Day-1 : પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે - વિચરણના વિચારથી

ભગવાનનાં જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસનાં જો સંભારવા માંડે તો તેનો પાર ન આવે, તો સત્સંગ થયાં તો દસ-પંદર વર્ષ થયાં હોય તે એનો તો પાર જ ન આવે. 
ગઢડા પ્રથમ ૩૮

પ્રથમ પગલું - વિચાર 

શ્રીજી મહારાજનું વન વિચરણ

શ્રીજી મહારાજના વન વિચરણના સ્થાનો જોતા આજે પણ એમ લાગે છે કે આ કોઈ સામાન્ય મનુષ્યથી ના થાય માટે તે  સ્થાનો દર્શન કરીને પ્રાપ્તિને દ્રઢ કરીએ.


પ્રમુખસ્વામી મહારાજનું વન વિચરણ

પ્રમુખસ્વામી મહારાજે 51 દેશો અને 17,000 ગામો, શહેરો અને નગરોમાં વિચરણ કર્યું હતું. તેમણે 2,50,000 ઘરોની મુલાકાત લીધી હતી અને વ્યક્તિગત રીતે 8,00,000થી વધુ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજની યાત્રાઓ કલ્પનાથી પર હતી. ઉદાહરણ તરીકે, 1975માં તેમણે 645 ગામોની મુલાકાત લીધી હતી; 1976માં તેમણે 728 ગામોમાં વિચરણ કર્યું હતું.; અને 1977માં તેમણે 663 ગામોમાં  વિચરણ કર્યું હતું.જો સ્વામીશ્રીના ૨ પ્રસંગ પર પણ વિચાર કરીયે તો સમજાશે કે કોઈ સામાન્ય માણસથી આવું વિચરણ થઇ શકે?

પ્રમુખસ્વામી મહારાજની વિચરણ અંગે અન્ય લોકોના નિવેદનો:

  1. પોપ જોન પોલ II (વેટિકન સિટી):
    "પ્રમુખસ્વામી મહારાજ જે શાંતિ અને પ્રેમનો સંદેશ લાવ્યા છે તે સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે. એમની વિચરણ એક આધ્યાત્મિક ચમત્કાર છે."

  2. એપીજે અબ્દુલ કલામ (ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ):
    "પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનમાં જે આદર્શ શાંતિ અને સમર્પણ પ્રદર્શિત કર્યા છે તે અદભૂત છે. એમની યાત્રાઓએ કરોડો લોકોના હૃદયમાં માનવીયતા જગાવી છે."

  3. બેન કિંગ્સ્લી (હોલિવૂડ અભિનેતા):
    "પ્રમુખસ્વામી મહારાજની મુસાફરી માત્ર એક ધર્મગુરુની યાત્રા નહોતી, તે સમગ્ર માનવજાત માટે ઉન્નતિના પંથે પગલા ભરવાની પ્રેરણારૂપ હતી."

  4. દલાઈ લામા (તિબ્બતના ધર્મગુરુ):
    "પ્રમુખસ્વામી મહારાજની વિચારણ માનવજાત માટે શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું ઉદાહરણ છે. એમની યાત્રાઓએ વિશ્વભરમાં કરુણાની પ્રેરણા આપી છે."

  5. બિલ ક્લિન્ટન (પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ):
    "પ્રમુખસ્વામી મહારાજે જે રીતે દુનિયાના સૌમ્ય હૃદયોને સ્પર્શ્યા છે તે અમારા માટે પ્રેરણારૂપ છે. તેમની યાત્રાઓ વિશ્વને શાંતિ અને ભાઈચારાનું મહત્વ સમજાવે છે."

આજે મહંતસ્વામી મહારાજ પણ આટલી મોટી ઉંમરે જે વિચરણ કરે છે શું આ ઉંમરમાં કોઈ આવું વિચરી શકે?


                                પગલું -૨ વચનમાં વિશ્વાસ 

પ્રમુખસ્વામી મહારાજે પોતાના દેહની પર્વ કર્યા વગર વિચરણ કર્યું છે. દેહના સામે જોયું જ નથી. - મહંતસ્વામી મહારાજ

પગલું -૩ કૃતાર્થપણું

જેણે જાત ઘસી સદાય વિચરી, કીધું ભલું વિશ્વનું,જેણે મંદિર સંત શાસ્ત્ર રચીને, કલ્યાણ સૌનું કર્યું;

જેણે રાજ કર્યું દિલે સકલના, શોભે ગુણો સંતના,ભાવે જન્મ શતાબ્દીએ પ્રમુખજી, ગાઈ કરું વંદના.


આ વિચાર પર ગોષ્ઠી કરીયે ગુગલ ફોર્મના માધ્યમથી


જય સ્વામિનારાયણ આજે જે પ્રાપ્તિનો વિચાર કર્યો તે ઉપર ગોષ્ઠિ કરીયે ગુગલ ફોર્મના માધ્યમથી



પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો. 

0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...