ઝીણાભાઈનો જન્મ
- ઝીણાભાઈનો જન્મ ધારી, અમરેલી જિલ્લામાં, વૈશાખ વદ બારશ (સંવત ૧૯૪૮)ના રોજ થયો.
- માતાનું નામ પુરીબાઈ અને પિતાનું નામ દેવચંદભાઈ.
- બાળપણથી જ શાંત અને સૌના પ્રિય. ખેતરમાં માને સાથે જઈને ક્યારેય ન રડતા.
- ત્રિવેણી સંગમ પુલ પાસે રોજ ન્હાવા જઈને શ્રીજીમહારાજના ધ્યાનમાં મગ્ન રહેતા.
- મિત્રોને પણ ભગવાનનું ધ્યાન અને ભજન કરવા પ્રેરતા.
નીડર સત્યવક્તા
- હેડમાસ્ટર ત્રિભોવનદાસના અયોગ્ય વર્તન વિરુદ્ધ ચંદુના મોતની ઘટના પર સાહસિકતાથી સત્ય.
- સત્યવાદિતા બદલ ઇનામ મળ્યું.
આદર્શ વિદ્યાર્થી
- ભણવામાં હોશિયાર, હંમેશા પ્રથમ નંબર પર આવવા.
- ચોરી અથવા નકલનો વિરોધ કરી અન્ય વિદ્યાર્થીઓને સાચી રીતથી ભણવા પ્રેર્યા.
સમયનો સદુપયોગ:
- રમત-ગમતમાં રસ ન રાખી, બપોરે પણ ભગવાનના ભજન અને સ્મરણમાં સમય વિતાવતા.
- સમય બગાડવાને બદલે પૂરેપૂરું ધાર્મિક કાર્યોમાં રોકાણ.
ઠાકોરજીની સેવા:
- ધારીના મંદિરના પુજારી મોહનકાકાની મદદ માટે ઠાકોરજીની સેવા શરૂ કરી.
- મંદિરમાં ફૂલોની વેલ ઉગાડી, નવા ફૂલોની માળા બનાવતી અને શ્રદ્ધાભાવથી પૂજા-અર્ચન કરતા.
- સૌને ભગવાનના ભજન અને પૂજા માટે પ્રેરણા આપતા.
0 comments