અક્ષરધામથી આવ્યા સ્વામી ભક્તોને મન ભાવ્યા

 

અક્ષરધામથી આવ્યા સ્વામી ભક્તોને મન ભાવ્યા

 

અક્ષરધામથી આવ્યા સ્વામી ભક્તોને મન ભાવ્યા,

ધામ ધરામાં ખડું કરીને બ્રહ્મભાવના લાવ્યા,

એવા પ્રમુખસ્વામીને અમારા પ્રેમે વંદન હો... ટેક

શાસ્ત્રીજી યોગીજીના પગલે સત્સંગ સેવા કરતા,

નિર્મળ હેતે પાવન કરતા, સૌનાં હૈયાં હરતા... ૧

બાળ-યુવાશક્તિને ખીલવી, ફોરમ સૌને દીધી,

ઇચ્છા યોગીની ઉર ધારી મૂર્તિમાન તે કીધી... ૨

ચારિત્ર્યના દીપ પ્રગટાવ્યા, સમાજના ઉત્કર્ષે,

કથીરમાંથી કુંદન કરિયા, પારસ કેરા સ્પર્શે... ૩

વિચરી રહ્યા છે સમદૃષ્ટિએ, મહેલો ને વનવનમાં,

ઊંચ નીચને ઉગારવાને આવ્યા લોકજીવનમાં... ૪

સતયુગના સંસ્કાર કળિમાં સ્થાપ્યા દેશ-વિદેશે,

શ્રીજી વિચરે આ અવનિમાં, પ્રમુખસ્વામીના વેશે... ૫

 

Aksharadhāmthī āvyā Swamī bhaktone man bhāvyā

 

Aksharadhāmthī āvyā Swamī bhaktone man bhāvyā,

Dhām dharāmā khaḍu karīne brahmabhāvnā lāvyā,

 Evā Pramukh Swāmīne amārā preme vandan ho...

Shāstrījī Yogījīnā pagle satsang sevā kartā,

 Nirmaḷ hete pāvan kartā, saunā haiyā hartā... 1

Bāl-yuvāshaktine khīlvī, foram saune dīdhī,

 Īchchhā Yogīnī ur dhārī mūrtimān te kīdhī... 2

Chāritryanā dīp pragaṭāvyā, samājnā utkarshe,

 Kathīrmathī kundan kariyā, pāras kerā sparshe... 3

Vicharī rahyā chhe samdrashṭie, mahelone vanvanmā,

 Ūnch nīchne ugārvāne āvyā lokjīvanmā... 4

Satyugnā sanskār kaḷīmā sthāpyā desh-videshe

 Shrījī vichare ā avnīmā, Pramukh Swāmīnā veshe... 5

 

0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...