અમે ઝોળિયા પારેવા પ્રમુખસ્વામીને ભરોસે

 

અમે ઝોળિયા પારેવા પ્રમુખસ્વામીને ભરોસે

સાધુ યજ્ઞચરણદાસ

 

અમે ઝોળિયા પારેવા પ્રમુખસ્વામીને ભરોસે

અમે પડીએ કે ઉઠીએ બસ સ્વામીને ભરોસે... ટેક

નો’તા જ્ઞાન કે વૈરાગ્ય તોય મૂક્યા રંગ રાગ

કર્યું વા’લું ખારું ઝેર બસ સ્વામીને ભરોસે... ૧

મૂક્યું દુનિયાનું ગણિત લોકલાજ અને જ્ઞાન

માર્યા બુદ્ધિને જ તાળા બસ સ્વામીને ભરોસે... ૨

મીંચી આંખ બીડ્યા કાન કર્યું મનને વાળી ચૂપ

રાખ્યો ભજનનો ભરોસો બસ સ્વામીને ભરોસે... ૩

ક્ષણેક્ષણ રોમેરોમ મહારાજનો ભરોસો

છૂટ્યો આપણો ભરોસો પ્રમુખસ્વામીને ભરોસે... ૪

Ame jhoiyā pārevā Pramukh Swāmīne bharose

Sadhu Yagnacharandas

 

Ame jhoḷiyā pārevā Pramukh Swāmīne bharose,

 Ame paḍīe ke ūṭhīe bas Swāmīne bharose...

No’tā gnān ke vairāgya toy mūkyā rang rāg,

 Karyu vā’lu khāru jher bas Swāmīne bharose... 1

Mūkyu duniyānu gaṇit loklāj ane gnān,

 Māryā buddhine ja tāḷā bas Swāmīne bharose... 2

Mīnchī ānkh bīdyā kān karyu man ne vāḷī chup,

 Rākhyo bhajanno bharoso bas Swāmīne bharose... 3

Kshaṇekshaṇ romerom Mahārājano bharoso,

 Chhuṭyo āpṇo bharoso Pramukh Swāmīne bharose... 4

 

0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...