠶
દીધો દીધો રે જમ શિરપાવ... શ્રી હરિ꠶ ૩
થઈ થઈ રે જગમાં જીત... શ્રી હરિ꠶
ગઈ ગઈ રે અન્યની પ્રતીત... શ્રી હરિ꠶ ૪
ભાવ્યો ભાવ્યો રે સાચો સતસંગ... શ્રી હરિ꠶
નાવ્યો નાવ્યો રે અભાવ અંગ... શ્રી હરિ꠶ ૫
મોહ્યું મોહ્યું રે મન જોઈ નાથ... શ્રી હરિ꠶
પ્રોયું પ્રોયું રે ચિત્ત એહ સાથ... શ્રી હરિ꠶ ૬
હુવો હુવો રે જય જય કાર... શ્રી હરિ꠶
જુવે જુવો રે સુખ અપાર... શ્રી હરિ꠶ ૭
સહે સહે રે કોણ દુઃખ દ્વન્દ્વ... શ્રી હરિ꠶
કહે કહે રે નિષ્કુળાનંદ... શ્રી હરિ꠶ ૮


 

0 comments

અક્ષરબ્રહ્મ સત્ર અગિયારમા દિવસની સમરી

અક્ષરબ્રહ્મ સત્ર અગિયારમા  દિવસની સમરી  પ્રથમ પગલું - વિચાર  પૂજ્ય  શ્રુતિપ્રિય સ્વામી બોચાસણથી સારંગપુર રસ્તામાં શ્રુતિપ્રિય સ્વામીને હરિભક...