અક્ષરપુરુષોત્તમના ડંકા દિગંતમાં સંભળાય છે


અક્ષરપુરુષોત્તમના ડંકા દિગંતમાં સંભળાય છે

સાધુ અક્ષરજીવનદાસ

 

ૐ અક્ષરાય નમઃ ૐ અક્ષરાય નમઃ ૐ અક્ષરાય નમઃ ૐ અક્ષરાય નમઃ

જય જય અક્ષરપુરુષોત્તમ, જય જય અક્ષરપુરુષોત્તમ,

જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ...

 

અક્ષરપુરુષોત્તમના ડંકા દિગંતમાં સંભળાય છે, (૨)

સ્વામિનારાયણ મહામંત્રનો નાદ વિશ્વમાં થાય છે. (૨)

અક્ષરપુરુષોત્તમના ડંકા... જય જય અક્ષર...

 

વેદ ગાય છે સ્વરૂપ અક્ષરબ્રહ્મનું, વેદ ગાય છે સ્વરૂપ અક્ષરબ્રહ્મનું,

અક્ષર પર છે... હો... અક્ષર પર છે અનુપમ સ્વરૂપ પુરુષોત્તમનું... વેદ

 

યઃ સેતુરીજાનાનામ્ અક્ષરં બ્રહ્મ યત્ પરમ્ । યસ્ય અક્ષરં શરીરં યો અક્ષરમ્ અંતરે સંચરન્ ॥

ૐ અક્ષરાય નમઃ અક્ષરબ્રહ્મણે નમઃ, ૐ પુરુષોત્તમાય નમઃ પરબ્રહ્મણે નમઃ ॥

અક્ષરપુરુષોત્તમાય નમઃ બ્રહ્મ-પરબ્રહ્મણે નમઃ, ૐ અક્ષરાય નમઃ ૐ અક્ષરાય નમઃ ॥

 

આ છે વૈદિક ઉપાસના, અક્ષરપુરુષોત્તમની (૨)

ગુંજે ગુંજે આ બ્રહ્માંડમાં, માયા પરના જ્ઞાનની (૨)

ઉપાસનના મંદિર ઉપર, ધજા ગગન લહેરાય છે.

અક્ષરપુરુષોત્તમના ડંકા...

 

સિતા અને રામ, રાધા અને શ્યામ,

સિતા રામ સિતા રામ, રાધે શ્યામ રાધે શ્યામ,

લક્ષ્મી અને નારાયણ, નર અને નારાયણ.

સિતા રામ... રાધે શ્યામ...

સ્વામી અને નારાયણ સ્વામી અને નારાયણ,

સ્વામી અને નારાયણના યુગલ આજે પૂજાય છે.

સિતા રામ.. રાધે શ્યામ...

અક્ષરપુરુષોત્તમના ડંકા...

 

ભગવાન સૌના કર્તા છે, તે વિના તરણું યે હલે નહીં (૨)

ભગવાન સદા સાકાર છે, તે વિના સૃષ્ટિ બને નહીં (૨)

સર્વોપરી એ સત્તા છે, એ વિના નિયંતા કોઈ નહીં.

તે સંત સ્વરૂપે વિચરે છે, તે પ્રગટ નિરંતર છે અહીં...

શ્રીહરિનાં વચનોથી, આ ઉપાસના સમજાય છે,

અક્ષરપુરુષોત્તમના ડંકા...

 

આજે લાખો ભક્તજનો હરિ ચરણે અર્ઘ્ય ધરે છે,

નિયમ નિશ્ચય પક્ષ ને મહિમા જીવમાં દૃઢ કરે છે,

બ્રહ્મરૂપ થઈએ એ ભક્તિનો સિદ્ધાંત અહીં પડઘાય છે.

અક્ષરપુરુષોત્તમના ડંકા...

 

અક્ષરપુરુષોત્તમના ડંકા વાગે આજે દિગંતમાં,

સ્વામિનારાયણ પ્રગટ બિરાજે, પરમ એકાંતિક સંતમાં,

અક્ષરપુરુષોત્તમ ઉપાસના પહોંચી દરિયા પાર,

પ્રમુખસ્વામીમાં હરિ પ્રગટ છે, ઉપાસનાનો સાર,

સ્વામિનારાયણનો ત્રણે ભુવનમાં ગુંજે જય જયકાર.

જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર...

Akhar-Puruhottamnā ankā digantmā sambhaḷāy chhe

Sadhu Aksharjivandas

 

Om Akṣharāy namah Om Akṣharāy namah Om Akṣharāy namah Om Akṣharāy namah

Jay jay Akṣhar-Puruṣhottam, jay jay Akṣhar-Puruṣhottam,

Jay jay Swāminārāyaṇ, jay jay Swāminārāyaṇ...

 

Akṣhar-Puruṣhottamnā ḍankā digantmā sambhaḷāy chhe, (2)

Swāminārāyaṇ mahāmantrano nād vishvamā thāy chhe. (2)

 Akṣhar-Puruṣhottamnā ḍankā... jay jay Akṣhar...

 

Ved gāy chhe swarūp Akṣharbrahmanu, ved gāy chhe swarūp Akṣharbrahmanu,

Akṣhar par chhe... ho... Akṣhar par chhe anupam swarūp Puruṣhottamnu... Ved

 

Yah seturījānānām akṣharam brahma yat param | Yasya Akṣharam sharīram yo akṣharam antare sancharan ||

Om Akṣharāy namah Akṣharbrahmaṇe namah, Om Puruṣhottamāy namah Parabrahmaṇe namah ||

Akṣhar-Puruṣhottamāy namah Brahma-Parabrahmaṇe namah, Om Akṣharāy namah Om Akṣharāy namah ||

 

Ā chhe vaidik upāsanā, Akṣhar-Puruṣhottamnī (2)

Gunje gunje ā brahmānḍmā, māyā parnā gnānnī (2)

Upāsananā mandir upar, dhajā gagan laherāy chhe.

 Akṣhar-Puruṣhottamnā ḍankā...

 

Sitā ane Rām, Rādhā ane Shyām,

Sitā Rām Sitā Rām, Rādhe Shyām Rādhe Shyām,

Lakṣhmī ane Nārāyaṇ, Nar ane Nārāyaṇ.

 Sitā Rām... Rādhe Shyām...

Swāmī ane Nārāyaṇ Swāmī ane Nārāyaṇ,

Swāmī ane Nārāyaṇnā yugal āje pūjāy chhe.

 Sitā Rām.. Rādhe Shyām...

 Akṣhar-Puruṣhottamnā ḍankā...

 

Bhagwān saunā kartā chhe, te vinā taraṇu ye hale nahī (2)

Bhagwān sadā sākār chhe, te vinā sṛuṣhṭi bane nahī (2)

Sarvoparī e sattā chhe, e vinā niyantā koī nahī.

Te sant swarūpe vichare chhe, te pragaṭ nirantar chhe ahī...

Shrī-Harinā vachanothī, ā upāsanā samajāy chhe,

 Akṣhar-Puruṣhottamnā ḍankā...

 

Āje lākho bhaktajano Hari charaṇe arghya dhare chhe,

Niyam nishchay pakṣh ne mahimā jīvmā dṛuḍh kare chhe,

Brahmarūp thaīe e bhaktino siddhānta ahī paḍaghāy chhe.

 Akṣhar-Puruṣhottamnā ḍankā...

 

Akṣhar-Puruṣhottamnā ḍankā vāge āje digantmā,

Swāminārāyaṇ pragaṭ birāje, param ekāntik santmā,

Akṣhar-Puruṣhottam upāsanā pahonchī dariyā pār,

Pramukh Swāmīmā Hari pragaṭ chhe, upāsanāno sār,

Swāminārāyaṇno traṇe bhuvanmā gunje jay jayakār.

Jay jayakār, jay jayakār, jay jayakār, jay jayakār...

0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...