પ્રથમ પગલું - વિચાર
પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી
- શાસ્ત્ર માત્ર નો સાર..શ્રીજી મહારાજે આપ્યો છે - વચનામૃત સ્વરૂપે
- અનેક શાસ્ત્ર છે, બહુ બધું જાણવા જેવું છે પણ સમય ઓછો છે, વિઘ્નો બહુ બધા છે ,એકાગ્રતા નથી. પણ ભગવાન સ્વામિનારાયણે એ કૃપા કરી.
વચનામૃતની વિશેષતા:
- સરળતા
- ગહનતા
- સંક્ષિપ્તતા
- અને જરૂર પડે ત્યારે વિસ્તૃતતા.
- પળે પળે અનુભવાતી સચ્ચાઈ
ગઢડા મધ્યનાં૧૩માં વચનામૃત માં શ્રોતાઓં ની સચ્ચાઈ - પરમહંસો અને ભક્તોને જોઈ શકીએ તેવી પારદર્શકતા
- મુક્તાનંદસ્વામી
- ગોપાળાનંદસ્વામી
- શુકાનંદસ્વામી
- નિત્યાનંદસ્વામીવચનામૃતના વિવિધ ગુણોપારદર્શિતાપરમહંસો એ પોતાથી પ્રશ્નો નો ઉત્તર થયો નથી તે પણ લખ્યું છે.
ગઢડા અંત્ય 33
એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં. પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમ જે, એ એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોનામહોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય, તો એ ત્યાગી છે તો પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહીં. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઊતરતો હશે, તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે. કેમ જે, એ પદાર્થનો તો યોગ જ એવો છે. જેમ આ આપણ સર્વ બેઠા છીએ તે કેવા ડાહ્યા છીએ! પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કોઈ ઠા રહે નહીં; તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં.
ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી ની કેટલી ઉંચી અધ્યાત્મ સ્થિતિ છે એય વાત કરી.
આપણને Overconfidence માં ના રહીએ તે માટે વિષય માં યોગ થાય તે માટે મહારાજ આ ૨ સંતો ના નામ આપી ને કહે છે….
સત્યતા
આ પરમહંસોને લોક ની પોતાની ક્રેડિટની સ્વામિનારાયણ ભગવાનના વચનનીની પડી હતી.
પ્રમાણભૂતતા
જેવું ભગવાને કીધું એવું ને એવું નોંધી લીધું - આજ થી ૨૦૦ વર્ષ પહેલાં… ઐતિહાસિક વિગત કયા સમય, સ્થાન , પહેરવેશ, આજુ બાજુ બેઠેલા લોકો.
હાર્વર્ડ યુનિ પ્રોફેસર “ ભારતીય શાસ્ત્રનો અભ્યાસ કરવા વાળાને મુશ્કેલી અનુભવવી પડે છે કે ક્યારે લખ્યું.પણ વચનામૃત માટે લાખ વર્ષ પછી કોઈને શંકા નહિ થાય ક્યારે લખ્યું, કોણે લખ્યું….”
સહુથી મોટો લાભ
વચનામૃત દ્વારા પુરૂષોત્તમ નારાયણ નો કૃપાપ્રસાદ મળ્યો છે.
વચનામૃત : પરબ્રહ્મ ભગવન સ્વામિનારાયણની પરાવાણી.પૂજ્ય જ્ઞાનતૃપ્ત સ્વામીવેદો અને વચનામૃત બંને એક સિદ્ધાંત ને વર્ણવે છે તે છે અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત
સ્વામિનારાયણ ભગવાને ઘણા વચનામૃતમાં અક્ષર પુરુષોત્તમ દર્શન ની વાત કરી છે.ગઢડા પ્રથમ ૭એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે.”પાંચ તત્વો માટે ભેદ૫ વિભાગ માં સમજાવ્યો૫ તત્વો અનાદિના છેસર્વોપરી તત્વ: પરમાત્મા, ભગવાન , પુરુષોત્તમ, પરબ્રહ્મ
અનંત કોટી બ્રહ્માંડ માં એનું જ ધાર્યું થાય છે, સદા સાકાર છે, સર્વ સુખના નિધાન એમના થી મોટું કોઈ નથી, એમના મહિમાના પાર ને કોઈ પામી શક્તું નથી.પરબ્રહ્મ સર્વોપરી કોણ?ગઢડા અંત્ય ૩૮અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.આ ભગવાન અક્ષરધામ માં તો છે જ પરંતુજ અહીં પૃથ્વી પણ પ્રગટ થાય છે,એવા ઘણા બધા વચનામૃત માં મહારાજે સર્વોપરીપણાનો ઉલ્લેખ કર્યો છે….બ્રહ્મતત્વ:અક્ષર/અક્ષર બ્રહ્મશાસ્ત્રો માં અક્ષર નો મહિમા જાણીએ તોઅક્ષર બ્રહ્મ માંથી સકલ વિશ્વની ઉત્પત્તિ થાય છે… મુંડક ઉપનિષદ.
આવા વચનો થી લાગે. શ્રુષ્ટિ ના બનવનાર, અણું માં વ્યાપક હોય એ પરમાત્મા હોય પણ આ અક્ષરની વાત કરવામાં આવે છે.ગઢડા પ્રથમ ૪૧અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છેપુરૂષોત્તમ ભગવાન- પૃથ્વી નો સંકલ્પ કેનારા અક્ષર પણ - કારણ બને છે -ગઢડા મધ્ય ૩એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે, …અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમ પદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.”તેમની આગળ બ્રહ્માંડ ની ગણતરી નથી. એવા અક્ષર બ્રહ્મ કરતા -અનંત ગણા પર પુરુષોત્તમ કેવા મોટા હશેગઢડા પ્રથમ ૭૧“ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ૨૯૦ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, …માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું૨૯૧ અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”સ્વામિનારાયણ ભગવાન.. આ બ્રહ્માંડ માં સૌ પ્રથમવાર પધાર્યા- અનાદિ સેવક અક્ષર ને લઇ ને આવ્યાસદગુરુ ગોપાળાનંદસ્વામી જેવા મોટા મોટા પરમહંસો, રઘુવીરજી મહરાજ આ વાત ને સામર્થ્ય આપતા:“ગુણાતીતાનંદ મૂળ અક્ષર.. સહજાનંદ એક પરમેશ્વર .શ્રીજી મહારાજ ની બીજી કૃપા:“સદૈવ આ પૃથ્વી માં પ્રગટ રહેવાનો કોલ આવ્યો”વરતાલ ૧૯આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ૬૫ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય; તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે.ગઢડા મધ્ય ૨૧પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે.આમ પ્રગટ ભગવાન પ્રગટ સંત ને ઓળખવાની વાત લાખ વર્ષ પછી પણ સમજી પડશે….એમ શ્રીજી મહારાજ જણાવે છેસદગુરુ નિષ્કુળાનંદસ્વામી “ પ્રગટ રૂપે સત્સંગ માં , રહુ છું રૂડી પેરેગઢડા પ્રથમ ૨૭એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે,સારંગપુર ૧૦એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ગઢડા અંત્ય ૨૬એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે.પરબ્રહ્મ સત્પુરુષ દ્વારા સદાય પ્રગટ છે.ગઢડા અંત્ય ૨‘જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.’અક્ષર - પુરુષોત્તમ તત્વો નો પરિચય- વચનામૃત માં કરાયો છેગઢડા મધ્ય ૩“એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે, માટે જે કારણ ને આધાર ને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક્ હોય નહીં; એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે, પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવરૂપે થઈ ગયા એમ ન સમજવું. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી.અક્ષર રૂપ થઇ ને પુરુષત્ત્મ ની ભક્તિ કરવી.બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમ પદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.સાધના મંત્ર કોણે આપ્યો?મહંતસ્વામી મહારાજે,સાધના મંત્ર : અક્ષરં અહમ પુરૂષોતઆમ દાસોસ્મિ.શાસ્ત્રોના રહસ્ય સમજવા માટે ગઢડા મધ્ય ૧૩ સમજવુંઆવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદ્ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.ભગવાન માં નિશ્ચય સમજવો હોય તો...ગઢડા અંત્ય ૨૭શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”જેને મોક્ષ જોઈતો હોય તે ગઢડા પ્રથમ 54મુ“સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે.જેને આત્મા પરમાત્મા નો સાક્ષાત્કાર કરવો હોય તે વરતાલ ૧૩મુ વચનામૃત વાંચે. “ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે, તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે, એમ વ્યાપક કહ્યા છે; પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી, ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટિ બ્રહ્માંડમાં ભાસે છે.”વેદ, ઉપનિષદ ગીતં, બ્રહ્મસુત્ર નો : સાર એટલે વચનામૃત ગ્રંથઆ દર્શન મૂર્તિમાન એટલેમહંતસ્વામી મહારાજ.અક્ષર પુરૂષ દર્શન નુ સ્વરૂપ એટલે મહંતસ્વામી મહારાજ.દેહ મૂકીને પામવા હતા એ દેહ છતાં મળી ગયા છે.
પગલું -૨ વચનમાં વિશ્વાસ
પ્રમુખસ્વામી મહારાજના અમૃત વચનો
સાચું અમૃત તો આપણું વચનામૃત છે, ગુણાતીતાનંદ સ્વામી કહેતા અમૃત લાવો.
વચનામૃત એટલે માયા પાર કરીને ભગવાનના ધામને પમાડે છે એમાં શ્રીજી મહારાજે જે જ્ઞાન આપ્યું,જે સમજણ આપી છે તે અદ્દભુત છે આપણા તમામ પ્રશ્નોનું નિરાકરણ છે.અને સર્વે શાસ્ત્રનો સાર પણ છે.જેટલા બધાં શાસ્ત્રો છે તે બધા શાસ્ત્રોનો નિચોડ આની અંદર આવી ગયો.
ભગવાન અને સંત કલ્પયણકારી છે.મુદ્દો આપી દીધો.બધા શાસ્ત્રનો સાર એ છે.ચાર વેદ,સત શાસ્ત્ર,અઢારપુરાણ,ભારતાદીક ઇતિહાસ,સર્વેમાં એ જ વાર્તા છે.ભગવાન અને ભગવાનના સંત જ કલ્યાણકારી છે.
આ વાત શ્રીજી મહારાજે આપી આપણને અમૃત મળી ગયું.વચનામૃતની અંદર મહારાજનું સ્વરૂપ સમજવાની વાત છે.
મહરાજ પરમહંસોના સમ ખાય છે.
પગલું -૩ કૃતાર્થપણું - નિષ્કુળાનંદ સ્વામીના કીર્તન દ્વારા
પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો.
0 comments